Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 18
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ : અકલંક-નિકલંક આજે દસલક્ષણીધર્મનો ઉત્તમ દિવસ છે. આત્માનો પૂર્ણાનંદ સ્વભાવ પ્રગટ કરીને જેઓ સર્વજ્ઞ પરમાત્મા થયા, એવા અરિહંત ભગવાનનો ઉપદેશ છે કે હું જીવો! તમારા આત્મામાં પૂર્ણ જ્ઞાનઆનંદ સ્વભાવ ભર્યો છે, તે સ્વભાવની શ્રદ્ધા કરો, તેનું જ્ઞાન કરી ને તેમાં લીનતા કરો. સ્વરૂપમાં લીનતા વડે ચૈતન્યનું પ્રતપન થવું એટલે કે ઉગ્રપણે ખીલી નીકળવું તે તપ છે. શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર અને તપ એવી ચતુર્વિધ આરાધના વડે ચાર ગતિનો અંત કરીને સિદ્ધપદ પમાય છે. અહો જીવો! આ સંસાર ઘોર દુ:ખથી ભરેલો છે. તેનાથી આત્માને બચાવવા માટે અત્યંત ભક્તિપૂર્વક ચતુર્વિધ આરાધના કરો. ચાર આરાધનામાં પણ સૌથી પ્રથમ સમ્યકત્વની આરાધના છે; અતિશય ભક્તિપૂર્વક તે સમ્યકત્વની આરાધના કરો. અને પછી વિશેષ શક્તિ હોય તો ચારિત્રધર્મ અંગીકાર કરીને જીવન સફળ બનાવો. પુરુષોત્તમ શેઠ (ઊભા થઇને કહે છે) : હે પ્રભો! આપનો કલ્યાણકારી ઉપદેશ સાંભળીને અમને ઘણી પ્રસન્નતા થાય છે. પ્રભો ! ચારિત્રદશા અંગીકાર કરવાની તો મારી શક્તિ નથી, પરંતુ આ સંસારના ક્ષણભંગુર ભોગોથી મારું ચિત્ત ઉદાસ થયું છે, તેથી આપની પાસે હું આજીવનબ્રહ્મચર્યવ્રત અંગીકાર કરું છું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87