________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપોદ્યાત [ મંગલ પ્રાર્થના બાદ સૂત્રધારે બોલવું] આદરણીય સાધર્મી ભાઈઓ તથા બહેનો!
જૈનશાસનના પ્રતાપે આજે અમે નાનાં બાળકો આપની સમક્ષ એક ધાર્મિક નાટક રજા કરી રહ્યાં છીએ. આ નાટક અકલંક-નિકલંકના જીવનનું છે. અકલંક સ્વામી જૈનધર્મના મહાન ધૂરંધર આચાર્ય હતા, અને નિકલંક તેમના નાના ભાઈ હતા. તેઓ બન્ને જૈનધર્મના પરમ ભક્ત હતા. તેમના સમયમાં જૈનધર્મનો વિકાસ રૂંધાઈ ગયો હતો ને બૌદ્ધધર્મનું વિશેષ જોર હતું. તેથી જૈનધર્મનો ખૂબ જ વિકાસ કરીને તેની મહાન પ્રભાવના કરવાની તે બન્ને ભાઈઓને ઘણી ઉત્કંઠા હતી. પિતાજીની સાથે જ બંને ભાઈઓએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી અને પોતાનું જીવન જૈનધર્મની સેવામાં અર્પી દીધું. પછી જૈનધર્મની પ્રભાવના ખાતર બન્ને ભાઈઓએ શું-શું કર્યું? તે આપ આ સંવાદમાં જોશો.
આમાં કોઈ અતિહાસિક ક્ષતિ હોય તો લક્ષમાં ન લેતાં, માત્ર જૈનધર્મપ્રત્યેની ભક્તિનો જ ઉદ્દેશ લક્ષમાં લેવા વિનંતિ છે.
જય જિનેન્દ્ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com