________________ આદશ મુનિ. *** * ******************^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^: - વિશ્વની દશે દિશાઓમાં દાંડી પીટાવી જાહેર કરે કે જૈન સાધુના ચારિત્ર અગર વ્યવહાર કે વર્તનમાં કોઈ પણ દેહધારીને શંકા નથી. તેનાથી કંઈ ડરતું નથી, એનાથી ઠગાવાન કેઈને સંશય પણ પડતો નથી, તે બધાંને વિશ્વાસપાત્ર અને માનનીય છે. ક્યાં જૈન સાધુ અને ક્યાં જૈન સંસારી! ક્યાં રાજા ભેજ અને ક્યાં ગાંગે તેલી! બંનેની સરખામણું કરવી એટલે હીરા અને કાચની સરખામણી કરવી. એટલું જ નહિ, કયાં નિર્મલ, નિર્દોષ જૈન સિદ્ધાન્ત અને કયાં જૈન ગૃહસ્થનું ચારિત્ર! મારા કહેવાનું તાત્પર્ય એ નથી કે સંસારી જૈન અન્ય ધર્મના સંસારીઓથી પતિત છે, પરંતુ જ્યારે જૈન સાધુ અન્યધમી સાધુઓથી ઉંચે પદે વિરાજે છે અને આદર્શ જીવન જીવે છે, ત્યારે જૈન સંસારી અન્ય ધર્મના સંસારીઓથી સહેજે આગળ વધે નથી. પોતાના સમાજબદ્ધ નિયમને અનુસરીને માંસ, મદિરાને ત્યાગ કરે, ઉપવાસાદિ કરવામાં ચોક્કસ રહે અને તહેવારમાં કબૂતરે કે પક્ષીઓને પિસા આપી જીવતદાન અપાવે. આટલું કર્યાથી શું જૈનધર્મના સાચા અનુયાયી થઈ ગયા ? કામ, કેપ, લેભ, મેહ અને મત્સર વિગેરે દુશ્મનોની સામે જુએ. શું કઈ સંસારી જૈન અંતઃકરણ પર હાથ મૂકી એમ કહી શકશે કે આ દુશમની સામે લડવામાં અન્ય ધર્મનુયાયીઓ કરતાં પોતે વિશેષ વિજયી થયે છે! જે ન હોય તો બસ!મારે વિચાર સંસારી જેનેને ઉત્તેજીત કરી પિતાના શ્રેષ્ઠ, નિર્મલ ધર્મનાં ઉમદા ચારિત્ર સંગઠન પર ધ્યાન ખેંચવાને છે. જ્યારે પિતાની સન્મુખ આદર્શ ચારિત્રશાળી સાધુઓ હેય તે પછી પોતાનું જીવન