Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 55
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧] જૈન-રથયાત્રામાં રૂકાવટ | [ ઉજ્જૈનનગરીની રાજસભા ભરાણી છે, ચાર દરબારી બેઠા છે.] છડીદાર : સોને કી છડી. ચાંદી કી છડી. મોતીયનકી માલા.... નેકનામદાર ઉજ્જૈન-અધિપતિ મહારાજા પધારે છે.... [ રાજા પ્રવેશ કરે છે, દરબારીઓ ઊભા થઈને માન આપે છે, રાજા સિંહાસન પર બેસે છે.] રાજા : કમ મંત્રીજી! શા સમાચાર છે? મંત્રી : મહારાજ! હમણાં તો જૈનધર્મની અષ્ટાલિકાના દિવસો ચાલે છે, તેથી રાજ્યભરમાં ધર્મનો ધમધોકાર ચાલી રહ્યો છે. રાજા : હા, જિનકુમાર દરરોજ જિનેન્દ્રભગવાનના અભિષેકનું ગંધોદક લાવે છે ને હું તેને માથે ચડાવું છું. હવે આજે તો છેલ્લો દિવસ છે; રાજકુમાર ગંધોદક લઈ ને હુમણાં આવવા જોઈએ... છડીદાર : જૈનધર્મના પરમ ભક્ત જિનમતી મહારાણીના પુત્ર જિનકુમાર પધારી રહ્યા છે. [ રાજકુમાર આવે છે. હાથમાં ગંધોદકનો કટોરો છે.] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87