Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 56
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫) : અકલંક-નિકલંક જિનકુમાર : નમસ્તે.. પિતાજી! લીજિયે, આ જિનેન્દ્ર ભગવાનનું ગંધાદક. [ રાજા ઊભો થઈ, બે હાથે ગંધોદક લઈ મસ્તકે તથા આંખે લગાડે છે. ] જિનકુમાર : પિતાજી! આજે અષ્ટાલિકાનો ઉત્સવ પૂરો થાય છે; અને દર વર્ષે આ ઉત્સવની પૂર્ણતાના હર્ષમાં મારા જિનમતી-માતાજી જિનેશ્વરભગવાનની મહાન રથયાત્રા કઢાવે છે. તે પ્રમાણે આ વર્ષે પણ એવી જ ભવ્ય રથયાત્રા કાઢવા માટે મારા માતાજી આપની આજ્ઞા માગે છે. રાજા : પુત્ર! ભગવાનની રથયાત્રા કાઢવામાં મારી આજ્ઞા શી હોય! હું તો ભગવાનનો સેવક છું. ખુશીથી રથયાત્રા કાઢો; અને સારી ઉર્જેનનગરીમાં આનંદથી ફેરવીને ધર્મની પ્રભાવના કરો. મંત્રીજી ! આ પ્રસંગે આખી ઉર્જેનનગરીને શણગારવાનો પ્રબંધ કરજો. મંત્રી : જેવી આજ્ઞા મહારાજ! નગરશેઠ : અહા, મહારાજ ! દર વર્ષે જૈનમતી-મહારાણી આ રથયાત્રા કાઢે છે તે ઉજ્જૈનનગરીને માટે એક ઘણો જ ભવ્ય અને આનંદનો પ્રસંગ છે. સેનાપતિ : અરે, આ રથયાત્રા જોવા તો દેશદેશથી લાખો જીવો આ ઉર્જેનનગરીમાં ઊભરાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87