Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાગરમાં ડૂબતાં જેને માટે નૌકાસમાન છે તેમને હું (મિ) માથું નમાવીને પ્રણામ કરું છું . ૪
હું મુનિ ઘાસીલાલ (ની સરસ્વતી વંત્યા) જિનેન્દ્ર દેવના મુખચન્દ્ર માંથી નીકળેલી દિવ્ય દેશનાને નમન કરીને (રીસૂત્રાર્થરિજા નવન્દ્રિા ચિ) નન્દીસૂત્રના અર્થને સ્પષ્ટ કરનારી આ જ્ઞાનચન્દ્રિકા નામની ટીકા બનાવું છું કે પા “રૂદુ વહુ” ઈત્યાદિ.
આ કાળમાં તીર્થકર ભગવાને દ્વારા ઉપદેશાલ અર્થરૂપ આગમને લઈને ગણધરેએ તેની સૂત્રરૂપે ગુંથણી કરી છે. અન્યત્ર પણ એ જ વાત કહેવાઈ છે-“અલ્ય મારૂ રિ, સુd fથતિ જળવા નિબT '' ઈત્યાદિ.
અહંત ભગવાન સર્વ પ્રથમ અર્થરૂપે આગમની રચના કરે પછી ગણધરે સૂત્રરૂપે તેની પ્રરૂપણ કરે છે. વર્તમાન કાળમાં પૂર્વાપરવિરોધો વિનાના હોવાને કારણે સ્વતઃપ્રમાણભૂત (૩૨) બત્રીસ સૂત્રો ઉપલબ્ધ (પ્રાપ્ત) છે. તે નીચે પ્રમાણે છે
ઉપોદ્ધાતઃ
આચારાંગ વગેરે અગિયાર અંગસૂત્ર ૧૧, ઔપપાતિક વગેરે બાર ઉપાંગસૂત્ર૧૨, નંદી આદિ ચાર મૂલસૂત્ર ૪, બૃહત્કલ્પાદિક ચાર છેદ સૂત્ર ૪, તથા એક આવશ્યક સૂત્ર. (૩૨).
મૂળસૂત્રરૂપથી પ્રસિદ્ધ આ નન્દીસૂત્રના કર્તા દેવવાચક આચાર્ય છે એવું કેટલાક કહે છે. કેટલાક એવું કહે છે કે “દેવવાચક આચાર્ય આ સૂત્રના રચનાર નથી પણ તેનું સંકલન કરનાર છે. પણ આ બન્ને માન્યતાઓ બરાબર નથી, કારણ કે ગણધરના સમયમાં દેવવાચક આચાર્ય હતા નહિ, તે તે સર્વવિદિત જ છે. વળી નંદીસૂત્ર તે ગણધરોના સમયમાં પણ હતું, કારણ કે ગણધરકત સમવાયાંગ સૂત્રમાં (૮૮ સ.) ભગવતીસૂત્રમાં (૮રૂા. ૨ ૩) અને રાજપ્રશ્નીયસૂત્રમાં “ગઠ્ઠ સંતી” એ પાઠ જોવામાં આવે છે, આ પાઠથી ગણધરના સમયમાં નદીસૂત્રનું અસ્તિત્વ સ્પષ્ટરૂપે સાબિત થાય છે. જે પૂર્વોકત
શ્રી નન્દી સૂત્ર
૧૪