________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ : અકલંક-નિકલંક રાજા : (ઊભા થઈને) ગઈ કાલે પણ તમે નિરુત્તર થઈ ગયા
હતા ને આજે પણ તમે નિરુત્તર થઈ ગયા....આથી હું અકલંકકુમારનો વિજય જાહેર કરું છું, અને જૈનધર્મની
રથયાત્રા પહેલી નીકળશે. જૈનકુમાર : (હર્ષોલ્લાસપૂર્વક) બોલિયે જૈનધર્મકી... જય.... (હાથમાં રહેલ જૈનઝંડો ઊંચો ફરકાવીને ફરી બોલે છે )
બોલિયે. જૈનધર્મકી... જય...
અકલંક મહારાજકી... જય... અકલંક : મહારાજ! દેખો, હવે હું આ પડદાનું રહસ્ય જાહેર
કરું છું. (પડદાની પાસે જઈ તેને દૂર ઉડાડી દે છે, અને માટલું હાથમાં
લઈને બતાવે છે.) રાજા : અરે ! આ શું!! અકલંક : સાંભળો! ગઈ કાલે વાદવિવાદમાં સંઘશ્રી જવાબ ન
આપી શક્યા તેથી મૂંઝાયા... માથાના ચક્કરનું ખોટું બહાનું કાઢયું ને કોઈ પણ રીતે વિજય મેળવવા માટે રાત્રે વિદ્યાવડ એક દેવીને સાધી. પડદા પાછળથી સંઘશ્રી નહોતા બોલતા પણ તેને બદલે આ માટલીમાં રહેલી દેવી જવાબ આપતી હતી. પરંતુ, જિનશાસનના પ્રતાપે, જૈનધર્મની ભક્ત ચક્રેશ્વરી દેવીએ આવીને મને રાત્રે આ વાત કહી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com