________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ : અકલંક-નિકલંક
પણ પુણ્ય-પાપ સહિત નવ તત્ત્વ કેમ ન કહ્યાં ?
નિકલંક : પુણ્ય-પાપનો સમાવેશ આસ્રવ અને બંધ તત્ત્વમાં થઈ જાય છે, તેથી તેને જુદાં ન કહ્યાં.
અકલંક : આ તત્ત્વોમાં ઉપાદેય તત્ત્વો કયા કયા છે?
પારસ : શુદ્ધ જીવતત્ત્વ ઉપાદેય છે; તથા સંવર-નિર્જરા એક અંશે ઉપાદેય છે, ને મોક્ષતત્ત્વ ઉપાદેય છે.
નિકલંક : બાકી કયા-કયા તત્ત્વો રહ્યાં ?
ચંદ્ર : બાકી અજીવ, પુણ્ય-પાપસહિત આસવ ને બંધ, એ તત્ત્વો રહ્યાં; તે હ્રય છે.
ભરત : વાહ! આજે સમ્યગ્દર્શનની અને હૈય-ઉપાદેય તત્ત્વની ઘણી સરસ ચર્ચા થઈ; આના ઉપર ઊંડો વિચાર કરીને આપણે સૌએ સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવા જેવું છે.
અકલંક ઃ હા, ભાઈઓ! સૌએ એ જ કરવા જેવું છે, ઘરે જઈને સૌ એ જ પ્રયત્ન કરજો; એનાથી જ જીવનની સફળતા છે.
[એક બાજુ પડદો ઊંચો થતાં મુનિરાજ દેખાય છે. ]
છોકરાઓ : અહા ! જુઓ, જુઓ! ત્યાં કોઈ મુનિરાજ બેઠા હોય તેવું દેખાય છે.
અકુ-નિકુ : વાહ! ધન્ય ઘડી... ધન્ય ભાગ્ય! ચાલો, આપણે ત્યાં જઈને તેમનાં દર્શન કરીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com