Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 67
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates વાદવિવાદ... : ૬૧ ( ,, અક્લંક ઃ અમારા જૈનધર્મનો મૂળ સિદ્ધાંત “ અનેકાન્ત ” છે. : સંઘશ્રી : અનેકાન્ત એટલે શું? અકલંક : દરેક વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે તે અનેકાન્ત છે. પરસ્પર સાપેક્ષ એવા અનેકધર્મો વડે જ વસ્તુની સિદ્ધિ થઈ શકે છે. સર્વથા એકાન્ત વડે વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. સંઘશ્રી : એક જ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ બે ધર્મો કેમ હોઈ શકે? અકલંક : એકબીજાથી સર્વથા વિરુદ્ધ બે ધર્મો એક વસ્તુમાં ન રહી શકે, પરંતુ સ્થંચિત વિરૂદ્ધ બે ધર્મો એક વસ્તુમાં રહેલા છે. , સંઘશ્રી : ‘સર્વથા વિરુદ્ધ ’ અને ‘ કથંચિત વિરુદ્ધ’ એટલે શું? અકલંક : જેમકે ચેતનપણું અને અચેતનપણું, અથવા મૂર્તપણું અને અમૂર્તપણું-એ એકબીજાથી સર્વથા વિરુદ્ધ છે; તે બન્ને ધર્મો એક વસ્તુમાં ન રહી શકે. જે ચેતન હોય તે અચેતન ન હોય, જે મૂર્ત હોય તે અમૂર્ત ન હોય, પરંતુ નિત્યપણું અને અનિત્ય-પણું એ બન્નેને કચિત્ વિરુદ્ધપણું હોવા છતાં તે બન્ને ધર્મો એક જ વસ્તુમાં એક સાથે રહી શકે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87