________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નાલંદાની બૌદ્ધ-વિધાપીઠમાં : ૩૧ જશે; પછી આપણે તેને ઓળંગીને ચાલ્યા જશું. નિકલંક : બહુ સારું. ભાઈ ! ધન્ય છે આપની બુદ્ધિને.
(અંદરથી સાદ પડે છે : અકુ-નિકુ! ઓ અકુ-નિકુ.) અકલંક : ચાલો ભાઈ, આપણો વારો આવ્યો.
(બને અંદર જાય છે. થોડી વારે અંદરનો પડદો ઊઘડે છે, ત્યાં એક મૂર્તિ અગર ચિત્ર પર દોરા પડેલા દેખાય છે. તરત પડદો પડે છે. થોડી વારે પડદો ઊઘડે છે ને બૌદ્ધગુરુ તથા મંત્રી ચિંતામગ્ન બેઠેલા દેખાય છે.) મંત્રી : મહારાજ ! દરેકે દરેક વિદ્યાર્થી મૂર્તિને ઓળંગીને ચાલ્યા
ગયા, માટે આમાં તો કોઈ જૈન હોય એમ લાગતું નથી. ગુરુ : નહિ, મંત્રીજી ! સંભવ છે કે આમાં પકડાઈ જવાની બીકે
પણ તે જૈનવિદ્યાર્થી મૂર્તિને ઓળંગી ગયો હોય. તેથી આજ રાત્રે હું એક નવી પરીક્ષા કરવા માગું છું. અને
તેમાં જે જૈન હશે તે જરૂર પકડાઈ જશે. મંત્રી : એવી કઈ યુક્તિ છે, ગુરુજી! ગુરુ : સાંભળો મંત્રીજી! માણસ જ્યારે ભર ઊંઘમાંથી ઝબકીને
જાગે છે ત્યારે તેના મુખમાંથી કુદરતી રીતે પોતાના ઇષ્ટદેવનું જ નામ નીકળે છે, તેથી એવી યોજના કરી છે કે, આજ રાતે દરેક વિદ્યાર્થીની પથારી પાસે ગુસપણે એક એક ચોકીદાર ગોઠવવો અને બધા વિદ્યાર્થીઓ જ્યારે ભરઊંઘમાં હોય ત્યારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com