________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અકલંક-સાહિત્ય-પરિચય પ્રતિભાસંપન્ન પ્રજ્ઞાવંત શ્રી અકલંકસ્વામીના વિપુલ સાહિત્યનો મંદબુદ્ધિથી જેટલો પરિચય મળી શકયો તે અહીં ટૂંકમાં આપ્યો છે. અકલંકસ્વામીએ અનેકાંતમય જિનશાસનને સિદ્ધ કરતું પ્રજ્ઞા પ્રચૂર વિપુલ સાહિત્ય રચીને જિનશાસનનો વિજયધ્વજ લહેરાવ્યો છે. પ્રમાણસંગ્રહુ : તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણના પ્રકારોનું
વર્ણન છે. કુલ ૯ પ્રસ્તાવ (પ્રકરણ ) છે, લગભગ ૮૮ શ્લોક છે, અને તેનું વિવેચન (સ્વોપજ્ઞવૃત્તિ) પણ અકલંકસ્વામીએ પોતે કરેલ છે. પહેલો શ્લોક નીચે મુજબ છેश्रीमत् परमगंभीरं स्याद्वादामोघलांछनम्।
जीयात् त्रैलोक्यनाथस्य शासनं जिनशासनम्।। તત્ત્વાર્થરાજવાર્તિક : આચાર્ય ઉમાસ્વામીના તત્ત્વાર્થસૂત્ર ઉપરની
આ મહાન ટીકા છે, તેને તત્ત્વાર્થભાષ્ય પણ કહેવાય છે. તત્ત્વાર્થસૂત્ર ઉપરની પૂજ્યપાદ સ્વામીની સર્વાર્થસિદ્ધિટીકામાંથી અનેક લાક્ષણિક પંક્તિઓને અકલંકસ્વામીએ રાજવાર્તિકમાં એવી ચતુરાઈથી ગૂંથી દીધી છે કે જાણે તે તેનું જ અંગ હોય-એમ લાગે છે. અકલંકસ્વામીની બીજી ગૂઢ-ગંભીર રચનાઓને હિસાબે આ રચના ઘણી સરલ છે. તેની શ્લોકસંખ્યા ૧૬OOી છે. પહેલો શ્લોક નીચે મુજબ છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com