________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ : અકલંક-નિકલંક
ચક્કરમાં પડી ગઈ છે. તેથી આ બહાનું શોધી કાઢયું છે. ભલે... આવતી કાલે તેઓ જવાબ આપે. પરંતુ મને ખાતરી છે કે એ તો શું પરંતુ એના સાક્ષાત્ બુદ્ધભગવાન
આવે તોપણ મને જવાબ નહિ આપી શકે. રાજા : આજની સભા આવતી કાલ ઉપર મુલતવી રાખવામાં આવે છે.
(સભા વિખરાય છે; પડદો પડે છે.)
[૪] અકલંકનો વિજય અને
જૈનધર્મની પ્રભાવના
[ ફરીને રાજસભા શરૂ થાય છે. સભામાં એક બાજુ પડદો છે, તેની પાછળ બૌદ્ધ આચાર્ય સંઘશ્રી બેઠા છે, તેની બાજુમાં એક માટલુંમાથે કપડું બાંધેલું છે. અકલંક વગેરે સભામાં પ્રવેશ કરે છે. ] રાજા : કેમ, આજે સંઘશ્રી-મહારાજ હજી નથી આવ્યા? શું હુજી
તેમને માથાના ચક્કર નથી ઊતર્યા? બુદ્ધકુમાર : મહારાજ ! એક ખાસ કારણસર આજે તેઓ જાહેરમાં
નહિ બોલે, પણ પડદામાં રહીને જ તેઓ જવાબ આપશે. રાજા : એમ કેમ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com