________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨] બ્રહ્મચર્ય-પ્રતિજ્ઞા
[ શાસ્મસભા ચાલે છે, તેમાં અકલંક-નિકલંકના પિતાજી પુરુષોત્તમ શેઠ નિયમસાર ગાથા ૯૦ વાંચે છે; આઠદસ શ્રોતાજનો સાંભળે છે.]
પુરુષોત્તમ શેઠ : મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યકત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે.
અહા ! આચાર્ય ભગવાન કહે કે આત્મસ્વરૂપની સન્મુખ થઈને શુદ્ધ રત્નત્રયની ભાવના જીવે પૂર્વે કદી ભાવી નથી; અનંતકાળથી મિથ્યાત્વાદિ ભાવોને જ જીવે ભાવ્યા છે, તેથી જ તે સંસાર-પરિભ્રમજ્ઞ કરી રહ્યો છે. આ જગતમાં તે મુનિવરો જ પરમસુખી છે કે જેઓ ચૈતન્યસ્વરૂપમાં મગ્ન થઈને રત્નત્રયને ભાવી રહ્યા છે. અહા ! એવા મુનિવરોનાં દર્શન થાય તે જીવન પણ ધન્ય
છે...
(અકુ-નિકુ હર્ષપૂર્વક આવીને કહે છે.) અકુ-નિકુ : પિતાજી, પિતાજી! આપણી નગરીના ઉદ્યાનમાં
ચિત્રગુપ્ત મુનિરાજ પધાર્યા છે, તેમનાં દર્શનથી અમને ઘણો આનંદ થયો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com