________________ 12 - > આદર્શ મુનિ. આત્મત્યાગની છેલ્લી હદ છે, પરમાર્થની અડગ સીડી છે, મનુષ્યના ચારિત્રની ઉર્વ ટચ છે, વિશ્વપ્રેમની જીવંત મૂર્તિ છે, દયા-ધર્મની શ્રેષ્ઠ સ્થિતિ છે, અને અહિંસાના તેજસ્વી સિદ્ધાન્તની આખરી સીમા છે. જૈન સાધુ એટલે મનુષ્યમાંથી દેવ બનવું, વિવિધ પ્રકારના સંસારી ભેગ વિલાસને ઠેકરે મારી સાચા ત્યાગી બનવું. વળી આધુનિક કાળમાં ભારતવર્ષમાં જૈન સાધુઓ ન હોત, તે ધનના મદથી માતેલા બનેલા, જડવાદી, નવી સંસ્કૃતિમાં ઓતપ્રેત થયેલા લેકોને–તેમાંય મુખ્યત્વે પાશ્ચાત્ય દેશના લોકોને આપણે એ ન બતાવી શકત કે હિંદુઓ આધ્યાત્મિકતામાં કેટલી ઉચ્ચ કેટિએ પહોંચ્યા હતા, અને એ દુર્લભ દિવ્ય સ્થાનમાં આજે પણ એનાજ સાધુઓને અધિકાર પ્રવર્તી રહ્યા છે. જૈન સમાજ! તારૂં જીવન તારા સાધુઓના સચ્ચારિત્રને આભારી છે. જે તારા સાધુસંતો ન હોય તે તારું સ્થાન વિશ્વની અન્ય જાતિઓમાં નજીવું છે. જેવા બીજા મનુષ્ય છે, તેવાજ સંસારી જૈન છે. લડે છે, ઝઘડે છે, સાચા જુઠ્ઠા મુકદ્દમાઓ ઉભા કરે છે, વ્યાપારમાં બીજા લોકેની માફક અસત્ય અને છળસ્પટને આશરે લે છે, ભેગ વિલાસ, વ્યભિચાર અને પાપાચારમાં પણ બીજાઓની માફક રચ્યાપચ્યા રહે છે. આ કથન અસત્ય લાગે તે ખુલી આંખે બજારમાં જઈ જુઓ. કઈ પણ ગ્રાહકને એ અંતઃકરણપૂર્વક વિશ્વાસ હેતેજ નથી, કે આ જૈન ગૃહસ્થની દુકાન છે એટલે અહીં કંઈ વાંધાજ નથી કે ઠગાવાને ડર નથી.