________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આફત. અને બલિદાન : ૩૫ પ્રભાવ હજી તપી રહ્યો છે, તેથી જરૂર કુદરત આપણને
મદદ કરશે. નિકલંક : અહો, મોટાભાઈ ! આવા કટોકટીના પ્રસંગમાં પણ
આપ આવું મહાન વૈર્ય રાખી શકો છો-એ ખરેખર
આશ્ચર્યની વાત છે. અકલંક : બંધુ, જૈનશાસનનો એવો જ કોઈ અચિંત્ય મહિમા
છે કે સુખમાં કે દુ:ખમાં-સર્વ પ્રસંગમાં તે જીવને
શરણભૂત છે. નિકલંક : અહા ! જૈનશાસનની ખાતર આપણે આપણું જીવન
સમર્પણ કર્યું, જૈનશાસનને ખાતર ઘરબાર છોડીને અહીં આવ્યા, જૈનશાસનને ખાતર જાનનું જોખમ ખેડીને ગુસપણે અહીં અભ્યાસ કર્યો... ને હવે... જૈનશાસનની
સેવાની આપણા જીવનની ભાવના શું અધૂરી રહેશે? અકલંક : બંધુ! હવે એ ખેદ ભૂલી જાઓ. હવે તો બસ,
અંતરની આરાધનાને યાદ કરો.... અને એવી સમાધિની ભાવના ભાવો કે, જો કદાચિત આ ઉપદ્રવના પ્રસંગમાં જ આપણું મૃત્યુ થઈ જાય તો આપણે અન્નપાણીનો ત્યાગ છે... અને જો આ સંકટમાંથી આપણે છૂટીએ તો આપણું
સમસ્ત જીવન જૈનધર્મની સેવામાં અર્પણ છે. નિકલંક : હો બંધુ! આપની વાત ઉત્તમ છે. હું પણ એ જ
પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી આ સંકટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com