Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 34
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮: અકલંક-નિકલંક (ઇન્સ્પેક્ટર જાય છે...દશ્ય બદલાય છે... વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા બેઠા ગોખી રહ્યા છે...) ગુરુજી (વેગપૂર્વક આવીને ગુસ્સાથી કહે છે) : ચૂપ કરો. સાંભળો ! કાલે આ પુસ્તકમાં જૈનધર્મના પ્રકરણમાં ચાત શબ્દ ન હતો અને પાછળથી કોઈ કે લખ્યો છે. બોલી જાઓ...એ શબ્દ કોણે લખ્યો છે? (બધા વિદ્યાર્થીઓ ભયથી ગુપચુપ બની જાય છે.) ગુરુ (ઉગ્રતાથી) : બોલો, કેમ કોઈ બોલતું નથી ? બધા વિદ્યાર્થીઓ એક સાથે : ગુરુજી, અમે કાંઈ જાણતા નથી. ગુરુ : એ શબ્દ તમારામાંથી જ કોઈકે લખ્યો છે. જેણે લખ્યો હોય તે સીધી રીતે માની જાવ. નહિતર હું કડક શિક્ષા કરીશ. (કંઈ બોલતું નથી; થોડી વારે પહેલા વિદ્યાર્થી તરફ જોઈને ગુરુ પૂછે છે- ) ગુરુ : બોલ, તેં આ લખ્યું છે? વિધાર્થી : જી.ના; નથી લખ્યું, અને કોણે લખ્યું છે તે પણ જાણતો નથી, ગુરુ (બીજા વિદ્યાર્થી પ્રત્યે) : બોલ, તે લખ્યું છે? વિદ્યાર્થી : જી. ના....મને કાંઈ ખબર નથી. (એ પ્રમાણે બાકીના બધા વિદ્યાર્થીને પૂછે છે; બધા વિદ્યાર્થી “જી... ના” એમ કહે છે. છેવટે અકલંકને પૂછે છે) ગુરુ : બોલ, અકલંક ! તેં આ લખ્યું છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87