________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ : અકલંક-નિકલંક
પછી આપણે તેની ભૂલ શોધીને સત્ય જૈનધર્મનો પ્રચાર
કરી શકીશું. નિકલંક : પણ ભાઈ ! એ બૌદ્ધલોકો આપણને જૈનોને કાંઈ
અભ્યાસ નહિ કરાવે. અકલંક : એનો પણ ઉપાય મેં વિચાર્યો છે. સાંભળ! (કાનમાં
કહે છે.) નિકલંક : વાહ, બહુ જ સરસ ઉપાય ! ધન્ય છે મોટા ભાઈ,
તમારી બુદ્ધિને. અકલંક : હવે આપણા કાર્યની સિદ્ધિ માટે જલદી અહીંથી
પ્રસ્થાન કરવું જોઈએ. નિકલંક : હા, પરંતુ જતાં પહેલાં આપણે આ વાત પિતાજીને
જણાવી દેવી જોઈએ નહિતર તેઓ આપણી શોધખોળ
કરશે. અકલંક : તારી વાત સાચી છે. ચાલો આપણે પિતાજીની આજ્ઞા લેવા જઈએ.
( પિતાજી પ્રવેશ કરે છે.) નિકલંક : લ્યો, આ પિતાજી આવી પહોંચ્યા....
(બન્ને ભાઈઓ હાથ જોડીને વંદન કરે છે.) અકલંક : પિતાજી! જૈનશાસનની સેવા ખાતર અમે દેશાંતર
જઈએ છીએ. આપ અમારી કાંઈ ચિંતા કરશો નહિ. અમારી સર્વ બુદ્ધિ, શક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, તન-મન-ધનવચન વગેરે સર્વસ્વથી અમે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com