________________
પરમ કૃપાળુ શાંતભૂતિ પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરજીને
મંગળ આશીર્વાદ
જિન શાસનના આધારસ્તંભસમ આગમનું તાવિક પર્યાલચન શ્રમણજીવનની સારમયતા વધારે છે.
જ્ઞાનધ્યાન અને સ્વાધ્યાયની પ્રવૃત્તિ વિશેની માનસિક અને અંતરંગ સ્થિતિને સંયમાનુકૂલ રાખવા માટે ખૂબ જ ઉપયેગી નિવડે છે.
આ દષ્ટિએ ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમ દ્ધારક શ્રી વર્તમાન સાધુ સંઘના ધ્રુવતારકસમાં હતા.
તેઓશ્રીની અવિરત શ્રતે પાસના અપ્રમત્તપણે આગમન તાત્વિક રહસ્યને હદયંગમ કરવાની સાધના, અને આગમવાચના આગમનું મુદ્રણ, આગમને શિલા અને તામ્રપત્રપર ઉત્કીર્ણ કરાવીને ચિરસ્થાયી બનાવવાની દીર્ઘગામી દષ્ટિ સાથે જનસાધારણના હૈયામાં પણ આગમોના ગૂઢ અતિનિગૂઢ સૂક્ષ્મ તો પોતાની અમેઘ દેશના અને સુંદર વ્યાખ્યાન શક્તિથી ઉતાર્યા છે. એ ખરેખર આપણું માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે.
લિપિબદ્ધ થયેલા પણ અપ્રકાશિત રહેલા આ વ્યાખ્યાનેને સુવ્યવસ્થિત રૂપે સુવાચ્ય સ્વરૂપમાં પ્રકાશિત કરવાની યોજના રૂપે
આગમત નું પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘને સર્વ રીતે રત્નત્રયીની આરાધનામાં સહયેગી બને એ અંતરની શુભ કામના છે.”