Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા : ૧૧
પિતાજી : વાહ! ઉત્તમ સમાચાર ! ચાલો, આપણે પણ મુનિરાજનાં દર્શન તથા પૂજન કરવા જઈએ.
(બધા જાય છે... પડદો ઊંચો થતાં મુનિરાજ દેખાય છે; બધા અર્થની રકાબી લઈને આવે છે... ને નમસ્કાર કરીને નીચે મુજબ સ્તુતિ બોલે છે–)
ચહું ગતિ દુ:ખસાગર વિષે, તારનતરન જિહાજ; રત્નત્રયનિધિ નગ્ન તન, ધન્ય મહા મુનિરાજ. (હરિગીત )
હૈ મોક્ષસાધક મુનિવરા નિજ સ્વરૂપમાં ઝૂલી રહ્યા; ભવ-ભોગથી વૈરાગ્ય ધારી, સિદ્ધપદ સાધી રહ્યા; રત્નત્રયધારક પ્રભુજી! ધન્ય તારું જીવન છે, તુજ ચરણના પૂજન વડે જીવન સફળ અમ આજ છે. ૐ હ્રીં શ્રી દસલક્ષણધર્મધારક વીતરાગી નિગ્રંથ મુનિરાજ ચિત્રગુપ્તસ્વામી ચરણકમળપૂજનાર્થે અર્થ નિર્વપામીતિ સ્વાહા...
નગરશેઠ : અહો ! અમારાં ધન્ય ભાગ્ય છે કે આ
દસલક્ષણધર્મના મહાન પર્વમાં મુનિરાજનાં દર્શન થયાં. હું પ્રભુ ! વીતરાગી જૈનધર્મનો અને રત્નત્રયની ઉત્કૃષ્ટ આરાધનાનો કૃપા કરીને અમને ઉપદેશ આપો. શ્રી મુનિરાજ ઉપદેશ આપે છે
(સૂત્રધારે પડદા પાછળથી બોલવાનું.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87