________________ > આદર્શ મુનિ. ભૂમિકા. જૈનધર્મનું પ્રાચીનપણું અસંખ્ય ચોક્કસ પ્રમાણેથી સિદ્ધ થઈ ચૂક્યું છે. હવે જેનધર્મ પ્રાચીન કે બૈદ્ધધર્મ? એ નિશ્ચય કરવાની આવશ્યક્તા નથી. પર્વતાધિરાજ હિમાલય જેવો અચળ અને અટલ છે, તેવોજ જૈનધર્મ પણ પ્રાચીન અને પુરાણે છે. તેની આગળ બાદ્ધધર્મ એ આવતી કાલની ઉત્પત્તિ છે. જ્યારે ભગવાન બુદ્ધ સંસારમાં દયા અને અહિંસાના શાન્તિદાયક ઉપદેશોની રેલછેલ કરતા હતા, તે કાળમાં જૈનધર્મના છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી મેક્ષગતિ પામવાની તૈયારીમાં હતા. અત્યારે ૨૪૫૭ની વીર સંવત છે. તેમની પહેલાં બીજા (ર૩) ત્રેવીસ તીર્થ કરે થઈ ગયા છે, જેમાંના પહેલા શ્રી ત્રાષભદેવજી હતા. તેમનું વર્ણન શ્રીમદ્ભાગવતમાં પણ આવે છે. જૈનધર્મનું સાહિત્ય કે, જેને મેટે ભાગ હજુ પણ ભંડારમાં ગુપ્ત રીતે રાખવામાં આવ્યું છે તે) અત્યંત વિશાળ અને મહત્તાથી ભરપૂર છે. આ સાહિત્ય સંસ્કૃત અને પ્રાકૃત બંનેમાં છે. આ સાહિત્યની એક ખાસ બાબત એ છે કે તેને કઈ પણ ગ્રંથ અશ્લિલ અને અનિચ્છનીય નથી. તેના સઘળા ગ્રંથને સ્ત્રી પુરૂષ, બાલબાલિકાઓ, તથા યુવાને અને વૃધ્ધ નિઃસંકેચ વાંચી શકે છે. જે વાંચતાં અથવા બીજાને કહેતાં શરમ આવે, એ ભાવ અથવા વિચાર પણ કઈ પણ પુસ્તકમાં નથી. સારી આલમમાં એવું કોઈ સાહિત્ય નથી કે જે પિતાના વાંચન માટે ઉપરોક્ત દા કરી શકે.