________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન-રથયાત્રામાં રૂકાવટ : ૫૧ ખજાનચી : અને એ પ્રસંગે તો આપણા રાજભંડારમાંથી કરોડો
સોનામહોરો વપરાય છે ને રત્નજડિત સુવર્ણરથમાં બિરાજમાન જિનેન્દ્ર ભગવાનનો અદ્દભુત વૈભવ દેખીને નગરીના અનેક જીવો સમ્યગ્દર્શન પામી જાય છે, અનેક
જીવો જૈનધર્મ અંગીકાર કરે છે. રાજા : ખરેખર, આવી રથયાત્રા એ તો ઉજ્જૈનનગરીની
શોભા છે. છડીદાર : બુદ્ધમતી મહારાણીના પુત્ર બુદ્ધકુમાર પધારે છે.
| [ બુકુમાર ઝડપથી, હાંફતો હાંફતો પ્રવેશ કરે છે. ] બુદ્ધકુમાર : નમસ્તે પિતાજી ! મારા માતાજી બુદ્ધમતિ વિનતિ
કરે છે કે અમારા બૌદ્ધધર્મના મહાન આચાર્ય-સંઘશ્રી ઉજ્જૈનનગરીમાં પધાર્યા છે તેથી તેની ખુશાલીમાં અમારા બુદ્ધભગવાનની એક મહાન રથયાત્રા કાઢવાની અમારી ભાવના છે, તો તે માટે આપ
આજ્ઞા આપો. રાજા : બહુ સારું, પુત્ર! ખુશીથી કાઢજો. બુદ્ધકુમાર : પરંતુ, પિતાજી ! મારી માતાએ સાથે સાથે એમ
પણ કહેવડાવ્યું છે કે જૈનોની રથયાત્રા તો દરવર્ષે નીકળે જ છે, માટે આ વખતે અમારી -બૌદ્ધોનો રથ પહેલો નીકળે, ને જૈનોનો રથ પછી નીકળે –એવી આપ આજ્ઞા કરો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com