________________ આદર્શ મુનિ. પાવડીઓ પણ પહેરતું નથી. કેઇપણ સ્થાનમાં તે ઝાઝા દિવસ નિવાસ કરતા નથી. ચોમાસામાં અસંખ્ય સૂક્ષ્મ જીવે ઉત્પન્ન થાય છે. અને તેના ચાલવાથી તે જીની હિંસા થાય, તેથી તે સમયે તે પોતાની યાત્રા બંધ રાખે છે. ચાલતી વખતે નીચી દૃષ્ટિએ ચાલે છે અને પગ પણ ધીમે ધીમે ઉપાડી મુકે છે, મઢે મુંહપત્તિ–વસ્ત્ર બાંધે છે, કે જેથી મેંના બાફથી કઈ અદષ્ટ જીવની હિંસા ન થાય. બગલમાં એક ઉનની પંજણ રાખે છે, અને કયાંય પણ બેસે તે તે પંજણ વડે પહેલી જગ્યા સાફ કરી લે છે. તેને બધે સમય ધાર્મિક વિચાર અને ઉપદેશમાં જ રોકાયેલે હાય છે, તે કઈ દિવસ નિર્થક સાંસારિક વાતોમાં વખત ગુમાવતું નથી. તેની તપશ્ચર્યા ઘણી ભારે છે અને તેને ત્યાગ સર્વ રીતે પ્રશંસનીય છે. જૈન સાધુઓના નિયમે કેટલા સપ્ત છે અને તેની દિનચર્યા કેવા પ્રકારની છે? તેનું પુરૂં વર્ણન આ પુસ્તકના પાન ઉપર આપ્યું છે. સારાંશ એ છે કે જે આદિ–મત્રને મેં પહેલાં જણાવ્યું છે, તેનું અથેતિ પાલન કરવા જૈન સાધુ સંપૂર્ણ કોશિશ કરે છે. તેનું જીવન અતિશય પવિત્ર, ઉચ્ચ આશયવાળું, પરોપકારી અને ત્યાગી હોય છે. આવાજ એક પરમત્યાગી, ચારિત્રશાળી, પરોપકારી સાધુનું જીવનચરિત્ર આ પુસ્તકમાં રજુ કરવામાં આવ્યું છે. એમનું પવિત્ર નામ ચકમલજી છે. એમનો જન્મ સંવત ૧૯૩૩ના કાર્તિક માસમાં નીમચ નગરમાં થયે હતા. પંદર વર્ષની ઉંમર સુધી વિદ્યાભ્યાસ કર્યા પછી સંવત ૧૯માં એમનું લગ્ન થયું, અને તે જ વર્ષમાં