________________
આગમત
આ ઉપદેશને યથાર્થ પણે ઓળખનારોજ આંધળો છતાં વિવેકદષ્ટિએ દેખનારાઓને દીપાવનાર છે, કાને બહેરો હોય છતાં સકર્ણ સમુદાયને શોભાવનાર છે.
આ ઉપદેશને ઝીલીને તેને ઝેલે ચઢનારે નરેમ, માત્ર સમિતિ અને ગુપ્તિના નામે જ જાણે તે પણ તે વિચક્ષણ વર્ગને વર્ણનીય જ્ઞાની ગણાય છે.
આ ઉપદેશ યથાતથ પણે અંતરમાં ન ઉતરે તે શ્રી મહાવિદેહક્ષેત્રના એક હજાર અને કંઈક ન્યૂન એકવીસ હાથી પ્રમાણુ શાહીથી લખી શકાય એટલા જ્ઞાનવાળે છતાં પણ તે શ્રી સંઘની કઈ પણ વ્યક્તિ તરીકે ગણાતું નથી, તેમજ તેને મોક્ષ માર્ગની મુસાફરી કરવાને મરથ પણ થયે નથી એ ચોક્કસ છે.
આ ઉપદેશને ઝીલવા ઝંપલાવવું એ જ અનેક ભવ સુધી સકળ જીવને શાસનરસિક બનાવવાની નીપજાવેલી ભાવનારૂપ વલ્લીનું અનુપમ અને સ્વપરને અવ્યાબાધઆનંદવાળું સ્થાન અર્પણ કરનાર ફળ છે.
આ ઉપદેશ સમસ્ત સમ્યકશ્રુત, સમસ્ત લોકેત્તર પ્રવચન, સમસ્ત અંગપ્રવિણ, સમસ્ત આચારાંગ, સમસ્ત નવ બ્રહ્માધ્યયન અને સમસ્ત શાસ્ત્રપરિણાને ઊંડે અને અદ્વિતીય પાયે છે.
આ ઉપદેશની યથાર્થપણાની પ્રતીતિરૂપ ઊંડા પાયા ઉપર સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, સમ્યક્રચારિત્ર, દેશવિરતિ, સર્વવિરતિની પ્રાપ્તિ, પિષણ કે અભિવૃદ્ધિની મેટી મહેલાતે રચી શકાય છે.
આ ઉપદેશનું યર્થાથ શ્રવણ, જ્ઞાન, શ્રદ્ધાન અને અનુકૂળ અનુષ્ઠાન નાસ્તિકવાદને નિરાસ કરે છે, અદ્વૈતવાદને નસાડી મૂકે છે, શૂન્યવાદને સંહાર કરે છે, સાંખ્ય અને યોગના વાદને વિષમી દશા થાય તેવી રીતે વખેડી નાખે છે અને આત્માને ભવ્યત્વના ભવ્ય દેખાવમાં દાખલ કરી શુક્લ પાક્ષિકપણાના પણ બનાવી, સમ્યક્ત્વને સખા સજી, વિરતિવનિતાનું વિશ્રામસ્થાન વિસ્તારનાર બનાવી અવ્યયપદથી અવ્યાબાધ વરમાળા વરવાને લાયક બનાવે છે. (ક્રમશઃ)