________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની પ્રભાવના : ૭૩ (બુદ્ધકુમાર દોડતો આવે છે, અકલંકને નમસ્કાર કરે છે.) બુદ્ધકુમાર (ગદ્ગપણ) : મહારાજ! મને ક્ષમા કરો. આજની
ભવ્ય રથયાત્રા નિહાળીને નગરીના હજારો લોકો ઘણા જ પ્રભાવિત થયા છે. આવી રથયાત્રામાં અમે વિશ્વ નાખ્યું તે બદલ મારી માતાને ઘણો જ પશ્ચાત્તાપ થાય છે, તેથી આંસુભીની આંખે આપની પાસે ક્ષમા માંગે છે; ને અમે પણ જૈનધર્મ અંગીકાર કરીએ છીએ. ઉદારદિલથી આપ અમને ક્ષમા કરીને જૈનધર્મમાં અપનાવશો એવી આશા
રાખીએ છીએ. અકલંક : જરૂર જરૂર! ધન્ય છે તમારા માતાને, કે તેઓ
પોતાના હિત-અહિતનો વિવેક કરીને સન્માર્ગ તરફ વળી રહ્યાં છે. જૈનધર્મના દરવાજા આખી દુનિયાને માટે ખુલ્લા છે... આવો, આવો! જેને પોતાનું હિત કરવું હોય તેઓ જૈનધર્મના શરણે આવો. (બૌદ્ધઆચાર્ય-સંઘશ્રી ઝડપથી અકલંકના શરણે આવીને
ગગભાવે કહે છે; બાકીના બૌદ્ધશિષ્યો પણ સાથે આવે છે.) સંઘશ્રી : ભાઈ, ભાઈ ! મને ક્ષમા કરો. આ પાપીએ જ
તમારા ભાઈનું મૃત્યુ કરાવ્યું હતું... મારા દુષ્ટકાર્ય માટે મને ક્ષમા કરો. આપનો ઉદાર અને પતિતપાવક જૈનધર્મ જરૂર મને ક્ષમા કરશે ને મારું કલ્યાણ કરશે. અકલંક ! આપ ખરેખર અકલંક છો.. મને ક્ષમા કરો અને જૈનધર્મના શરણે લ્યો...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com