Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 40
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ : અકલંક-નિકલંક ગુરુ : જુઓ બાળકો, જે થઈ ગયું તે થઈ ગયું, હજી પણ તમને બચવાની એક તક આપું છું. જો તમે જૈનધર્મ છોડીને બૌદ્ધધર્મ અંગીકાર કરવા તૈયાર હો તો હું તમને છોડી મૂકું. નહિતર તમને દેહાંતદંડની શિક્ષા થશે. નિકલંક : દેહ જાય તો ભલે જાય, પરંતુ અમે અમારા વહાલા જૈનધર્મને કદી પણ છોડશું નહીં. જૈનધર્મ અમને પ્રાણથી પણ પ્યારો છે શિર જાવે તો જાવે... પણ જૈનધ૨મ નહીં જાવે... વિશ્વના કોઈ પણ ભયથી ડરીને અમે અમારા પ્યારા જૈનધર્મને છોડવાના નથી. જૈનધર્મને ખાતર આ પ્રાણ જાય કે રહે તેની અમને દરકાર નથી. ગુરુ : ઠીક છે, જાવ ગુપ્તચર... અત્યારે તો આ બન્નેને જેલમાં પૂરી દો. અને આખી રાત ત્યાં સખત ચોકી પહેરો રાખજો. સવાર પડતાં જ રાજાની આજ્ઞા લઈને તેમને ફાંસીએ લટકાવી દેશું. (ગુપ્તચર બન્નેને લઈ જાય છે ને જેલમાં પૂરે છે. જેલમાં અંધારામાં બન્ને ભાઈઓ વાતચીત કરે છે, બહાર પહેરેગીરો બેઠા છે.) નિકલંક : મોટાભાઈ! આપણે બહુ આકરી કસોટીમાં મુકાઈ ગયા, હવે આમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. અકલંક: ધૈર્ય રાખ... બંધુ! ધૈર્ય રાખ... જિનેન્દ્રભગવાન જીવનમાં આપણા સાથીદાર છે. જૈનશાસનનો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87