Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 42
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૩૬ : અકલંક-નિકલંક માંથી પાર ન ઊતરીએ ત્યાં સુધી આહારપાણીનો ત્યાગ છે, અને જો આમાંથી છૂટીએ તો બાકીનું જીવન જૈનધર્મની સેવામાં સમર્પણ છે. (૧) પહેરેગીર : અરે! આ કલૈયાકુંવર જેવા ધર્મના પ્રેમી બે બાળકો કેવા હતાળ છે! આવા નિર્દોષ કુમારના સવારમાં પ્રાણ હણાઈ જશે... અરેરે ! કુદરત કેવી છે! : (૨) પહેરેગીર : ભૈયા, હમેં ભી બહુત દુ:ખ હોતા હૈ... લેકિન હમ ઈસમેં કયા કર સકે? નિકલંક : ભાઈ, મને એક સ્તુતિ બોલવાનું મન થાય છે. અકલંક : બોલ ભાઈ, ખુશીથી બોલ ! હું પણ તેમાં સાથ પુરાવીશ. (બહુ જ વૈરાગ્યથી સ્તુતિ બોલે છે) મારા ધર્મસેવાનાં કોડ... પ્રભુજી! પૂરા કરજો આજ... મારા ભવનાં બંધન છોડ... આશા પૂરી કરજો નાથ... શાસન સેવાની પ્રીતડી જાગી, ભવઉદ્વારક વીણા વાગી; ફરકે જૈન-ધરમનો ધ્વજ અવસર એવો દેજો નાથ... કે... મારા અવર મિથ્યાત્વી ધર્મ તજ્યા મેં, અનેકાન્તના પાઠ ભણ્યા મેં; ગાજે જૈન-ઘ૨મના નાદ આશા પૂરી કરજો નાથ... કે મારા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87