Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 22
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ : અકલંક-નિકલંક અકલંક : પિતાજી! જ્યારે જૈનશાસન અમને સાદ પાડીને પોકારી રહ્યું છે ત્યારે લગ્ન કરીને અમે સંસારના બંધનમાં બંધાઈ જઈએ-એ શું યોગ્ય છે? –નહિ, નહિ. નિકલંક : અમને વિશ્વાસ છે કે જૈનધર્મના એક પરમ ભક્ત તરીકે આપ અમારી વાત સાંભળીને ખુશી થશો, અને જૈનધર્મની સેવામાં અમારું જીવન વીતે એ માટે આપ અમને હર્ષપૂર્વક આજ્ઞા આપશો. એટલું જ નહિ, જૈનધર્મને ખાતર અમારા પ્રાણનું બલિદાન દેવાનો પ્રસંગ આવે તોપણ હસતાં હસતાં અમારા પ્રાણનું બલિદાન લઇને પણ જૈનધર્મનો વિજયઝંડો જગતમાં ફરકાવશું. (સભામાં તાલીના ગડગડાટ) પિતાજી : શાબાશ બેટા, શાબાશ! જૈનધર્મ પ્રત્યે તમારી આવી મહાન ભક્તિ દેખીને હવે તમને મારાથી કેમ રોકાય? તમારી આ ઉત્તમ ભાવનામાં અમારું પણ અનુમોદન છે. અકલંક : પિતાજી! આશીર્વાદ આપો કે અમારું આ જીવન આત્માના હિત માટે વીતે; અમે અમારું આત્મહિત સાધીએ અને જૈનધર્મની સેવા માટે અમારું જીવન અર્પીએ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87