________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ : અકલંક-નિકલંક ભરત : ચાલો આપણે અકુ-નિકુને પ્રશ્ન પૂછીએ, અને તેઓ
આપણને સમજાવશે. અકલંક : બહુ સારું, ખુશીથી પૂછો ! તત્ત્વચર્ચાથી અમને પણ
આનંદ થશે. જ્યોતિ : ભાઈ, અનંતકાળે આપણને આ મનુષ્ય અવતાર
મળ્યો; તો હવે આ જીવનમાં શું કરવા જેવું છે? અકલંક : મનુષ્યજીવનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના
કરવા જેવી છે. આશિષ : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના
કેવી રીતે થાય ? નિકલંક : એ રત્નત્રયના મુખ્ય આરાધક તો મુનિવરો છે; તેઓ
ચૈતન્યસ્વરૂપમાં લીનતા વડે રત્નત્રયને આરાધે છે. હસમુખ : રત્નત્રયના “મુખ્ય આરાધક મુનિવરો છે, તો શું
ગૃહસ્થોને પણ રત્નત્રયની આરાધના હોઈ શકે? અકલંક : હા; એક અંશરૂપે રત્નત્રયની આરાધના ગૃહસ્થોને
પણ હોઈ શકે છે. પારસ : આપણા જેવા નાના બાળક પણ શું રત્નત્રયની
આરાધના કરી શકે? નિકલંક : હા, જરૂર કરી શકે, પણ તે રત્નત્રયનું મૂળ બીજ
સમ્યગ્દર્શન છે; પહેલાં તેની આરાધના કરવી જોઈએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com