Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 25
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનશાસનની સેવા ખાતર : ૧૯ નિકલંક : કહોને ભાઈ, તમે બોલતાં બોલતાં કેમ અટકી ગયા? – ને શાની ચિંતામાં પડી ગયા? અકલંક : બંધુ! શું કહ્યું? ચિંતા તો આપણને બીજી શી હોય? જીવનમાં માત્ર એક જ ચિંતા છે કે જૈનશાસનનો ઉદ્ધાર કેવી રીતે થાય? જગકલ્યાણકારી જૈનશાસનની વર્તમાન હાલત મારાથી જોઈ શકાતી નથી. અત્યારે ભારતમાં ઠેર ઠેર અન્ય ધર્મનું જોર ચાલી રહ્યું છે, જૈનધર્મ તો ભાગ્યે જ કયાંક દેખાય છે, તેથી અત્યારે તો જૈનધર્મના ઉદ્ધારની જ ખાસ ચિંતા છે. નિકલંક : હું ભાઈ ! મને પણ જૈનધર્મના ઉધ્ધારની બહુ જ ભાવના થાય છે; તો આપ કોઈ એવો ઉપાય વિચારો કે જેથી ભારતભરમાં જૈનધર્મનો મહાન પ્રભાવ ફેલાય. અકલંક : બંધુ! મને એક યુક્તિ સૂઝી છે, અને વળી પિતાજીએ જૈનશાસનને ખાતર જીવનનું બલિદાન કરવાની રજા આપી છે. તેથી આપણો માર્ગ ઘણો સુગમ થશે. નિકલંક : કહો, કહો, ભાઈ ! કઈ યુક્તિ છે? અકલંક : સાંભળ ભાઈ ! અત્યારે ભારતભરમાં બૌદ્ધધર્મનું ઘણું જોર છે, એટલે આપણે પ્રથમ તો બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો ખૂબ જ અભ્યાસ કરવો પડશે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87