Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 28
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ : અકલંક-નિકલંક કેટલાક લોકો ભ્રમથી વસ્તુને નિત્ય માને છે, પરંતુ આપણો બૌદ્ધધર્મ એકાંત ક્ષણિકવાદી છે. બધું જ ક્ષણિક છે એમ સમજી તેનાથી વિરક્ત થવું એવો આપણા ધર્મનો ઉપદેશ છે. (અકલંક-નિકલંક બૌદ્ધશિષ્યોના વેષમાં આવે છે; આવીને બૌદ્ધગુરુને નમસ્કાર કરે છે.) ગુરુ : આવો બાળકો! કયાંથી આવો છો? અકલંક : મહારાજ ! અમે સૌરાષ્ટ્ર દેશથી આવીએ છીએ. ગુરુ : બાળકો ! આટલે દૂરથી શા હેતુથી આવો છો? નિકલંક : સ્વામીજી! આપની આ નાલંદા વિદ્યાપીઠની અમે ખૂબ પ્રશંસા સાંભળી છે, તેથી આ વિદ્યાલયમાં રહીને આપની પાસે બૌદ્ધધર્મનો અભ્યાસ કરવા આવ્યા છીએ. માટે અમને આપના વિદ્યાલયમાં દાખલ કરો ને બૌદ્ધધર્મનો અભ્યાસ કરાવો. ગુરુ : બાળકો! તમે જૈનધર્મી તો નથી ને? –કેમકે જૈનોને અમે આ વિદ્યાલયમાં ભણાવતા નથી. અકલંક : નહિ મહારાજ! અમે તો બૌદ્ધધર્મનો અભ્યાસ કરવા આવ્યા છીએ. ગુરુ : ભલે, બહુ સારું. પરંતુ બૌદ્ધધર્મના સૂક્ષ્મ સિદ્ધાંતો તમે સમજી શકશો? નિકલંક : જરૂર મહારાજ ! આ મારા મોટાભાઈ તો મહા બુદ્ધિમાન અને એકપાઠી છે, –માત્ર એક વખત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87