________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨] સંઘની મૂંઝવણ અને અકલંકનું આગમન
[શાસ્ત્રસભા ચાલી રહી છે; સંઘપતિ વગેરે બેઠા છે; એક પછી એક શ્રાવકો શાસ્ત્રપોથી લઈને આવે છે... તત્ત્વાર્થસૂત્ર વંચાય છે. શરૂઆતમાં બધા એક સાથે મંગલાચરણ બોલે છે : ]
મંગલં ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી; મંગલ કુંદકુંદાર્યો, જૈનધર્મોસ્તુ મંગલ. મોક્ષમાર્ગસ્ય નેતા૨, ભેત્તારું કર્મભુમૃતામ; જ્ઞાતારું વિશ્વતત્ત્વાનાં, વન્દે તદ્દગુણલબ્ધયે.
સંઘપતિજી શાસ્ત્ર વાંચે છે :
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग : ।। १।। तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्।। २।।
અહો ! ચૈતન્યમૂર્તિ આત્મતત્ત્વનું સમ્યક્ શ્રદ્ધાન તે એક જ આ ભવસાગરથી તારનારું જહાજ છે. જેઓ દુ:ખમય સંસારસમુદ્રમાં ડૂબવા ન માંગતા હોય... ને તેને તરીને મોક્ષપુરીમાં અનંત સિદ્ધભગવંતોના ધામમાં જવા ચાહતા હોય, તેઓ નિરંતર... દિવસે અને રાત્રે, ક્ષણે અને પળે, આ સમ્યગ્દર્શનનો પુરુષાર્થ કરો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com