________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : અકલંક-નિકલંક
આ જીવન જૈનધર્મની સેવામાં વીતે એવી અમારી
ભાવના છે. નગરશેઠ : ચાલો, હવે આપણે દસલક્ષણી-પૂજન કરવા માટે જઈએ.
(બધા નમસ્કાર કરીને નગરીમાં જાય છે.)
-બાર વર્ષ બાદ
[૩] જૈનશાસનની સેવા ખાતર[ ઉપરોક્ત પ્રસંગને બાર વર્ષ વીતી ગયાં; અકલંક-નિકલંક મોટા થયા, તેમના લગ્નનના તૈયારી માટે પિતાજી વસ્ત્રાભૂષણ એકઠાં કરે છે,
ત્યાં અકલંક નિકલંક પ્રવેશે છે. શરૂઆતનાં બે દશ્યોમાં અકલંકનિકલંકના જે પાત્રો હતાં તે બાળપણમાં નાના અકલંક-નિકલંક હતા; અને હુવે જે અકલંક-નિકલંકનાં પાત્રો આવે છે તે મોટા અકલંકનિકલંક છે. અહીંથી શરૂ થતું મોટા અકલંકનું પાત્ર સ્વ. ધીરેન્દ્રકુમારે, અને નિકલંકનું પાત્ર સ્વ. વિનુભાઈએ ભજવ્યું હતું.] નિકલંક : પિતાજી! આ બધી શી ધમાલ છે? પિતાજી : પુત્રો! હવે તમે ઉમરલાયક થયા તેથી તમારા લગ્નની
તૈયારી ચાલે છે. પુત્રો : નહિ, નહિ, પિતાજી ! અમે તો બાર વર્ષ પહેલાં ચિત્રગુપ્ત
મુનિરાજ પાસે આપની સાથે જ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com