________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ : અકલંક-નિકલંક
નિલંક ( ગદ્ગદ્ થઈને) ભાઈ! આપણા માથે મોટું ધર્મસંકટ આવી પડયું. હવે આપણે શું કરશું ? જિનેન્દ્ર ભગવાન આપણા ઇષ્ટદેવ, -તેમની પ્રતિમાનું ઉલ્લંઘન આપણાથી કેમ થઈ શકે? પ્રાણ જાય તોપણ એમ ન જ બની શકે. અને જો તેમ નથી કરતાં તો હમણાં જ આપણે બૌદ્ધગુરુના હાથે પકડાઈ ને મૃત્યુ પામવાના, અને જૈનશાસનની સેવા માટેની આપણી ભાવના અધૂરી જ રહેવાની. વળી અત્યારે વિશેષ વિચાર કરવાનો પણ ટાઇમ નથી, કેમકે હમણાં જ મૂર્તિને ઉલ્લંઘન કરવાનો આપણો વારો આવશે.
અલંક (નિકલંકના વાંસા ઉપર હાથ મૂકીને) : બંધુ! પ્રાણ જાય તોપણ આપણા ઇષ્ટદેવ જિનેન્દ્ર ભગવાનનો અવિનય ન કરવાની તારી ભાવના જોઈને મને ઘણો આનંદ થાય છે. તારી એ ભાવનામાં અડગ રહેજે. જિનેન્દ્ર ભગવાન આપણા જીવનના સાથીદાર છે.
નિકલંક : પણ ભાઈ, મને ચિંતા થાય છે કે હવે આપણું શું થશે! તમે ઉત્પાદિક બુધ્ધિવાળા છો, તો અત્યારે કાંઈક યુક્તિ શોધી કાઢો.
અકલંક (જરા વાર વિચાર કરી ) : ભાઈ ! તું નિશ્ચિંત રહે. મને ઉપાય સૂઝી ગયો છે. લે આ દોરો ! જ્યારે આપણો વારો આવે ત્યારે એ મૂર્તિ પર આ દોરો નાંખીને તેને પરિગ્રહવાળી કલ્પી લેજે, એટલે એ મૂર્તિ જૈનમૂર્તિ મટી જશે, ને પરિગ્રહવાળી બની
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com