________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આફત. અને.. બલિદાન : ૩૯ ઊઠ! જલદી કર. જો આ પહેરેગીરો ભરઊંઘમાં પડ્યા છે... આપણે આ જેલ ટપીને ઝડપથી નાસી જઈએ. (બને જેલ ઠેકીને નાસી જાય છે : પહેલા અકલંક જેલ કૂદી જાય છે ને પછી નિકલંકને હાથનો ટેકો આપીને બહાર કાઢે છે... એકબીજા સાથે હાથ મિલાવીને બન્ને ભાઈઓ દેડતા ભાગે છે. પડદો પડે છે... બદલાય છે.)
બૌદ્ધગુરુ : પહેરેગીરો! જાઓ... અકલંક-નિકલંકને જેલમાંથી
અહીં લઈ આવો. પહેરેગીરો : જેવી આજ્ઞા !
(પહેરેગીરો જાય છે.. ને હાંફળા-ફાંફળા પાછા આવીને કહે
મહારાજ! મહારાજ! એ તો બન્ને જેલમાંથી છટકીને નાસી
છૂટયા છે... બૌદ્ધગુરુ : હું! શું કહો છો ! શું એ નાસી છૂટયા? ગજબ થઈ !
સિપાઈઓ જાવ, એ બન્નેને જલદી પકડી પાડો. જો એ નહિ પકડાય તો બૌદ્ધધર્મને મોટું નુકશાન પહોંચાડશે. હું જાણું છું કે, એકલા અકલંકમાં જ એવી તાકાત છે કે મોટા મોટા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com