________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અકલંકનું આગમન : પ૯
અમારી બધી ચિંતા દૂર થઈ છે. અમને ખાતરી છે કે બૌદ્ધઆચાર્યને આપ વાદવિવાદમાં જરૂર જીતી લેશો, ને
જૈનધર્મનો વિજયડંકો વગાડશો. અકલંક ( હોંશથી; છાતી ઠોકીને) : વાહ, વાહ! એતો મારું જ
કામ! હું આવા જ પ્રસંગની રાહ જોતો હતો. બૌદ્ધના સંઘશ્રી આચાર્ય તો શું, -પરંતુ એના સાક્ષાત્ બુદ્ધભગવાન આવે તોપણ ધર્મના વાદવિવાદમાં મારી સામે કોઈ ટકી શકે એમ નથી. (બધા હર્ષપૂર્વક એક સાથે બોલી ઊઠે છે) : વાહ! વાહ!
બોલિયે.... જૈનધર્મકી જય. સંઘપતિ : ઠીક ત્યારે, હવે આપણા તરફથી આ અકલંકકુમાર
વાદવિવાદ કરશે, એ સમાચાર આપણે બૌદ્ધગુરુને મોકલી
આપીએ. અકલંક : ઘણી ખુશીથી. મારા નાનાભાઈના બલિદાનનો યોગ્ય
બદલો લેવાનો અને જૈનધર્મની મહાન પ્રભાવના કરવાનો આ પ્રસંગ આવ્યો છે. લાવો હું જ તેને સંદેશો લખી
આપું. (ચિઠ્ઠી લખીને આપે છે.) સંઘપતિ : ધન્યકુમાર! જાઓ, આ પત્ર બૌદ્ધઆચાર્યને આપી આવો.
(તે જઈને થોડીવારે પાછો આવે છે.) સંઘપતિ : કેમ, ધન્યકુમાર! પત્ર આપી આવ્યા? ધન્યકુમાર : જી હા; આવો મહાન વિદ્વત્તાભરેલો પત્ર વાંચતાં જ
એ બૌદ્ધગુરુ તો ચકચૂર થઈ ગયા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com