Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 46
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ : અકલંક-નિકલંક સેંકડો વિદ્વાનોને તે હરાવી શકે તેમ છે. માટે ચારે તરફ સૈનિકોને દોડાવો અને ગમે તેમ કરીને એને પકડી...પાડો... જો જીવતા ન પકડાય તો ઠાર કરી નાખજો... જાઓ.. જલદી જાઓ... (અનેક સૈનિકો ધમાધમ કરતા જાય છે. પડદો પડે છે. દશ્ય બદલાય છે...) (અકલંક-નિકલંક દોડતા ભાગી રહ્યા છે... ) અકલંક ઃ ચાલ નિકલંક, જલદી ચાલ! જેમ બને તેમ વધારે દૂર નીકળી જઈએ. નિકલંક : ભાઈ, જૈનધર્મનો પ્રભાવ છે કે આપણે જીવતા રહ્યા. (પડદામાંથી ધમાધમનો અવાજ આવે છે.) અકલંક : ભાઈ, જો... દૂર દૂર બૌદ્ધના સૈનિકો આપણને પકડવા માટે આવી રહ્યા છે... તેઓ ખૂબ ઉશ્કેરાયેલા હશે... અને ઝનૂનમાં આવી ગયા હશે, એટલે આપણને છોડશે નહીં... આ વખતે બચવું મુશ્કેલ છે. નિકલંક : ભાઈ, એમ કરો... આપ જલદી નાસવા માંડો, અને હું અહીં ઊભો ઊભો તેમને રોકી રાખીશ. અકલંક ઃ અરે બંધુ! શું આવા સંકટમાં તને છોડીને હું એકલો ચાલ્યો જાઉં? નકલંક : ભાઈ, મારા કરતાં તમે ઘણા હોશિયાર છો... જૈનશાસનની સેવા મારા કરતાં તમે વધારે કરી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87