Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 29
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નાલંદાની બૌદ્ધ-વિદ્યાપીઠમાં : ર૩ સાંભળવાથી તેને બધું યાદ રહી જાય છે. અકલંક : અને આ મારા નાનાભાઈ પણ બહુ બુદ્ધિમાન છે, માત્ર બે વખત સાંભળવાથી તેને બધું યાદ રહી જાય છે. ગુરુ : ભલે, ખુશીથી અહીં રહીને ભણો, પરંતુ યાદ રાખજો કે કદી પણ જૈનધર્મનો પક્ષ કરશો તો કડક શિક્ષા કરવામાં આવશે–એવો આ વિદ્યાલયનો નિયમ છે. અકલંક : ભલે ગુરુજી! અમે આપના નિયમનું પાલન કરશું. ગુરુ : જાઓ, વર્ગમાં બેસો. (વર્ગમાં જઈને બેસે છે ને બધાની સાથે બોલે છે.) बुद्धं शरणं गच्छामि। धम्मं शरणं गच्छामि। संघं शरणं गच्छामि। ગુરુ : સાંભળો, વિદ્યાર્થીઓ! આજે હું તમને જૈનધર્મનું પ્રકરણ સમજાવું, અને તેમાં શું ભૂલ છે તે બતાવું. આપણા બૌદ્ધધર્મના હિસાબે આ જગતમાં બધું સર્વથા ક્ષણભંગુર અનિત્ય જ છે; પરંતુ જૈનો તો વસ્તુને નિત્ય માને છે અને તેને જ વળી અનિત્ય માને છે. જુઓ, તેમના આ શાસ્ત્રમાં લખે છે કે નીવ: મસ્તિ, નીવ: નાસ્તિ, એટલે કે જીવ છે, જીવ નથી. (૧) વિદ્યાર્થી : આમ કહેવાનું શું કારણ? ગુરુ : કારણ બીજાં શું હોય? –અજ્ઞાન! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87