Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મંગલાચરણમ્
ગુજરાતી ભાષાનુવાદ.
મંગળાચરણને અર્થ( વિજળવિધાનમ્ ) મુક્તિમાર્ગના પ્રણેતા ( વીવતાન ) ના અજોડ રક્ષક (યુનત્તાન) દેવે અને મનુષ્ય દ્વારા જેની સ્તુતિ થાય છે એવાં (વોમાસમાન) કેવળજ્ઞાનથી સદા પ્રકાશિત, (ગામરણનિકાનમ) શાન્તરસનું ઝરણ, (જ્ઞાનતાનપ્રધાનમ) પિતાની દિવ્ય દેશના દ્વારા મનુષ્યને માટે સમ્યકજ્ઞાનના દાતા, તથા (મયુર્વાનિધાનમ) અપાર સુખના ભંડાર એવા (વર્ષમાનં નમામિ) વર્ધમાન પ્રભુને હું માથું નમાવીને નમન કરૂં છું.
ભાવાર્થ–ટીકાકારે આ લોક-દ્વારા મોક્ષમાર્ગના પ્રણેતા, જીવને અભય દેનારા, દેવો તથા મનુષ્ય દ્વારા સદા જેની સ્તુતિ થાય છે એવાં, કેવળજ્ઞાનરૂપ, મહાન, પ્રભાયુક્ત, શાન્ત રસના અભિનેતા, સંસારમાં રહેતા પ્રાણી એને માટે આત્મજ્ઞાનરૂપી દૈવી ભંડારના દાતા અને પરમ સુખનું એક જ નિધાન એવા વર્ધમાન વામીને પ્રણામ કર્યા છે. તેમાં મોટે ભાગે બધાં વિશેપણે અન્યગવ્યવચ્છેદ વાળા છે. “શિવરાળિવિધાનં” આ પદથી જે એવું માને છે કે જીવાત્મા પરમાત્મા બની શકતું નથી, એવાં મીમાંસક વગેરે મતનું ખંડન કર્યું છે. આત્મા જ જીવન્મુક્ત પરમાત્મા બનીને ભવ્ય જીને પરમાત્મા બનવાને ઉપદેશ દઈને પિતે સિદ્ધગતિને નેતા બની જાય છે. “ગવરૌજતા” આ પદ દ્વારા જે એવું માને છે કે “મનુષ્યના ઉપયોગને માટે જ મનુષ્ય સિવાયના બાકીના પ્રાણીઓનું નિર્માણ થયું છે તેથી પોતાની ઈચ્છા પ્રમાણે મનુષ્ય તેમને પિતાને માટે ઉપયોગ કરી શકે છે” એવી માન્યતાને દર કરીને એ બતાવાયું છે કે “પ્રભુને આદેશ સંસારના સર્વ એકેન્દ્રિય વગેરે જીનું રક્ષણ કરવાનું છે. તેમની દષ્ટિએ એ અગ્ય પક્ષપાત નથી.” “સુરનર નં ” આ પદથી એ સૂચિત થાય છે કે જે પ્રાણીમાત્રના રક્ષક હોય છે તેઓ જ દેવ તથા મનુષ્યની સ્તુતિને પાત્ર હોય છે બીજા નહીં. “કેવદ્રાસમાન” આ પદ દ્વારા વિશેષિક વગેરે મતની માન્યતાનું ખંડન કર્યું છે. તેમની એવી કલ્પના છે કે “જ્ઞાન આત્માને સ્વભાવ નથી, તથા બુદ્ધિ વગેરે નવ ગુણેના નાશથી જ મેક્ષ હોય છે તે બાબતમાં અહીં એવું કહેવાયું છે કે જ્ઞાન આત્માને સ્વભાવ છે અને એજ જ્ઞાન જ્ઞાનાવરણીય
શ્રી નન્દી સૂત્ર
૧૨