Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 61
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અકલંકનું આગમન : પપ સમ્યગ્દષ્ટિને જૈનધર્મની પ્રભાવનાનો પરમ ઉત્સાહ હોય છે. ભગવાનની રથયાત્રા વગેરે મહોત્સવ વડે તે જૈનધર્મની પ્રભાવના કરે છે. જુઓને, આપણા મહારાણી સાહેબ જિનમતિ દરવર્ષે કેવી ભવ્ય રથયાત્રા કાઢે છે ! કાલે પણ એવી જ ભવ્ય રથયાત્રા નીકળશે... તેમાં સૌ ઉત્સાહથી ભાગ લેજો. (દિનકુમાર હંફતો હાંફતો આવે છે...) સંઘપતિ : પધારો! કુંવરજી પધારો! કેમ આમ અચાનક પધારવું થયું? કુંવર : સંઘપતિજી! મારા માતાજીએ અગત્યનો સંદેશ કહેવા માટે મને મોકલ્યો છે. સંઘપતિજી : કહો, માતાજીની શી આજ્ઞા છે? કુંવર : આપ સૌ જાણો છો કે દરવર્ષે આપણે જિનેન્દ્ર ભગવાનની રથયાત્રા કાઢીએ છીએ. પરંતુ આ વખતે બૌદ્ધમતિ-માતાએ વચ્ચે પડીને હઠ લીધી છે કે જૈનોનો રથ પહેલાં ન નીકળે, પણ બૌદ્ધનો રથ પહેલો નીકળે. બધા સાથે (ચોંકીને) : અરે, પછી શું થયું? કુંવર : પછી તો મહારાજા સાહેબે એમ નક્કી કર્યું છે કે જૈનો અને બૌદ્ધોનો રાજસભામાં વાદવિવાદ થાય; તેમાં જે જીતે તેનો રથ પહેલો નીકળે. આપણે આ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે, એટલે હવે આવતી કાલે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87