________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪ : અકલંક-નિકલંક
(ધોબી ભાગતો જાય છે ને અરહંત અરહંત કરતો જાય છે.) ધ... ડા... ક! ધ. ડા... ક!
(સૈનિકો નજીક આવીને બન્નેને ઠાર કરે છે.) નિકલંક : હું...! અરહંત... અરહંત.... અ... ૨
(પ્રાણત્યાગ... બલિદાન) સૈનિકો : ચાલો... આપણું કામ પૂરું થયું. આ બન્ને જીવતા
પકડાય તેમ ન હતા... તેથી અહીં જ તેમને ઠાર કર્યા... ચાલો, હવે જલદી આ સમાચાર બૌદ્ધગુરુને પહોંચાડીએ. [ સૈનિકો જાય છે. નીરવ કરુણ શાંતિ છવાઈ જાય છે..... નિકલંકનો મૃતદેહ ત્યાં પડ્યો છે. થોડી વારે અકલંક ધીરે ધીરે શિથિલ પગલે આવે છે. અચાનક નિકલંકના દેહ ઉપર દૃષ્ટિ પડતાં જ “હા! નિકલંક... નિકલંક ! ભાઈ... મારો ભાઈ !” એવા પોકારપૂર્વક તેને ભેટી પડે છે. થોડી વાર ગંભીરતાથી તેની સામે જોઈ રહે છે. પછી ઘૂંટણભર થઈને કહે છે : ઘણા જ વૈરાગ્ય અને કરુણ ભાવે બોલે છે...]
અહા ! જૈનધર્મની ખાતર મારા ભાઈએ હસતાં-હસતાં પોતાના પ્રાણનું બલિદાન” કર્યું... પોતાના પ્રાણ કાઢીને એણે જૈનશાસનમાં નવા પ્રાણ પૂર્યા. બંધુ! જૈનશાસનની ખાતર આપેલું તારું બલિદાન નિષ્ફળ નહિ જાય... અહા, પ્રાણ કરતાં પણ જૈનધર્મને તેં પ્યારો ગણ્યો... આવો તારો જૈનધર્મ પ્રત્યેનો પ્રેમ... એ પરભવમાંય તારું કલ્યાણ કરશે, અને તને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com