Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
Catalog link: https://jainqq.org/explore/004646/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી) જીવનચરિત્ર. नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें जिससे अन्य वाचकगण इसका उपयोग कर सके, મૂલ્ય ત્રણ આના. ]. પ્રાપ્તિસ્થાન [ પોસ્ટેજ એક આનો. \ સયાજક તથા પ્રકાશક શા. જી વ ણ લા લ પ પ ટ લા લ ધર્માધ્યાપક : શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય, વરકાણા ( મારવાડ ) પોરટ-રાની - Page #2 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર નાયકના ચોમાસાની યાદી સં. ૧૯૪૩ રાધનપુર ગુજરાત સં ૧૯૭૧ સુરત ગુજરાત ૪૪ મેસાણું ૭ર જુનાગઢ કાઠીઆવાડ ૪૫ પાલી મારવાડ ૭૩ મુંબઈ ગુજરાત ૪૬ ભાલેરકેટલા પંજાબ ૭૪ અમદાવાદ , ૪૭ પટ્ટીનગર 9૫ સાદડી મારવાડ ૪૮ અંબાલાશહેર , ૭૬ ખુડીલા , ૪૯ ડીઆલાગુરૂ , 99 બીકાનેર રાજપુતાના ૫૦ જીરા(ફીરોજપુર) ,, ૭૮ અંબાલાશહેર પંજાબ ૫૧ અંબાલાશહેર ૭૯ હુશીઆરપુર પર ગુજરાંવાલા ૮૦ લાહોર ૫૩ નારોવાલ ૮૧ ગુજરાંવાલા ૫૪ ૫દીનગર ૮૨ બત ૫૫ મારકેટલા ૮૩ બીજોવા મારવાડ ૫૬ હાશીઆરપુર ૮૪ પાટણ ગુજરાત ૫૭ અમૃતસર ૫૮ પટ્ટીનગર ૮૫ મુંબઈ પ૯ અંબાલાશહેર ,, ૮૬ પુના દક્ષિણ ૬૦ સામાના ૮૭ બાલાપુર ૬૧ જીરા(ફીરોજપુર) ,, ૮૮ સાદડી મારવાડ ૬૨ લુધિઆના ૬૩ અમૃતસર ૮૯ પાલણપુર ગુજરાત ૬૪ ગુજરાવાલા, ૯૦ અમદાવાદ ૬૫ પાલણપુર ગુજરાત ૯ મુંબાઈ ૬૬ વડોદરા ૯૨ વડેદરા ૬૭ મીયાંગામ ૯૩ ખંભાત ૬૮ ડભેાઈ ૬૯ મુંબાઈ ૯૪ અંબાલા પંજાબ ૭૦ મુબાઈ મેરઠ ૯૫ રાયકેટ Page #3 -------------------------------------------------------------------------- ________________ 3200077 FEEDIN WILLEAGLESZLELELELEL 'WILLS R શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી નું જીવનચરિત્ર. સચેાજક તથા પ્રકાશક જી વ ણુ લા લા ૫ ટ લા લ ધર્માધ્યાપક : શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય. વરકાણા ( મારવાડ) પોસ્ટરાની શા મૂલ્ય ત્રણ આના. ] Vetenere પા TO TIGE પાસ્ટેજ એક આને LES TI ANTIG U Page #4 -------------------------------------------------------------------------- ________________ આ ભા ૨ પૂજ્યપાદ પરમેપકારી કલિકાલકલ્પતરૂ અજ્ઞાનતિમિરતરણિ આચાર્ય મહારાજ સાહેબ શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જીવનચરિત્ર હિન્દી ભાષામાં અનેક છપાએલ છે, પરંતુ ગુજરાતી ભાષામાં આજ સુધી એક પણ છપાએલ ન હોવાથી તેના માટે યથાશક્તિ મેં પ્રયત્ન કર્યો છે અને તેમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી સમુદ્રવિજયજી મહારાજે મને આ જીવનચરિત્ર લખવામાં જે જે જરૂરી સૂચનાઓ આદિ કરી તથા પ્રેસ કોપી આદિ તપાસી મારા ઉત્સાહને વધાર્યો છે. વળી જે જે મુનિરાજે એવું મારા મિત્રવર્ય પંડિતજીશ્રી ભાગવત શર્માજી આદિ જે જે મિત્રોએ મને યોગ્ય સૂચનાઓ કરી છે તે બદલ તે સર્વેને આ સ્થાને આભાર માનું છું. સાથે પૂજ્ય પંન્યાસજી મહારાજ સાહેબે આ પુસ્તક છપાવવામાં જે દ્રવ્ય–સહાય કરાવી તે માટે દાતાનો તેમજ ઉકત મુનિરાજશ્રીને અત્યંત આભારી છું. મિતી સં. ૧૯૯૫ મહાસુદિ પાંચમ (વસંતપંચમી). લેખક નમ્ર વિનંતિ વાંચક મહાશયને મારી અરજ છે કે છઘસ્થપણાને કારણે કોઈ ઠેકાણે ભૂલ થઈ હોય અથવા પ્રેદેષ થએલ હોય તો તે બદલ મને ક્ષમા કરશે અને મને સૂચના કરશો જેથી નવીન આવૃતિમાં સુધારો થઈ શકે. તેમજ સુધારી વાંચશો. * પેજક Page #5 -------------------------------------------------------------------------- ________________ દO AS અ ૫ ણ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ @ @ @ Oિ છે , ( નિતિ નિ ત્રિ છે . ત્રિ દ્વિત્રિ છે) ત્રિ . જો ફિલ્લિ કાદિર થી ત્રિવિત્રિ જીથિી. જીGિ &જી જી Gિ @ આ પુસ્તક પૂજયપાદ, પરમાપકારી, વાવૃદ્ધ, અનેક જ્ઞાનભંડારે દ્ધારક પૂજય પ્રવર્તા કજી મહારાજ સાહેબ ૧૦૦૮ શ્રી કાંતિવિજયજી મહારાજ સાહેબના પુનિત કરકમલેડમાં સાદર વંદણાની સાથે અર્પણ કરું છું આપશ્રીજી સેવકની અ૮૫ સેવાને અવશ્ય સ્વીકારી આભારી કરાઈ. આપને દર્શનાભિલાષિ સેવક * જીવણ ? ના ૧૦ ૦૮ સાદર વંદણ G@@@@920299200@@@@ @ @ @ ઈAિGO For Priate & Personal Use Only www.jainghe Page #6 -------------------------------------------------------------------------- ________________ A ઉપાધ્યાય શ્રી સાહનવિજયજી મહારાજ 6 奶 આનંદ પ્રેમ-ભાવનગર.. OOOOOOO Page #7 -------------------------------------------------------------------------- ________________ RUTUGUESHUFUTUBSRIFIERSFUTUBEMRUTIFUTUR URUF UTUBSF જગતપૂજ્ય ન્યાયામ્બેનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર (આત્મારામજી) મહારાજ શ્રી ચરિત્રનાયક નાની વયમાં પિHg આનંદ પ્રેસ-ભાવનગર URUGUASિISTINGUTHRITISTURBRINGINEERITUHURISTURNERBSFURBA, Page #8 -------------------------------------------------------------------------- ________________ C || પંજાબના ધર્મ મૂર્તિ શ્રીયુત ચુનીલાલજી જૈન અમૃતસર. પિન્યાસજી મહારાજ શ્રી સમુદ્રવિજયજી ગણિ ૪ - 4. HI---- a n International www.jainelibrary.on Page #9 -------------------------------------------------------------------------- ________________ જ રિ ચ ચ છે : આ બુકમાં જે સહસ્થને ફેટો જોઈ રહ્યા છે તેમનો પરિચય કરાવે એ અસ્થાને નહીં ગણાય. એમનું શુભ નામ ધર્મમૂર્તિ લાલા ચુનીલાલ દુગડ જૈન અમૃતસર-(પંજાબ છે. આપ સ્વવાસી શ્રી ગુરૂદેવ ન્યાયામ્બેનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર (આત્મારામજી ) મહારાજ અને એઓશ્રીજીના ખાસ પધર જૈનાચાર્ય શ્રીમદ જયવલભસૂરિજી મહારાજના પરમપાસક છે. - પંજાબમાં અગ્રગણ્ય ધર્માત્મા, શ્રદ્ધાળુ, ગુર્ભક્ત, ચુસ્ત જૈન તરિકે પંકાએલા છે. નાની ઉમરમાં જ માતાપિતાને વિયોગ થઈ જવાથી જાતે જ પિતાની બાહોશીથી લક્ષ્મી ઉપાર્જન કરીને હજારે રૂપિયા દાન-પ્રવાહમાં વહેવડાવ્યા છે અને વહેવડાવી રહ્યા છે. શ્રી આત્માનંદ જેન ગુરૂકુલ ગુજરાંવાલા આદિ અનેક સંસ્થાઓને સહાયતા આપી છે. પ્રભુપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, વ્રતપચ્ચખાણુદિ એ એમનું નિત્ય નિયમ છે. - વિશસ્થાનકની ઓળી વિગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરેલી છે અને અત્યારે વૃદ્ધાવસ્થા છતાં તપશ્ચર્યા કરવી છોડી નથી. સં. ૧૯૮૬ માં પુના શહેરમાં પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણય આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રીમદ્વિજયવલ્લભસૂરિજી મહારાજની પાસે ૧૨ વ્રત ઉચર્યાં હતાં. Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગવાસી શ્રી ગુરુદેવનું જ્યાં જ્યાં ચૌમાસું હોય ત્યાં જઈને વ્યાખ્યાનવાણુને લાભ લેતા અને વર્તમાનમાં પણ આચાર્ય મહારા જના દર્શનનો લાભ અવારનવાર લઈ રહ્યા છે. શ્રી શત્રુ જય, ગિરનાર, આબુ, તારંગાઇ, સમેતશિખર, કેશરીયાનાથજી પંચતીથી આદિ અનેક તીર્થોની યાત્રા કરી તેમજ શત્રુંજય (સિદ્ધાચલ)માં રહી નવાણું યાત્રાઓ વિધિસર કરી પોતાની લક્ષ્મીને સુકૃત કાર્યોમાં ખર્ચ એનો સદુપયોગ કર્યો છે. ધર્મની લાગણે નાની ઉમ્મરથી જ થયેલ હોવાથી અનેક પ્રકારના નિયમ લીધા હતા અને તેમનું પાલન બરોબર કરી રહ્યા છે. અમૃતસરમાં શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરી સ્થાપન કરી ૧૪ વર્ષ સુધી પોતાને ખર્ચે નિભાવી શ્રી સંઘને અર્પણ કરેલ છે. પ્રતિષ્ઠાદિ શુભ પ્રસંગે પિતે પહેલાં પહોંચી જઈ દરેક કાર્યમાં અગ્રગણ્ય ભાગ લઈ ત્યાંના શ્રી સંઘને સહાયતા આપી રહેલ છે. પૂર્વ પુણ્યયોગે એઓને કુટુંબ પણું ઘણું જ સારું મળ્યું છે. સર્વે ધર્મકાર્યમાં તત્પર રહે છે. અત્યારે એવણની લગભગ ૬૩– ૬૪ વર્ષની ઉમ્મર હોવા છતાં દરેક ધર્મકાર્યમાં ખડે પગે ઊભા રહી લાભ લઈ રહ્યા છે એ સદભાગ્યની વાત છે. ઘણી સંસ્થાએના મેમ્બર તેમજ કાર્યકર્તા તરિકે સેવા આપી રહ્યા છે. એમનામાં ખાસ ઉદારતા અને નિર્મોહીતાને ગુણ અનુકરણીય છે. એમના વડીલબંધુ લાલા સેહનલાલજીએ કાળ કર્યો ને નજીકમાં જ શ્રી પર્યું. ષણાપર્વ આવ્યાં એમણે શેક વિગેરેને કારાણે મૂકી ધર્મકાર્યમાં ખૂબ રસ લીધે બિનલીમાં કેટલીક પ્રતિમાજીની અંજનશલાકા કરાવી લહાવો લીધે. આ સર્વ રવર્ગવાસી શ્રી ગુરૂદેવ તેમજ વર્તમાન શ્રી ગુરૂદેવ શ્રીમદ્વિજયવલભસૂરિજી મહારાજની કૃપાનું ફળ છે. આ પુસ્તક છપાવવા માટે આપે આર્થિક સહાય આપી ગુરુભકિતને લાભ લીધે છે તે ઘણું જ અનુકરણીય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ वन्दे वीरमानन्दं सूरिवल्लभसद्गुरुम् ॥ श्रीमत्पञ्चनदीयजैनजनतैकाधारभूतो भुवि, शुद्धादर्शचरित्रआर्हतमहासंस्थौघसंस्थापकः । आत्मानन्दमुनीन्द्रमानससुखक्रीडामरालो गुरुः, श्रीमद्वल्लभसूरिराड् विजयतां सच्चक्रचूडामणिः ॥ १ ॥ महात्मनां कीर्तनं हि श्रेयो निःश्रेयसास्पदं ॥ અર્થ – મહાત્મા પુરૂષના ગુણોનું સ્મરણ કરવું તે પરમ કલ્યાણનું સાધન છે અને અંતમાં વાંચકો પણ તેવા ગુણેને પ્રાપ્ત કરી ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરે છે. જન્મપરિચય ભારતીય મહાપવિત્ર સંસ્કૃતિ ભૂમિ પર ગુર્જર દેશની પુનીત શેભામાં વૃદ્ધિ કરનાર “ વટેદર –વડેદરા શહેરથી કોણ અજાણ્યું છે. શહેરની ભૂમિ અનેક પ્રકારના ધાર્મિક, નૈતિક, વ્યવહારિક આદિ સ્થળેથી સુશોભિત થઈ રહી છે. - આ શહેરના હાલના માનવંતા મહારાજા શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ મહારાજ જેઓ પોતાના પુન્ય અને વિદ્યાબળથી લગભગ ૬૦-૬૫ વર્ષથી નીતિપૂર્વક Page #12 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય સિંહાસનને અલંકૃત કરી રહ્યા છે. શહેરમાં સુંદર બજારે અને રસ્તાઓ, સ્કૂલ, કોલેજ, દેવમંદિર, વિદ્યાલય, જ્ઞાનાલય, પુસ્તકાલય, સેન્ટ્રલ લાયબ્રેરી, ધર્મશાળાઓ તેમજ સ્થળે સ્થળે વિશ્રાંતિભુવન, બાગબગીચા અને લતાકું જેથી શહેરની સેના અનેખી બની છે. વળી શહેરની શાળામાં વૃદ્ધિ કરનાર નજરબાગ, કમાઠી બાગ, તથા જૈન જ્ઞાનમંદિર ઘણું જ દર્શનીય છે. જેના જ્ઞાનમંદિરમાં જૈન તેમજ જૈનેતર સાંપ્રદાયિક પ્રાચીન અને અર્વાચીન પુસ્તકોને પૂર્ણ સંગ્રહ કરવામાં આવેલ છે, આથી મહારાજાધિરાજ, પ્રજાપ્રિય શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ મહારાજશ્રીને વિદ્યા અને ધર્મ પ્રત્યે કેટલે પ્રેમ છે તે ઉપરોક્ત દર્શાવેલ સ્થળેથી સહજ વાંચક મહાશયને માલુમ થાય છે. શહેરની નજદીકમાં આવેલી શ્રીમતી “વિશ્વામિત્રી” સરિતાની શોભા વર્ણવતાં ઘણું જ આશ્ચર્ય થાય છે કે આ ભગવતી, પિતે નાનકડી છતાં ગુણોથી ગરિષ્ઠ બની વડેદરા શહેરની પવિત્ર ભૂમિને પિતાના નિર્મળ ઝરણાથી તૃષાતુર જીવોને શાંત કરી, પોતાનું નામ “વિજૅકમિત્રી ” તરિકે સાર્થક કર્યું છે. નીતિકાર પણ જણાવે છે કે “યથા નામ તથા ગુણ:” જેવું નામ હોય તેવા જ ગુણે હોય તે નામની સાર્થકતા લેખાય છે; નહિંતર જગતજનની હસીનું પાત્ર બને છે. ભગવતી “ વિશ્વામિત્રી એ મહાત્મા વિશ્વામિત્ર” મહર્ષીના મહાપ્રભાવિક વચનોથી Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થઈ શહેરને પવિત્ર બનાવેલ છે અને પિતાનું અમૃત સીંચી પ્રજાને પ્રભાવિક બનાવેલ છે. આ પુણ્યવતી અને પાવન ભૂમિએ અનેક નરરત્નને પિતાની ગેદમાં ખેલાવ્યા છે. આવા અનેકાનેક રને પૈકી આ ત્રણ રત્નનું મૂલ્ય દુનિયા આંકી શકે તેમ નથી. આમાંનાં એક આપણુ ચરિત્રનાયક, બીજા પૂજ્ય પ્રવર્તકજી મહારાજ સાહેબ શ્રી કાંતિવિજયજી અને ત્રીજા સ્વર્ગસ્થ શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજ સાહેબ જેઓને એક બીજા વચ્ચે સગાભાઈ જેવો પ્રેમ હતું અને આજે પણ તે જ પ્રેમ છે. વડોદરા શહેરની પ્રજા કેટલી ધનસંપન્ન હશે તે આ લેખનીથી લખવું અશક્ય છે. અહીં જેનોની પાંચસે ઘરની વસ્તી છે. તેમાંના ઉચ્ચ પદ ધરાવતા એવા શ્રીમાળી કુળની અંદર આપણું ચરિત્રનાયકને જન્મ થયે હતે. પૃથ્વી ઉપર શરદ ઋતુને સુખમય પવન વાઈ રહ્યો હતે, જગ્યાએ જગ્યાએ લીલાંછમ ખેતરે નજરે આવતાં હતાં, ઠેકાણે ઠેકાણે આનંદ લહેર ઊડતી હતી, લકે પરપરમાં નવી સાલની મુબારકબાદી આપી રહ્યા હતા તેવા આનંદમય સમયમાં સં. ૧૯૨૭ ના કાતિક સુદિ બીજ(ભાઇબીજ)ના પવિત્ર દિવસે આપને જન્મ થયે. માતપિતા, સ્વજન અને સજજન વર્ગને બહુ જ આનંદ થયે. આપશ્રીજીની માતાજીનું નામ શ્રીમતી ઈચ્છાબાઈ અને પિતાશ્રીનું નામ શેઠ દીપચંદભાઈ હતું. આપને ત્રણ ૧ જ્યાં જ્યાં આપ શબ્દ હોય ત્યાં ચરિત્રનાયક સમજવું. Page #14 -------------------------------------------------------------------------- ________________ *.! ' ભાઈઓ અને ત્રણ બહેનો હતી. આપનું નામ છગનલાલ રાખવામાં આવ્યું. આપનું શરીર સુડોળ, સુકોમળ અને મનમોહક હતું. ગંભીરતા અને સહનશીલતા તે આપને. જન્મસિદ્ધ ગુણ હતે. સ્વભાવ શાંત હતું. બીજના ચંદ્રમાની માફક માત-પિતાના પ્રેમમાં આપ બાલ્યકાળમાં વૃદ્ધિ પામતા ગયા અને ચંપાના પુષ્પની માફક પિતાના ગુણથી લોકોને પોતાના તરફ આકર્ષિત બનાવતા ગયા. વિદ્યાભ્યાસ અને વૈરાગ્ય. માતપિતાના અનહદ પ્રેમમાં ઉછરતાં આ નાના સરખા બાલુડે શિશુકાળમાં પ્રવેશ કર્યો. પિતાએ આપને વિદ્યાભ્યાસમાં જોડયા. આ પ્રમાણે અભ્યાસ કરતાં સાતમી ગુજરાતી સુધી આપે અભ્યાસ કર્યો. આપની બુદ્ધિ ઘણી જ તીવ્ર હોવાથી ગણિત વિગેરે વિષમાં હમેશાં આપ ઉપલા નંબરે રહેતા. હિન્દી, અંગ્રેજી વિગેરેને પણ સમયાનુસાર અભ્યાસ કર્યો. સાથે સાથે અક્ષરે જમાવવાનું કામ પણ આપ કરતા. જ્યાં સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી આપ કદી નાપાસ થયા નથી. હજુ તે વિદ્યાભ્યાસ ચાલુ જ હતો એટલામાં તે દિવસ પછી રાત્રિની માફક સુખ પછી દુઃખની ઘડીએ પ્રવેશ કર્યો. આપના માતાપિતા આ “ ફાની દુનિયા ”ને છોડી પરલોકવાસી થયા. આ બનાવથી આપને બહુ દુઃખ થયું અને આથી આપના મન ઉપર સંસારની Page #15 -------------------------------------------------------------------------- ________________ અસારતા અને વૈરાગ્ય ભાવનાએ ભારે જોર જમાવ્યું. આપની માતુશ્રીને પણ જન્મથી જ એ જ ઉપદેશ હતે કે “બેટા જેમ બને તેમ સંસારથી વિરક્ત બની મોક્ષને માર્ગ લે એ જ મારી સલાહ છે. ” આપે પણ માતાના સુવર્ણાક્ષરોને સાચા કરીને બતાવ્યા. દીક્ષા ભાગ્યવાને જે વસ્તુ માટે વિચાર કરે છે તે વસ્તુ તેમને અવશ્ય મળી આવે છે. અહીં પણ એમ જ બન્યું. આ સમયે આખાયે - ભારતવર્ષમાં તે શું યુરોપ તેમજ અમેરિકામાં પણ સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ સાહેબશ્રી આત્મારામજી ( વિજયાનંદસૂરિજી ) મહારાજ સાહેબનું નામ જગજાહેર હતું. ભાગ્યયોગે તેઓશ્રીનું વડોદરામાં પધારવું થયું. આપ હંમેશાં તેઓશ્રીના વ્યાખ્યાનમાં જતા, એકાંતમાં બેસી ઉપદેશ સાંભળતા, તેના ઉપર વિચાર કરતા. આ પ્રમાણે હમેશાં કરતા જે એક દિવસ આચાર્ય મહારાજ સાહેબે પૂછયું “ ભાઈ કેમ બેઠા છો?” આપ આ વખતે વિચારમાં મસ્ત હતા. એકદમ ચમકી ઉઠયા અને રડી (ઈ) પયા. શ્રી ગુરૂમહારાજે શાંત કરી પૂછયું કે “ શું તમારે ધન જોઈએ છે?” આપે હા કહી. ગુરૂમહારાજે કહ્યું “ અમારી પાસે ધન હોય નહીં, ઠીક, તમારે ધન જોઈતું હશે તે કઈ શેઠીઆ આવશે તે તમને અપાવીશું.” આપે ઉત્તર આપ્યો: ગુરૂમહારાજ, મારે તે એવું ધન આપની પાસેથી લેવું Page #16 -------------------------------------------------------------------------- ________________ છે કે જે કદી નાશ ન પામે અને જેથી અક્ષય સુખની પ્રાપ્તિ થાય.” શ્રી ગુરૂમહારાજ આપને આશય સમજી ગયા અને આપની વાક્ચાતુરી, આપના ગુણે અને શારીરિક લક્ષણે જેઈ નિશ્ચય કર્યો કે આ બાળક ભવિષ્યમાં કઈ પ્રતાપી અને તેજસ્વી પુરૂષ નીવડશે. આપે પણ શ્રી ગુરૂદેવની પાસે દીક્ષાની ભીક્ષા માંગી. શ્રેયાંતિ રવિદનાનિ–એ કહેવત અનુસાર શ્રી આચાર્ય મહારાજ સાહેબના ઉપદેશામૃતે આપશ્રીજીના મન ઉપર બહુ અસર કરી, આપ દીક્ષા લેવા માટે તૈયાર થયા પરંતુ થોડા સમય બાદ શ્રી ગુરૂમહારાજે અહીંથી વિહાર કર્યો. આપને આથી બહુજ દુઃખ થયું. પરંતુ તેઓશ્રીના પ્રશિષ્ય મુનિ મહારાજ શ્રી હર્ષવિજયજી મહારાજે આપની ઈરછા રૂપ લત્તાને નવપલ્લવિત બનાવી. આપે તેમની પાસે કેટલેક ધાર્મિક અભ્યાસ કર્યો. અંતમાં શ્રી હર્ષવિજયજી મહારાજ સાહેબે દીક્ષા આપવાનું આશ્વાસન પણ આપ્યું અને છાણું તરફ વિહાર કર્યો. આપ પણ સાથે ગયા. આપના ભાઈ ખીમચંદભાઈ છાણી આવીને આપને ઘરે પાછા લઈ ગયા. આજથી ખીમચંદ ભાઈ આપની બારીક તપાસ રાખતા હતા. માતાપિતાના પરલોકગમન પછી આપના કુટુંબમાં ખીમચંદ ભાઈની આજ્ઞા સર્વે માનતા અને બધાના ઉપર તેમની સખત ધાક હતી. તેમને સ્વભાવ ઉગ્ર અને પ્રચંડ હતે. આપ બાલ્યકાળથી જ ખીમચંદ ભાઈથી ડરતા હતા. Page #17 -------------------------------------------------------------------------- ________________ હવે ખીમચંદભાઇ આપને કદી એકલા છેડતા નહીં, પરંતુ આપનુ` મન તે। શ્રી ગુરૂદેવની તરફ જ લાગેલું હતુ.. એક દિવસ સ્કૂલમાં રજા હતી. આપ ખીમચંદ ભાઈની નજર ચુકાવી સ્ટેશને આવ્યા અને ટ્રેનદ્વારા અમદાવાદ શ્રી ગુરૂદેવના ચરણેામાં આવી પહેાંચ્યા. આ વખતે આપના હૃદયમાં અપૂર્વ આનંદ હતા. જેમ એક દરિદ્રીને ચિંતામણિ રત્ન મળી જાય અને આન થાય તેવા હ્રષ આપના મન ઉપર દેખાતા હતા. આપને જોઈ શ્રી ગુરૂદેવે શ્રી હુવિજયજી મહારાજ સાહેમને કહ્યું કે “લાઇ લ્યા, હવે તે છમન આવી ગએલ છે. આ બાળકના કારણે ભવિષ્યમાં ધર્મની સારી પ્રભાવના થશે.” tr ખીજે જ દિવસે ખીમચંદભાઈ અમદાવાદ આવી પહોંચ્યા. ભાઈને જોતાં જ આપના હૃદયમાં નિરાશાના અંકુરો ઉદ્દભવ્યા. ખીમચદલાએ શ્રી આચાર્ય મહારાજ સાહેબને કહ્યું ગુરૂદેવ! આપ તે જ્ઞાની છે. છગનને દીક્ષા લેવી જ હાય તે તેને કાઈ રાકી શકતું નથી, પરંતુ હાલ તેની ઉંમર નાની છે, તેને ભણાવા. મોટા થશે ત્યારે હું મારી મેળે જ રજા આપીશ. ” ગુરૂમહારાજે કહ્યું કે “ ખીમચ દ્રભાઇ તમે નિશ્ચિત રા. અમારા સાધુઓના એવા વ્યવહાર છે કે કઈ વ્યક્તિને તેના સગાસબધીઓને પૂછ્યા સિવાય દીક્ષા ન આપવી. તમારી મરજી થશે ત્યારે દીક્ષા આપીશું. આ વાર્તાલાપ સાંભળી આપના હર્ષના પાર ન રહ્યો. છેવટે ખીમચ'દભાઈની રજા 27 Page #18 -------------------------------------------------------------------------- ________________ લઈ આપ શ્રી ગુરૂમહારાજ પાસે જ્ઞાનાભ્યાસ કરવા અમદાવાદ રેકાયા અને ખીમચંદભાઈ વડેદરા ગયા. ચોમાસામાં અમદાવાદના કેટલાક શેઠીઆઓએ આપની અનેક પ્રકારે પરીક્ષાઓ કરી હતી. ચોમાસું પૂર્ણ થતાં આચાર્ય મહારાજ સાહેબે પાલીતાણા તરફ પ્રયાણ કર્યું. ખીમચંદભાઈ આપને વડેદરા લઈ ગયા. આપનું મન તે ગુરૂચરણેને જ ચાહતું હતું. - હવે ખીમચંદભાઈએ વિચાર્યું કે મનુષ્ય મનુષ્યના મનને કયાં સુધી રોકી શકે તેમ છે, માટે છગનને સ્નેહની સાંકળમાં ફસાવું તો સહેજે કામ સુધરી જશે અને છગનનું મન દીક્ષા ઉપરથી ફરી જઈ સંસારમાં ગુંથાશે. આમ વિચારી એક જોશી મહારાજને બોલાવી અંગ લક્ષણેનું ધ્યાન કરાવ્યું. જેશીજી મહારાજ પણ આપનાં શારીરિક લક્ષણે જોઈને વિચારમાં પડી ગયા અને ખીમચંદ ભાઈને ખાનગીમાં કીધું કે “આ બાળક તે ભાગ્યવાન જીવ છે, અને તે સંસારમાં ફસે તેમ લાગતું નથી. ? આપને હવે આ સંસાર કારાગ્રહ સમાન ભાસતે. આપ હંમેશાં વિચારતા હતા કે મનુષ્યને પિતાની નાની સરખી જિંદગીમાં કાંઈક આત્મસાધન કરવું જોઈએ જેથી ભાવમાં સુખની પ્રાપ્તિ થાય. છેવટે એવા નિશ્ચય ઉપર આવ્યા કે ભાઈને સાચી મનેદશા દેખાડ્યા સિવાય રજા Page #19 -------------------------------------------------------------------------- ________________ નહીં આપે. માટે તે રસ્તે લેવું જોઈએ જેથી ખીમચંદ ભાઈને રજા આપવી પડે. ખીમચંદભાઈ આપને દુકાન ઉપર બેસાડી ઉઘરાણી જતા. પાછળથી આપ ગલામાંથી જે કાંઈ હાથમાં આવતું તે ગરીબને આપી દેતા. પછી ભાઈ આવીને પૂછતા ત્યારે આપ કહેતા “ભાઈ ભાગ્યવાને હજાર, લાખે મનુને અન્ન પાણ આદિ પુરું કરે છે તે આપણે પણ આપણું શકત્યાનુસાર અનાથની ઉપર દયા કરવી જોઈએ. વળી ધર્મશાસ્ત્રોનું એવું ફરમાન છે કે આવાં સત્કાર્યોમાં વાવેલું ધન લાખે ઘણું ફળ આપે છે માટે તે બાબત દુઃખ મનાવવું ન જોઈએ. અનેક ગામને પાવન કરતાં શ્રી આત્મારામજી મહારાજ સાહેબ પાલીતાણુ પધાર્યા. આપ પણ વડીલ બંધુની આજ્ઞા લઈને શ્રી તીર્થાધિરાજની યાત્રા નિમિત્તે પાલીતાણા પહોંચ્યા અને શ્રી ગુરૂદેવના ચરણેમાં હાજર થયા. અહીં પણ ખીમચંદભાઈને આપની દીક્ષાના ભણકારા આવ્યા અને રોકવા માટે યોગ્ય પ્રયત્ન પણ કર્યા ચોમાસું પૂર્ણ થતાં શ્રી ગુરૂદેવની સાથે આપનું રાધનપુરમાં આગમન થયું. આપે શ્રી ગુરૂદેવના ચરણમાં પડી બહુ જ નમ્રતાથી દીક્ષા માટે અર્જ કરી તેમજ ખીમચંદભાઈને એક રજીસ્ટર્ડ પત્ર લખ્યું કે “ અમુક દિવસે મારી દીક્ષા છે માટે અવશ્ય પધારશે.પત્ર મળતાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જ ખીમચંદભાઈ મુંઝવણમાં પડી ગયા. તેઓ ઝવેરી હીરાચંદભાઈ પાસે ગયા કે જેમની સલાહ વડોદરાના મેટા મેટા નાગરિક પણ વખતેવખત લેતા હતા. હીરાચંદભાઈએ ઉત્તર આપે કે- જ્યારે છગનની ઈરછા દીક્ષા લેવાની જ છે અને કઈ રીતે સંસારમાં ફસે તેમ નથી તે પછી રાજીખુશીથી આપણે રજા શા માટે ન આપવી ?” દુની આની અંદર આવી સોનેરી સલાહ આપનાર ભાગ્યે જ કોઈ મળી આવશે. હીરાચંદભાઇની સલાહને માન આપી, ખીમચંદભાઈ આપણા સ્વજન વર્ગ સાથે રાધનપુર આવ્યા. શ્રી ગુરૂમહારાજ પાસે જઈ સમાચાર પૂછતાં સૌ કોઈ કહેવા લાગ્યા કે-“અહીં તે કોઈ દીક્ષાની વાત પણ જાણતું નથી. ? છેવટે આપને બેલાવી પૂછતાં આપે સત્ય હકીકત કહી દીધી કે “હા, મેં પત્ર લખ્યો હતે.” સ્વજન વળે તેમજ ખીમચંદભાઈએ આપને હરેક રીતે સમજાવવા પ્રયત્નો કર્યા પરંતુ જેમ સૂર્યના પ્રકાશને કેઈ ઢાંકી શકતું નથી તેમ આપની ઈરછાને રોકવા કઈ સમર્થ ન હતું. અંતમાં આપશ્રીજીની ફઈએ એકાદ વરસ બાદ દીક્ષા લેવા કહ્યું જેના ઉત્તરમાં આપે કહ્યું કે “ તમે મને એ ચેસ કરી આપે છે તે દરમ્યાન હું આબાદ રહીશ.” આ પ્રમાણે વાતચીતથી સર્વનાં મન ઢીલાં થઈ ગયાં. બીજે દિવસે શ્રી ગુરૂદેવ પાસે જઈ દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું. વૈશાખ સુદ તેરસનું મુહૂર્ત આવ્યું. ખીમચંદભાઈએ શ્રી ગુરૂદેવને અર્જ કરી કે “ ગુરૂદેવ જે. Page #21 -------------------------------------------------------------------------- ________________ મારાથી આવી શકાશે તે હું દીક્ષા મહોત્સવ ઉપર આવીશ, નહીં તે આ૫ છગનને ઉપરોક્ત મુહૂર્ત પર દીક્ષા આપશે. ” આ વચન સાંભળી આપને તેમજ અન્ય શ્રોતાવર્ગને ખુબ હર્ષોલ્લાસ થયા. ગુરૂદેવે પણ ખીમચંદભાઈને ધન્યવાદ આપે. ખીમચંદભાઈ વંદન કરી વડેદરા પધાયા અને આપ ગુરૂમહારાજના ચરણેમાં રહ્યા અને ખૂબ હર્ષોલ્લાસથી જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યા. શંખેશ્વરજી તીર્થની પાસે રાધનપુર એક રમણીય શહેર છે. અહીં લગભગ એક મહિના પહેલાંથી લોકોએ આપને વાયણ દેવાં શરૂ કર્યા. તેમજ દીક્ષા ઉત્સવ માટે ભારે ઉત્સાહથી તૈયારીઓ થવા લાગી. સં. ૧૯૪૩ ના વૈશાખ સુદિ ૧૩ ના દિવસે શુભ મુહૂર્ત આપશ્રીને છે કાયની રક્ષા તથા કંચન-કામિનીના ત્યાગરૂપ એવં અષ્ટ પ્રવચન માતાના પાલન તેમજ મેક્ષની સાધનારૂપ ભાગવતી દીક્ષા આપવામાં આવી. આપનું નામ મુનિરાજ શ્રી વલલભવિજયજી રાખ્યું. આપશ્રીને આચાર્ય મહારાજ સાહેબે પિતાના પ્રશિષ્ય શ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય તરીકે સ્થાપિત કર્યા. આ વખતે જે ઠાઠમાઠ થયે હતે તે ઘણે જ પ્રશંસનીય અને અકથનીય હતે. જ્ઞાનાધ્યયન અને ગુરૂવિરહ સંસારાવસ્થાને ત્યાગ કરી આપે સાધુજીવનમાં પ્રવેશ કર્યો. ગઈકાલના છગનલાલ આજે મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજીના નામથી પ્રખ્યાત થયા. દીક્ષા લઈને Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આપે સાધુ યેગ્ય આવશ્યક સૂત્રે આદિનું અધ્યયન શરૂ કર્યું. પ્રથમ ચાતુર્માસ શ્રી ગુરૂદેવની સાથે અહીં જ રાધનપુરમાં કર્યું. બાદમાં માંડલગામે ગુરૂમહારાજ સાથે પધાર્યા. અહીં ખીમચંદભાઈ સપરિવાર આપશ્રીના તથા આચાર્ય મહારાજ સાહેબના દર્શનાર્થે આવ્યા. આપશ્રીને જોઈ સવેનાં હૃદય ભરાઈ આવ્યાં. છેવટે આપના કુળ એવું માતાપિતા તેમજ આપની જાતને ધન્ય મનાવતા સ્વસ્થાને ગયા. શ્રી ગુરૂદેવની સાથે વિચરતાં આપ મહેસાણા પધાર્યા. ચાતુર્માસ પણ અહીં થયું. આપની અંદર સેવાભક્તિનાં ઉરચ ગુણે વાસ કર્યો હતે. આથી આપને શ્રી ગુરૂમહારાજે પોતાના વિશ્વાસુ એવં પ્રાઇવેટ સેક્રેટરી તરીકે માન્યા, અને ઘણુંખરૂં લખવા આદિનું કામ શ્રી ગુરૂમહારાજ આપની પાસે કરાવવા લાગ્યા. આનું પરિણામ એ આવ્યું કે શ્રી ગુરૂદેવ પિતાના અંત સમયમાં લોકોને કહેતા ગયા કે “મારા ખેડેલા ક્ષેત્રોની રક્ષા કરશે, મારી બેટને વલ્લભ પૂરી કરશે ” આપે પણ ગુરૂવચન સત્ય કરી બતાવ્યું છે. આપે શ્રી ગુરૂદેવની ઈચ્છાનુસાર ઘણુ સ્તુત્ય કાર્ય કર્યા છે અને હજુ પણ પિતાની અવસ્થાની પરવા કર્યા સિવાય કર્યો જાય છે. સમાજે પણ આપનાં કાર્યોની યોગ્ય કદર કરી આપને શ્રી ગુરૂદેવના સ્થાન પર સ્થાપિત કર્યા છે. ચેમાસું મહેસાણામાં સમાપ્ત કરી રામાનુગ્રામ વિચ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૩ રત આચાર્ય મહારાજ સાહેબની સાથે મારવાડમાં પધાર્યાં. અહીં ખાલી એવ` નાડલાઈમાં આપનું સૌ પ્રથમ વ્યાખ્યાન થયું. આ વ્યાખ્યાન સાંભળી લેાકેાનાં મનમુગ્ધ થઈ ગયાં શ્રી આત્મારામજી મહારાજ સાહેબ આગળ વિચરતાં પાલી પધાર્યાં. અહીં સાત મુનિરાજોની સાથે આપની વડી દીક્ષા થઈ. શ્રી ગુરૂદેવ આત્મારામજી મહારાજ સાહેબ જોધપુર પધાર્યાં અને આપને આપના ગુરૂદેવ શ્રી હર્ષવિજયજી મહારાજ સાહેબની તીઅતના કારણે પાલી ચોમાસુ કરવું પડયું.. બાદમાં દિલ્હી પધાર્યા અહીં આપના ગુરૂમહારાજ શ્રી હર્ષોં-વિજયજી મહારાજ સાહેબના સ્વર્ગવાસ થયા. આપશ્રીને આ બનાવથી મહુ જ દુ:ખ થયું. બાદમાં અન્ય મુનિરાજોની સાથે શ્રી આચાર્ય મહારાજ સાહેબના ચરણમાં અંબાલા પધાર્યાં અને શ્રી ગુરૂદેવને અર્જ કરી કે આપના (ગુરૂદેવના) ચરણેાની સેવાથી સેવકને કદી વરંચિત (અલગ) ન રાખે. અ'આલા શહેરમાં એક વખત આપ શ્રી ગુરૂમહારાજની પાસે બેસી અભ્યાસ કરી રહ્યા હતા. શ્રાવકે એ શ્રી આચાર્ય મહારાજ સાહેબને પૂછ્યું “હે મહારાજ કયા પઢ રહે હૈ ? ” ગુરૂમહારાજે ઉત્તર આપ્યા કે “મૈં ઉનકે પંજાખ કે લિયે તૈયાર કર રહા હૂં. પજાળકી રક્ષાકા પાઠ પઢ રહે હૈ. ” પજાખની રક્ષા શી રીતે કરવી તે શીખી રહ્યા છે. જે વચના શ્રી ગુરૂમહારાજે ઉચ્ચાર્યાં હતા તે આપે યથાર્થ કરી બતાવ્યા છે. પુજાબ માટે. Page #24 -------------------------------------------------------------------------- ________________ આપના હૃદયમાં કેટલી કાળજી છે તે વાચકવૃંદની જાણ બહાર -નથી. સ્વયં પિતે વિચાર કરી લે. આપશ્રીમાં એક અપૂર્વ ગુણ એ છે કે કઈ પણ વાતને આપ પહેલાં ધ્યાનપૂર્વક સાંભળશે, પછી તેના ઉપર વિચાર કરશે. આ પ્રમાણે જ્યારે શ્રી આચાર્ય મહારાજ વ્યાખ્યાનની પાટ ઉપર પધારતા ત્યારે આપ પણ સાથે વ્યાખ્યામાં જતા અને ધ્યાનપૂર્વક શ્રી ગુરૂદેવનું પ્રવચન સાંભળતા, અને ખાસ જરૂરતની વાતની ખેંધ કરી લેતા. આનું ફળ પ્રત્યક્ષ દેખાય છે કે શ્રી ગુરૂદેવની વ્યાખ્યાનશૈલી આપની અંદર બરાબર ઉતરેલી છે. આ અરસામાં એક સ્થાનકવાસી સાધવી પાર્વતીબાઈએ જ્ઞાનદિપિકા” નામની એક પડી બહાર પાડી. આપે તે ચોપડી વાંચી તે તેમાં મૂર્તિપૂજા નિષેધરૂપ ઝેર એવું અજ્ઞાન ભરેલું હતું. આથી આપના રોમ રેમમાં ધાર્મિક લાગણી ઉત્પન્ન થઈ. શ્રી ગુરૂદેવની આજ્ઞા લઈ તેના પ્રત્યુત્તર રૂપે “ગ૫ દીપિકા સમીર” નામનું પુસ્તક તૈયાર કર્યું. આપની આ ગુરૂસેવાની પ્રથમ પ્રસાદીરૂપ છે. સુધીઆનામાં આપના સ્વર્ગીય ગુરૂમહારાજની યાદગારમાં એક જ્ઞાનમંદિર ખેલવા માટે શ્રી ગુરૂદેવ સમક્ષ આપે ઈચ્છા પ્રગટ કરી. શ્રી ગુરૂદેવે સહર્ષ આજ્ઞા આપી અને તેના માટે એગ્ય પ્રબંધ કરાવી આપે. શ્રી ગુરૂદેવ પ્રતિષ્ઠા આદિ કાર્યોમાં આપને જ આગળ કરતા અને ઘણી ખરી ક્રિયાઓ આદિ પણું આપના Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હાથે જ કરાવતા, કારણ કે આપને હરેક વાતે નિપુણ બનાવવા હતા. અમૃતસરમાં એક મુમુક્ષુને સ. ૧૯૪૮ માં દીક્ષા આપી શ્રી ગુરૂદેવે આપના પ્રથમ શિષ્ય બનાવ્યા ને શ્રી વિવેકવિજયજી નામ રાખ્યું. આપને જ્ઞાનાભ્યાસને ઘણો જ શોખ લાગેલે જોઈ ઉત્તમચંદ પંડિત પાસે કેટલેક અભ્યાસ કર્યો અને આપ અંબાલા પધાર્યા. આ અરસામાં પાલીતાણામાં એક સંસ્કૃત પાઠશાળા ખુલ્લી હતી, આપે અભ્યાસ માટે ત્યાં જવા શ્રી ગુરૂદેવની આજ્ઞા માંગી. શ્રી ગુરૂદેવે પણ આજ્ઞા આપી. સાથે એ પણ લખી દીધું કે પાંચ વરસથી વધારે ત્યાં રહેવું નહીં, કારણ કે ત્યાં વધારે રહેવાય તે બીજાઓની દેખાદેખી શિથિલતા આવી જાય. વળી એમ પણ લખી દીધું કે બન્ને બાજુથી ન ચૂકે તેને પણ ખ્યાલ કરશે. આ તરફ ગુજરાતમાં સમાચાર મળતાં ત્યાંથી પણું કેટલાક હિતશિક્ષાના પત્રો આવ્યા કે શ્રી ગુરૂમહારાજના ચરણની સેવા ન છેડશે. આવી પરિસ્થિતિ જોઈ આપે પાલીતાણા જવાનો વિચાર બંધ રાખે. ચોમાસું પૂર્ણ થતાં શ્રી ગુરૂદેવના ચરણમાં હાજર થયા. શ્રી ગુરૂમહારાજે હસીને પૂછ્યું : “ક્યા ભાઈ પંડિત બન આયા” આપે નમ્રતાથી જવાબ આપે “ગુરૂદેવ ! કલ્પવૃક્ષ અને ચિંતામણિરાનને છોડીને જવાની જે મારી અજ્ઞાનતા હતી તેને છેડી આવે.” Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આ વખતે અમેરિકામાં એક સર્વ ધર્મ પરિષદ ભરોવાની હતી તેમાં જૈન ધર્મના પ્રતિનિધી તરીકે શ્રી આત્મારામજી મહારાજ સાહેબને નિમંત્રણ આવ્યું, પરંતુ સાધુપણાને કારણે સમુદ્ર પાર જઇ શકાય નહી... આથી કાઠીઆવાડમાં આવેલ મહુવા ગામના નિવાસી શ્રીયુત્ વીરચંદ રાઘવજી ગાંધી માર, એટલાને માકલવા માટે મહારાજ સાહેબે તૈયાર કર્યાં. લેાકેા ઘણા વિરૂદ્ધ પડયા છતાં પણ મહારાજ સાહેબે મક્કમ રહી, અનેક કષ્ટોના સામના કરી, છમહિના પેાતાની પાસે રાખી તૈયાર કર્યાં અને (ચરિત્રનાયકની) પાસે એક નિબંધ તૈયાર કરાવી શુભ મુહૂતૅ વીરચંદભાઇને ચીકાળે માકલ્યા માત્ર જુજ સમય માટે માકલ્યા હતા. પરંતુ જૈન ધર્મના પ્રચારા સેંકડા વ્યાખ્યાને આપ્યા છતાં પણ ત્યાંના શ્રોતાવર્ગ નેસંપૂણ સંતાષ ન થયેા. આ પ્રમાણે યુરેપ તેમજ અમેરિકામાં જૈન ધર્મના કીતિ સારી રીતે ફેલાવી. આજ પણુ શ્રી ગુરૂદેવનાં તેમજ આપનાં યશોગાન પાશ્ચાત્ય લેાકેા મુકત કરે કરે છે. એક વખતની વાત છે કે પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજ ગુજરાતથી વિહાર કરી પેાતાના ગુરૂદેવ શ્રી આત્મારામજી મહારાજ સાહેબના દર્શના પંજાબ પધાર્યાં. આપના તેમજ શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબના અનહદ પ્રેમ છે. સાથેાસાથ અન્ને મહાપુરૂષાની જન્મભૂમિ પણ એક જ છે. એક વખત અને ભાગ્યવાને એકાંતમાં બેસી થચર્ચા કરતા હતા એટલામાં શ્રી આચાર્ય મહારાજ સાહેમ ત્યાં પધાર્યાં અને શ્રી પ્રવતકજી મહારાજ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સાહેબ તરફ હસીને બેલ્યા: “મૈને વલભકે પંજાબકે લીયે તૈયાર કિયા હૈ, તુમ સમઝા કર ઉનકે ગુજરાતમેં નહીં ઉડા લે જાના.” શ્રી પ્રવર્તક જ મહારાજ સાહેબે પણ તેવી જ રીતે હસતાં હસતાં ઘણું જ નમ્રતાથી ઉત્તર આપેઃ “ગુરૂદેવ! જે આપકા કૃપાપાત્ર બના હુઆ હૈ વહ દુસરેકે નહીં ચાહતા હૈ. જીસકો અમૃત પીનેકા સ્વાદ પડ જાય વહ છાશ કદી નહીં પીતા હૈ. હું તે તેમને એ જ સલાહ આપું છું કે કોઈ પણ વખતે શ્રી ગુરૂદેવના ચરણેની સેવા નહીં છોડશે, તેમજ આપ ગુરૂદેવને પણ મારી નમ્ર પ્રાર્થના છે કે આપ ગુરૂદેવ પણ તેમને ન છોડશે. આ ભાગ્યવાનને જોઈ એટલે આનંદ મને થાય છે તેટલે ભાગ્યે જ કોઈને થતું હશે.” આ જ પણ બનેને તે જ બલકે તેથી પણ વધારે ધર્મપ્રેમ છે. આપની આચાર્ય પદવી પણ શ્રી પ્રવર્તક મહારાજ સાહેબ એવં શ્રી હંસવિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ શ્રી સુમતિવિજયની ઈચ્છાનુસાર થઈ છે, તેમજ દરેક કાર્ય આજદિન સુધી આપ તેઓની ઈચ્છા અને સલાહ પ્રમાણે જ કરે છે. આ૫માં આ ગુણ એક મહવને તેમજ પ્રશંસનીય છે. આ ચોમાસામાં શ્રી ગુરૂદેવે તૈયાર કરેલ શ્રી તત્ત્વનિર્ણયપ્રાસાદની પ્રેસ કોપી કરવી શરૂ કરી. બાદમાં વિહાર કરી શ્રી ગુરૂદેવની સાથે ગુજરાંવાલા પધાર્યા. શ્રી આચાર્ય મહારાજ સાહેબને શ્વાસનું દરદ હતું. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રાવકોએ તેમજ સાધુ મહારાજેએ તેના ઉપચાર માટે ઘણી અરજ કરી, પરંતુ તેઓશ્રી હમેશાં ના કહેતા. સં ૧૫રના જેઠ સુદિ ૭ ની રાતના જ્યારે બધા સાધુઓએ સંથારે કર્યો હતો. ત્યારે આચાર્ય મહારાજ સાહેબને ઠલા(જાજરૂ)ની હાજત થઈ. શંકા ટાન્યા પછી મહારાજ સાહેબની તબીઅત બગી. બધા સાધુ જાગી ઊઠ્યા. આપ પણ શ્રી ગુરૂદેવના ચરણેમાં આવી બેઠા. શ્રી ગુરૂદેવથી હવે બોલાતું ન હતું. બહુ મુશ્કેલીએ એટલું બોલ્યા કે “ ભાઈ, અબ હમ ચલતે હૈ.” બાદમાં અહ, અહં કરતાં આચાર્ય મહારાજ સાહેબને આત્મા આ દુઃખમય સંસારને છડી પરલેકવાસી થયે. આ બનાવથી આપશ્રીજીને અનહદ દુઃખ થયું, જેનું વર્ણન આપશ્રી સિવાય કરવાને કઈ સમર્થ નથી. આ દુઃખને ઓછું કરવા આપે ડાંક ભજને લખ્યાં છે જે ગ્રંથગૌરવના કારણે અહીં લખ્યાં નથી. શાસક્યોતિનાં કાર્યો હવે શ્રી ગુરૂદેવરૂપી સૂર્ય અસ્ત થવાથી તેમના કાર્યને બધો ભાર આપશ્રીજીની ઉપર આવી પડ્યો. સાધુએને અધ્યયન કરાવવું, વ્યાખ્યાન વાંચવું, શ્રી ગુરૂમહારાજે નવીન તૈયાર કરેલ બગીચાની યોગ્ય રક્ષા કરવી, અન્ય ધર્મીઓનાં આક્રમને શાંતિપૂર્વક જય કરે આદિ અનેકાનેક કાર્યો આપને કરવાનાં હતાં. વાંચકવૃંદની જાણ બહાર નથી કે આપની વય હજુ ઘણુ જ નાની એટલે પચીશેક વર્ષની હતી. છતાં પણ આપે ઘણું જ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સાવધાનીથી એવં કષ્ટોના સામના કરી થૈ તાથી શ્રી ગુરૂદેવના વચનને સત્ય કરી બતાવ્યું અને શ્રી ગુરૂમહારાજની સરસ્વતિમદિરની અધૂરી રહેલ ઈચ્છાને આપે પેતાની ઉપદેશશક્તિથી પૂર્ણ કરી અને અત્યારે વૃદ્ધાવસ્થામાં પશુ સતત વિહાર એવં પરિશ્રમથી કર્યાં કરે છે તે ઘણું જ પ્રશ'સનીય છે. સ. ૧૯૫૨ નું ચેમાસું ગુજરાવાલામાં કર્યું. અહીં શ્રી ગુરૂદેવની યાદગારી રાખવા માટે જનતાને ઉપદેશ કરી નીચે મુજબ શાસનેાન્નતિનાં કાર્યો કર્યાં. (૧) શ્રી ગુરૂદેવના નામના (આત્મ) સંવત ચલાવવ આ સંવત પજાખમાં ખરાખર ચાલી રહેલ છે. (૨)શ્રી આત્માનંદ જૈન સલાની દરેક શહેરમાં સ્થાપના કરવી. પ્રાયઃ પંજાબના દરેક શહેરમાં આ નામની સસ્થાઓ સ્થાપન થએલી છે અને ગુજરાતમાં પણ ઘણા સ્થાનેામાં શ્રી આત્માનદ જૈન સભાની સ્થાપનાએ થએલી જોવાય છે. તેમજ સ સભાઓના કાર્યને કેન્દ્રીભૂત કરવા માટે શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબની પણ સ્થાપના થઈ ચૂકી છે. (૩) એક સમાધિમ`દિર બનાવવું જેમાં પાછળથી સં. ૧૯૬૫માં શ્રો આત્મારામજી મહારાજ સાહેબનાં પગલાંની સ્થાપના થઇ અને તે મદિરને શ્રી આત્માનંદ જૈન ભુવન નામ આપ્યુ, જેમાં ચરિત્રનાયકના હાથે શ્રી આત્માનંદ જૈન ગુરૂકુળની સ્થાપના થઈ. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ (૪) પંજાબના દરેક શહેરમાં શ્રી આત્માનંદ જૈન પાઠશાળા સ્થાપવી જેના ફળસ્વરૂપ અંબાલામાં શ્રી આત્માનંદ જેન હાઈકુલ ચાલતી હતી જે આજે કોલેજના નામથી પ્રસિદ્ધ થઈ છે, જેના માટે આપશ્રીજીએ ગયે વર્ષે લાંબા વિહાર કરી ગુજરાતથી પંજાબ પધાર્યા અને કેલેજનું ઉદ્ઘાટન આપશ્રીજીની અધ્યક્ષતામાં અમદાવાદનિવાસી શેઠ કસ્તુરભાઈ લાલભાઈના હાથે થયું. (૫) ઉપરોક્ત પાઠશાળા માટે પાઈફંડની શરૂઆત કરાવી. (૬) શ્રી આત્માનંદ જૈન માસિક પત્રિકાના રૂપમાં કાઢવું વિગેરે અનેક સ્તુત્ય કાર્યો આ અવસર ઉપર થયાં જે ઘણાં જ પ્રશંસનીય છે. શ્રી ગુરૂમહારાજના વિયેગથી પંજાબવાસીઓને અનહદ દુઃખ થએલું હતું તેને શાંત કરવા આપે ગ્રામાનુગ્રામ વિહાર કર્યો અને કેને અમૃત પાન કરાવ્યું. બાદમાં નારેવાલના એક સભામાને દીક્ષા આપી આપના શિષ્ય બનાવ્યા. શ્રી લલિતવિજયજી નામ રાખ્યું, જેઓ આજે આચાર્ય મહારાજ સાહેબ શ્રી વિજયલલિતસૂરિજીના નામથી પ્રસિદ્ધ છે, ને આજે મારવાડ આદિ અજ્ઞાન દેશોમાં વિદ્યાપ્રચાર માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે. આ ચોમાસામાં આપે શ્રી આચાર્ય મહારાજ સાહેબનું જીવનચરિત્ર હિન્દી ભાષામાં તૈયાર કર્યું. અહીંથી અમૃતસર પધાર્યા. જનતાએ આપશ્રીજીને શ્રી ગુરૂદેવના Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પટ્ટ ઉપર સ્થાપિત કરવા ઘણા પ્રયત્ન કર્યો, પરંતુ આપે તે વાત મંજુર કરી નહીં. ત્યાંથી લાહેર પધાર્યા. અહીં શ્રાવકનાં (મૂર્તિપૂજકેનાં ) બે ત્રણ ઘર હતાં. આપે એક મહિને સ્થીરતા કરી લેકોના અજ્ઞાન અંધકારને દૂર કર્યો અને સમ્યકત્વરૂપ બીજ વાવ્યું. આજે તે કલ્પવૃક્ષ સદશ ફલીભૂત થયું છે. આજે અહીં અનેક મૂર્તિપૂજકેનાં ઘર નજરે આવે છે. - વિહારના રસ્તામાં એક શીખ પહેલવાનને ૨૭ મણની ગદા ફેરવતે જઈ તેની પ્રશંસા કરી અને હિંસા ન કરવાને ઉપદેશ કર્યો. અહીંથી હુશી આરપુર પધાર્યા અને શ્રી ગુરૂદેવની મૂર્તિની સ્થાપના કરાવી. આ વખતે પણ લોકેએ આપને આચાર્યપદવી આપવા માટે અથાગ પરિશ્રમ કર્યો પણ એમને સફળતા મળી નહીં. છેવટે સં. ૧૭ માં ગુજરાતની રાજધાની પાટણ શહેરમાં શ્રી કમલવિજયજી મહારાજ સાહેબને શ્રી ગુરૂદેવના સ્થાન પર સ્થાપિત કર્યા. શ્રી ગુરૂદેવે સ્વમુખે ફરમાવેલું કે “ વરલભ મારી ગાદી સંભાળશે” પરંતુ આપ દીક્ષા પર્યાયમાં, અને ઉમ્મરમાં પાછળ હોવાથી આપે આચાર્ય પદવી ન લેતાં શ્રી કમલવિજયજી મહારાજ સાહેબને આગ્રહ કરી તે સ્થાન અપાયું. આ એક નિરભિમાનને અમૂલ્ય દાખલો છે. ચોમાસું અહીં જ થયું અને શ્રી આત્માનંદ જૈન પાઠશાળાને પગભર Page #32 -------------------------------------------------------------------------- ________________ કરવા અનેક પ્રયત્ન એવં પ્રસ્તા પાસ કરાવ્યા. સમાણમાં સ્થાનકવાસી સાધુઓ સાથે શાસ્ત્રાર્થ થતાં સ્થાનકવાસીઓની હાર થઈ તેમજ નાભા સ્ટેટમાં મહારાજા હીરાસીંગજી બહાદુરની અધ્યક્ષતામાં સ્થાનકવાસી ઉદયચંદજી સાથે શાસ્ત્રાર્થ થયે તેમાં પણ આપને વિજય અને સ્થાનકવાસીઓને પરાજય થયો. આ વખતે ખીમચંદભાઈ ગુજરાત પધારવા વિનતિ કરવા આવ્યા. ઘણા લાંબા કાળ બાદ ગુજરાત તરફ વિહાર કરવા આપની ઈછા તે થઈ, પરંતુ પંજાબ કને સોંપીને જવું એવા વિચારમાં હતા. આ તરફ આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયકમલસૂરિજી તથા ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ પંજાબ પધાર્યા. એઓની આજ્ઞાથી આપે ગુજરાત તરફ વિહાર કર્યો, અને દિલ્હી પાસે ખીવાઈ ગામમાં બિરાજમાન હતા ત્યારે ગુજરાંવાલાથી લાલા જગન્નાથજી આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસૂરીજી તથા ઉપધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજીને અને શ્રી સંઘને એમ બે પત્રે લઈને આપની પાસે આવ્યા. આ પત્રમાં નીચે માફક સમાચાર હતા. આ વખતે અત્રેના (ગુજરાંવાલાના) ઢુંઢીઆઓએ સારા શહેરને પિતાના પક્ષમાં ભેળવી લીધા છે, અને જૈન તવાદશ તથા અજ્ઞાનતિમિરભાસ્કરને બેટા ઠરાવવા ૧. વિસ્તારથી જાણવાવાળાઓએ ઢંઢકમતપરાજય, શાસ્ત્રાર્થ નાભા, આદર્શ જીવન આદિ ગ્રંથથી જોઈ લેવું. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ઘણું જ પ્રયત્ન કરી રહ્યા છે. આ વખતે તમારી હાજરીની ખાસ જરૂરત છે. અમને વિશ્વાસ છે કે તમારા આવવાથી આપણને વિજય મળશે અને શ્રી ગુરૂદેવને પશુ યશ વધશે, માટે ગમે તે ભેગે ગુરૂમહારાજના વાકયેને ધક્કો ન લાગે માટે લાંબા વિચારે છેડી દઈ તુરત આ તરફ પ્રયાણ કરશે.” ઈત્યાદિ સમાચાર વાંચી જેઠ મહીનાની સખ્ત ગરમી છતાં ચાર માઈલને વિહાર કરવાનું હતું ધર્મ અને શ્રી ગુરૂદેવના નામ માટે આપે અને આપના શિષ્યરત્ન સેહનવિજયજીએ તત્કાલ વિહાર કર્યો. સપ્ત ગરમીમાં વીસ વીસ અને પચીશ પચીશ માઈલેના વિહાર કરી રહ્યા હતા. રસ્તામાં આપની તેમજ સાથેના મુનિરાજોની * આ મહાત્માને સ્વર્ગવાસ સં. ૧૯૮૨ના કારતક વદ ૧૪ના દિવસે ગુજરાંવાલા (પંજાબ)માં થઈ ગયે. આપણા ચરિત્રનાયકના શિષ્યોમાં શ્રી સોહનવિજયજી મહારાજ નિર્ભય અને સ્પષ્ટ વકતા તેમજ ઉત્સાહી સાધુ હતા. એના ઉપદેશથી પંજાબમાં ઘણું સુધારાઓ થયા હતા. કસાઈઓ તથા મુસલમાનને માંસાહાર છેડાવ્યો હતે. ઘણું સ્થળોથી એમને માનપત્રો મળ્યાં હતાં. શ્રી સોહનવિજયજી મહારાજ ચરિત્રનાયકના પૂર્ણ કૃપાપાત્ર અને પંન્યાસ તથા ઉપાધ્યાય પદથી વિભૂષિત થયા હતા. એઓશ્રીનું સંપૂર્ણ જીવન ચરિત્ર વાંચવાની ઇચ્છાવાળા બંધુઓએ શ્રી આત્માનંદ જૈન મહાસભા (પંજાબ) અંબાલા શહેરનું છપાએલ શ્રી આદર્શપાધ્યાય નામનું પુસ્તક વાંચવું. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શારીરિક સ્થિતિ બગડી ગઈ હતી, પણ તેની પરવા ન કરતાં લાહાર પહેાંચ્યા. અહી” શ્રી ગુરૂદેવના વચનાને સત્ય બતાવતા ફૈસલા થયા સાંભળી આપને આનંદ થયા. ત્યાંથી ગુજરાંવાલા પધાર્યાં. અત્રેના શ્રી સ`ઘની સામૈયા સાથે પ્રવેશ કરાવવાની ઈચ્છા હતી, પણુ આપે ના કહી, કારણ કે આ વખતે શ્રી આચાર્ય મહારાજ શ્રી વિજયમલસૂરીશ્વરજી તથા ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજી મહારાજ આદિ વડીલે અહીં બિરાજતા હતા. પરંતુ છેવટે તેઓશ્રીની આજ્ઞાનુસાર સામૈયા સાથે આપને શહેરમાં પ્રવેશ થયે, ચોમાસુ આચાર્ય મહારાજ સાહેબની સાથે જ થયું. આ એક ગુરૂ ભક્તિના અપૂર્વ દાખલા છે. ચોમાસા બાદ ગુજરાત તરફ વિહાર કર્યાં. દીલ્હી થઈ જયપુર પધાર્યાં. અહીં આપને યુરોપીઅન અમલદારે બ'ગાલી સમજી આપની પાછળ છુપી પેાલીસના માણસાને રાખ્યા. છેવટે તે લેાકાને પણ નિરાશ થવું પડયું અને વધારામાં એલાકા આપશ્રીજીનું વ્યાખ્યાન સાંભળી ધર્મપ્રેમી બન્યા. અહીં જૈન તેમજ જૈનતરીમાં આપશ્રીછતા વ્યાખ્યાનની સારી અસર થઇ. રાજ્યના કેટલાક અમલદારા હંમેશાં વ્યાખ્યાનમાં આવતા. અહીં મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, વિચારવિજયજી, તિલકવિજયજી મહારાની ઘણા ઠાઠમાઠથી દીક્ષા થઈ. દીક્ષા મહાત્સવ ઘણી જ ધામધુમથી થયેા હતેા. અત્રેથી વિહાર કરી ગ્રામાનુગ્રામ * આદર્શજીવન જુએ. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ના ભાવ અહી ચતુરાઇથી ? પાવન કરતાં અજમેર, જત, વાલી અને પંચતીથી આબુની યાત્રા કરી મારવાડ વટાવી પાલનપુર પધાર્યા ચાતુર્માસ ની ભાવના ન હોવા છતાં પણ લેકેને અત્યંત આગ્રહ દેખી ચોમાસું અહી થયું. અહીંના લોકોમાં બે પક્ષ હતા. આપે કુનેહ અને ચતુરાઇથી સમાધાન કરાવી અને ઉપદેશદ્વારા શ્રી આત્માનંદ ને કેળવણી ફંડની સ્થાપના કરાવી જેમાં વીસ હજારની આવક થઈ અને તેને લાભ લઈ આજે સંખ્યાબંધ ગ્રેજયુએટ અને સેલીસિટરે તૈયાર થયા છે. અહીં વિચક્ષણવિજયજી તથા મિત્રવિજયજી મહારાજની દીક્ષા ઘણી જ ધામધુમથી થઈ. શ્રીમાન નવાબસાહેબ પણુ પધારેલા. અહીં રાધનપુરના આપના જુના મિત્ર શેઠ મોતીલાલ મૂળજી આપને શ્રી શત્રુંજય તીર્થના સંઘમાં સાથે પધારવા વિનંતિ કરવા આવ્યા. આપે પણ શ્રી ગિરિરાજના દર્શનની ઈચ્છા દર્શાવી, કેમકે આપની અને આપના પરિવારની શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ઘણી જ ઉત્કંઠા હતી. ચોમાસું પૂર્ણ કરી ગુજરાતની જૈનપુરી પાટણ શહેરમાં પધાર્યા. લોકોએ ઘણું જ ઉત્સાહથી નગરપ્રવેશ કરાવ્યું. ચોમાસા માટે અસીમ પ્રાર્થના કરી, પરંતુ પાલીતાણા જવાનું હોવાથી સંખેશ્વરજીની યાત્રા કરી રાધનપુર પધાર્યા (સં. ૧૯૬૬) રાધનપુરની પ્રજામાં આજે અદ્વિતીય ઉત્સાહ એવ આનંદ હતું, કારણ આજથી ત્રેવીસ વર્ષ પહેલાં જે ભાગ્યવાનને સંસારથી મુક્ત કરવા અને દિક્ષારૂપ નૌકામાં Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્થાપિત કરવા ઉદ્યમવંત હતી તે ભાગ્યવાન આજે ભારતવર્ષની અંદર સૂર્યની માફક પિતાના જ્ઞાન અને ચાતુર્યને પ્રકાશ ફેલાવતાં પિતાના આંગણે પધારે છે તેના દર્શનને લાભ થતું હોવાથી લોકોને આજને ઉત્સાહ અવર્ણનીય હતે. થોડા દિવસ લોકોને અમૃતપાન કરાવી સંઘ સાથે પાલીતાણા તરફ પ્રયાણ કર્યું. આ વખતે પંજાબથી એક સંઘ આપના તેમજ શ્રી તીર્થાધિરાજના દર્શનાર્થે નીકળેલ. તે રસ્તામાં ઉપરોકત સંઘને મળી ગયું અને શ્રી ગિરિરાજના દર્શન સુધી સાથે રહી, પ્રભુની યાત્રાને લાભ લીધે. આપ લીંબડી પધાર્યા. અહીંના દરબાર સાહેબે પોતાના માણસ સાથે આપશ્રીજીને કહેડાવ્યું કે “મને દર્શન આપ્યા પછી આપ આગળ પધારશે.” બીજે દિવસે દરબાર સાહેબ સપરિવાર આપશ્રીજીના દર્શનાર્થે આવ્યા. બે ત્રણ કલાક ધર્મચર્ચા થઈ. ઉપદેશામૃત સાંભળી જન્મ સફળ મનાવ્યું અને કહ્યું કે “મેં જેવી આપની પ્રશંસા સાંભળી હતી તે સત્ય નીવડી છે. આપે શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ સાહેબના ચરણમાં રહી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે ઘણું જ પ્રશંસાપાત્ર છે. આપ જરૂર પાલીતાણુથી પાછા ફરતાં મને દર્શન દઈને પાવન કરશે. ” જણાવતાં હર્ષ થાય છે કે પહેલાં પણ આ પ્રમાણે શ્રીમાન દરબાર સાહેબના પિતાશ્રી આચાર્ય મહારાજ સાહેબ શ્રી વિજયાનંદસૂરીશ્વરજીના દર્શન માટે પધાર્યા હતા અને તેઓશ્રીના ઉપદેશામૃતનું પાન કર્યું હતું. અહીંથી આપ Page #37 -------------------------------------------------------------------------- ________________ બોટાદ પધાર્યા. અહીં સ્થાનકવાસીઓનું બહુ જોર હોવાથી ભગવાનની પ્રતિમાને નગરપ્રવેશ નહાતા થવા દેતા. શ્રી સંઘે આપશ્રીજીને અરજ કરી, આપે સાથમાં રહી શ્રી પરમાત્માજીને બીજે દિવસે મંદિરજી (દેરાસર)માં સ્થાપન કર્યા. પછી સંઘની સાથે પરમપુનીત શ્રી તીર્થાધિરાજની યાત્રા કરી જન્મ સફળ મના. અહીંથી ભાવનગર આદિ તીર્થોમાં થઈ આપની જન્મભૂમિ વડેદરા શહેરમાં પધાર્યા આજે વડોદરા શહેરમાં એક અને ઉત્સાહ એવું આનંદની વૃત્તિ દેખવામાં આવતી હતી, કારણ પિતાના વક્ષસ્થળ પર જે બાળકને બાલ્યકાળમાં ખેલાવેલ, અને પિતાના અન્નજળથી ઉછેરેલ તે આજ ભારતભૂમિને પૂજનિક બની, અનેક ગુણથી સુશોભિત થઈ જ્ઞાન એવં વ્યાખ્યાન આદિ અનેક ગુણેથી દુનીઆને વશીભૂત કરતાં પોતાને આંગણે પધારે છે તે જોવા હજારો નરનારીઓનાં ટેળાં શહેરના રસ્તાઓમાં ઉલટી પડ્યાં હતાં. એક સમય એ હતો કે આપ શહેરની શેરીઓમાં ખેલતા-ફરતા અને આજે એ સમય આવ્યે કે સારા સંસારમાં દિગવિજય કરતાં અને દુનીયાની અંદર જૈન ધર્મની જવલંત કીતિ પ્રસારતાં અને ભારતની અંદર અહિંસા આદિ તને જેરશોરથી પ્રચાર કરતાં વડેદરા શહેરમાં આવે છે તે મહાપુરૂષને જોવા, તેની યશગાથા ગાવા લેકોનાં ટેળેટેળાં ઠેકાણે ઠેકાણે એકત્રિત થએલ હતા. આપને નગરપ્રવેશ મહોત્સવ અપૂર્વ થયે હતે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચોમાસું જન્મભૂમિમાં કરી, દરેક પ્રકારે લેકનાં મનને સંતષિત કર્યા અને અહીં કેટલાક ખરાબ રિવાજે હતા તે ઉપદેશદ્વારા બંધ કરાવ્યા. ચૌમાસામાં વિવિધ તપશ્ચર્યાઓ, અઠ્ઠાઈ મહોત્સ, કેલવણ પ્રચાર આદિ ઘણા સારા કામો થયાં. બહારના મહેમાનોની ભક્તિ કરવાનું આપના વડીલ બંધુ ખીમચંદભાઈ તરફથી નકકી રાખ્યું હતું. વળી અંતમાં તેના તરફથી કાઢવામાં આવેલ સંઘની સાથે કાવી–ગંધારની યાત્રામાં આપ પધાર્યા. અહીંથી ભરૂચ સંઘ સાથે પધાર્યા. અત્રે પંન્યાસજી મહારાજ (વર્તમાનમાં આચાર્ય મહારાજ ) શ્રી સિદ્ધિવિજયજી આદિ સાધુઓને મેળાપ થયે. ખીમચંદભાઈ તન-મન-ધનથી ખૂબ હા લઈ અત્રેથી છૂટા પડયા અને આપ ભરૂચથી વિહાર કરી ઝગડીઆજી તીર્થની યાત્રા કરી શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબ તથા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ સાહેબના દર્શનાર્થે સુરત પધાર્યા. ઘણું જ ઠાઠમાઠથી શહેરમાં પ્રવેશ થયે, જેમાં શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ આદિ ચાલીસ સાધુ તેમજ ચાલીસેક સાઠવી હતી. અહીં પાલી(મારવાડ) નિવાસી વેપારાર્થે વડોદરામાં વસતા શ્રીયુત સુખરાજજીને દીક્ષા આપી, શ્રી સમુદ્રવિજયજી નામ રાખી, શ્રી સેહનવિજયજીના શિષ્ય બનાવ્યા જેઓ આજકાલ પંન્યાસ પદથી વિભૂષિત છે અને આપશ્રીજીના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા છે. અહીંથી પાલીતાણ તરફ પ્રયાણ કર્યું, પરંતુ ક્ષેત્રફરસના ન હોવાથી ચોમાસું Page #39 -------------------------------------------------------------------------- ________________ મીયાગામમાં થયું. અહીંના તેમજ કઠોર ગામના શ્રાવકમાં કલેશ ચાલતું હતું, આપશ્રીજીના ઉપદેશામૃતથી બને પક્ષનાં હૃદય પીગળી ગયાં અને બન્ને પક્ષે આપને ફેંસલે કરી આપવા અરજ કરી. આપે બુદ્ધિમત્તાથી ચુકાદે આપે. વળી અહીંની પાઠશાળા કેટલાંક કારણેથી બંધ થઈ હતી તે આપશ્રીજીના ઉપદેશથી ચાલુ થઈ. અનેક ગ્રામ્યજનેને અહિંસા આદિને ધર્મોપદેશ કરતાં આપડાઈ થઈ સંઘ સાથે વડોદરા પધાર્યા. અત્રે શ્રી આત્મારામજી મહારાજ સાહેબના સમુદાયના વૃદ્ધ સાધુઓની સંમતિથી શ્રી ગુરૂદેવના સાધુ સમુદાયનું સંમેલન ભરવા માટે. આપે આમંત્રણ કર્યું. દક્ષિણ, મારવાડ અને માળવા આદિ દૂર દેશથી અનેક સાધુ મહારાજ વડોદરામાં એકત્ર થયા. આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રીમદ્વિજય કમલસૂરિજીની અધ્યક્ષતામાં સાધુતાને ચગ્ય ક્રિયાકાંડ આદિના ઉદ્ધાર માટે ચાવીસ ઠરાવ કરવામાં આવ્યા જેમાંના કેટલાકનું પાલન હજુ પણ થઈ રહ્યું છે. આવાં મહત્વનાં કાર્યોમાં મુશ્કેલીઓ તે અવશ્ય આવે છે પરંતુ આપે સમયસૂચ-- કતા અને બુદ્ધિચાતુર્યથી સુખ શાંતિપૂર્વક કામ પૂર્ણ કર્યું પછી ચોમાસું જોઈમાં થયું. ડઈના ચોમાસામાં સુધારાઓ તથા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યો થયાં. આ વખતે ગુજરાતમાં પ્લેગનું જોર હતું પણ આપની કૃપાથી ડાઈમાં ઠરાવો જોવાની ભાવનાવાળાઓએ આદર્શજીવન તેમજ વડોદરા શ્રી સંઘે છપાવેલ ઠરાવોનું પુસ્તક જેવું. ' Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અને ખાસ કરી શ્રાવકના ફળીયામાં શાંતિ રહી. ચોમાસુ પૂર્ણ થતાં અનેક ગ્રામેામાં ઉપદેશામૃતનું પાન કરાવતાં મીયાગામ પધાર્યાં. અહીં સીનેારમાં બિરાજમાન શાંતમૂર્તિ શ્રીમાન્ હૈ...સવિજયજી મહારાજ સાહેબ એવં ૫ યાસજી શ્રી સ’પતવિજયજીમહારાજસાહેબ તરફથી સમાચાર મળ્યા કે આપશ્રીજીને નાંદોદ પધારવા. ત્યાંના “મહારાજ સાહેબનુ આમ ત્રણ આવેલ છે, આપના પધારવાથી સારી રીતે શાસનન્નતિ થશે.” આપે પણ વડીલની આજ્ઞાને માન આપી મીયાગામથી વિહાર કર્યાં પ્રતાપનગરમાં આપશ્ર શાંતમૂર્તિ શ્રી હુ'સવિજયજી મહારાજ સાહેબને મળ્યા. અહીં નાંદાઢ સ્ટેટના શ્રીમાન્ દિવાન સાહેબ તથા અન્ય કર્મચારીએ બન્નેના સ્વાગત માટે પધાર્યાં. અહીંથી આપ, શ્રી હું સવિજયજી મહારાજ આદિ મુનિમંડળ નાંદોદ પધાર્યાં. અત્રે શ્રાવકનુ એક પણ ઘર ન હતું. છતાં નાંઢાદ મહારાજા સાહેમ તરફથી આપ મહાત્માઓના સારા સત્કાર થયે ડભાઈથી શ્રી સંઘના આગેવાનેા પ્રતિમાજીને સાથે લઇને અહા આવ્યા હતા. આઠ દિવસ સુધી પુજામહેાત્સવ આદિના ઠાઠ સારા રહ્યો-“ મનુષ્ય જીવનની દુČભતા ’’ આદિ વિષયે ઉપર આપશ્રીજીએ છટાદાર ભાષામાં ઉપદેશ આપ્યા. વ્યાખ્યાનમાં મહારાજા સાહેબ, દિવાન સાહેબ આદિ અધિકારી વર્ગ, ઉપરાંત હજારા નરનારીઓની હાજરી રહેતી. છેલ્લે દિવસે નામદાર નાંઢેદ મહારાજા સાહેબે પાતે ઉભા -થઈ હાથ જોડીને કહ્યું કે ગુરૂદયાલ ! ગુરુદેવ, મારી • ' Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૧. ઉમ્મરમાં આ પહેલે જ અવસર છે કે આટલી વાર બેસીને વ્યાખ્યાન સાંભળ્યું છે, મેં ઘણું વ્યાખ્યાને સાંભળ્યાં છે પરંતુ આજ સુધી આવાં મધુર, હૃદયગ્રાહી, સચોટ વ્યાખ્યાન કદી સાંભળ્યાં નથી.” આપશ્રીજીનાં વ્યાખ્યાનનો દવનિ મહારાજા ગાયકવાડના કાન સુધી પહોંચે અને તેમણે ડેકટર બાલાભાઈને આપશ્રીજીની સેવામાં મેકલ્યા અને વડોદરા પધારવા આમંત્રણ કર્યું. શ્રીમંત સરકાર ગાયકવાડ મહારાજાના આમંત્રણને માન આપી શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજજીની સાથે આપ વડેદરા પધાર્યા. રાજમહેલમાં મહારાજા સાહેબ સાથે મુલાકાત થઈ. આપશ્રીજીના ઉપદેશામૃતનું પાન કરી મહારાજા સાહેબ અહોભાગ્ય માનવા લાગ્યા અને જાહેર વ્યાખ્યાન માટે વિનંતિ કરી, તદનુસાર ન્યાય મંદિરમાં જાહેર વ્યાખ્યાન શ્રી હંસવિજયજી મહારાજ સાહેબની અધ્યક્ષતામાં થયાં. નામદાર સંપતરાવ ગાયકવાડ, અધિકારી વર્ગ ઉપરાંત હજારો સ્ત્રી-પુરૂષોની હંમેશા હાજરી રહેતી. આ પ્રમાણે કેટલાંક ભાષણે થયાં. લોકોને પણ સારો રસ લા . એક દિવસની વાત છે કે આઠમને દિવસ હતે. વ્યાખ્યાનની અમૃતધારા ચાલી રહી હતી. સાથેના સાધુસાવીને આહારપાણીને સમય થયે હતું તેથી આપે વ્યાખ્યાન બંધ કરવા સુચના કરી, ત્યારે અધિકારી વગે અને મહારાજાના વડીલ બંધુ શ્રીમાન સંપતરાવ ગાયકવાડ Page #42 -------------------------------------------------------------------------- ________________ 32 અરજ કરી કે “ ગુરૂમહારાજ, સાધુ-સાધવીની ગેચરી તરફ આપ દયાન આપી રહ્યા છે પરંતુ અમને જે અમૃતપાન આપ કરાવી રહ્યા છે તે બંધ કરવું ઠીક કહેવાય નહા.” છેવટે સાધુ-સાદવીઓને જવા માટે આજ્ઞા કરી અને આપ બન્ને મહાત્માઓએ શ્રોતાવર્ગનાં મન સંતોષિત કર્યા. આ સમયે મુંબાઈથી દાનવીર શેઠ દેવકરણ મુલજી, મોતીલાલ મુળજી વિગેરે કેટલાક આગેવાન શેઠીઆઓ આપને મુંબાઈ પધારવાની વિનંતિ કરવા આવ્યા. - ઘણા લાંબા સમયથી ચાલતી વિનંતિને માન આપી આપે મુંબાઈ તરફ પ્રયાણ કર્યું. ભરૂચ, સુરત, નવસારી આદિ શહેરને પાવન કરતાં મલાડ પધાર્યા. મુંબાઈથી હજારો માણસ આપના દર્શનાર્થે અહીં આવ્યા. શેઠ દેવકરણ મુળજી તરફથી સર્વેનું સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું તથા પૂજા જણાવવામાં આવી. | મુબાઈ શહેરમાં ભવ્ય સ્વાગતની સાથે પ્રવેશ થયે. લાલબાગના ઉપાશ્રયમાં ચોમાસું થયું. ચોમાસામાં સાત ક્ષેત્રને પુષ્ટ કરવાને ઉપદેશ ચાલુ રહ્યો. તેમાં પણ સાતે ક્ષેત્રોના પોષક એવા શ્રાવક ક્ષેત્રના પોષણ માટે ખૂબ જોર આપ્યું. તેમજ વિદ્યાપ્રચાર માટે પણ ખૂબ પ્રયત્ન કર્યો તેમજ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યો થયાં. આપની અધ્યક્ષતામાં શ્રીમતી સરસ્વતિ બેને ઉપધાન કરાવ્યાં ક્રિયાકાંડ વિગેરે શ્રી સોહનવિજયજી મહારાજ કરાવતા હતા. વળી ચોમાસું પૂર્ણ થતાં આપની વિહારની વાત લેકેના કાન ઉપર આવી ત્યારે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૩ લકોને ભારે દુઃખ થયું અને આપશ્રીજીને બીજા ચોમાસા માટે ભરચક પ્રાર્થના કરી અને એક વિદ્યાલય સ્થાપન કરવા કબૂલ કર્યું. સં. ૧૯૭૦નું બીજું ચોમાસું મુંબઈમાં જ થયું અને શાસનેન્નતિના અનેક કાર્યો થયાં. આપના દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને તન, મન અને ધનથી સંપૂર્ણ સહાય કરવા કેટલાક શેઠીઆઓએ પ્રતિજ્ઞા કરી. લકોને આટલેથી પણ સંતેષ ન થયું. ત્રીજા ચોમાસા માટે વિનંતિ કરી, પરંતુ આપને પંજાબ જવાની ઉતાવળ હેવાના કારણે આપે વિહાર કર્યો અને આપના શિષ્ય ગુરૂઆજ્ઞાપાલક પ્રખરશિક્ષા પ્રચારક શ્રી લલિતવિજયજી ( હાલ આચાર્ય મહારાજશ્રી ) મહારાજને અહીં મોકલ્યા. તેઓએ સં. ૧૯૭૧માં આપશ્રીજીની આજ્ઞાનુસાર સંસ્થા(વિદ્યાલય)ની સ્થાપના કરી. આજે આ સંસ્થા અખિલ ભારત એવં યુરેપ તથા અમેરિકામાં પણ પ્રખ્યાતિ પામેલ છે. ગ્રામાનુગ્રામ વિચરતાં કરચલિયાં પધાર્યા. લોકોને દેરાસર બંધાવવા ઉપદેશ કર્યો અને પાસેના વાણીયા ગામમાં શ્રી પરમામાની જે મૂતિ હતી તેને લાવવા અહીંના લોકેએ બહું પ્રયત્ન કર્યા હતા પણ નિષ્ફળ નિવડ્યા હતા. આપ લેકને સાથે લઈ તે સ્થાન પર પધાર્યા અને ભારે ધામધુમતી સાથે પ્રભુને કરચલિયામાં લઈ આવ્યા. અહીંથી આપ સુરત પધાર્યા. ચોમાસું પણ સુરતમાં જ થયું. બાદમાં શ્રી તીર્થાધિરાજની યાત્રાર્થે પધાર્યા. યાત્રાને લાગે Page #44 -------------------------------------------------------------------------- ________________ લઈ આનંદ પ્રાપ્ત કર્યો. પછી બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુના દર્શનાર્થે જુનાગઢ પધાર્યા. આ વખતની યાત્રામાં આપની સાથે શ્રી લલિતવિજયજી મહારાજ, શ્રી સેહનવિજયજી મહારાજ આદિ ઘણું સાધુઓ હતા. આ વખતે મુંબઈમાં શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ભરાવાની હતી. આપે તેમાં શિક્ષા પ્રચાર માટે જોર લગાવવાને તેમજ ઝગડાની વાતને વચમાં નહીં લાવવાને સંદેશે મેક. જુનાગઢમાં વિશાશ્રીમાલી જૈન બેડીગ ચાલતી હતી તેને શેઠ દેવકરણ મૂળજીને ઉપદેશ કરી આપશ્રીજીએ પચાસ હજાર રૂપી આની સહાય અપાવી. શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરી, ન સ્ત્રી શિક્ષણ સંસ્થાની સ્થાપના કરાવી. જુનાગઢમાં ચોમાસું પૂર્ણ કરી વેરાવળ પધાર્યા. અહીં આપની આજ્ઞાનુસાર વર્ગ સ્થ ઉપાધ્યાયજી મહારાજ શ્રી સેહનવિજયજી આદિ ચાર ઠાણ ચોમાસું રહ્યા હતા અને ઉપધાન આદિ ધર્મક્રિયાઓ થઈ હતી. માળારોપણ સમયે આપ વેરાવળ પધાર્યા. લકોએ સાચા મેતી તેમજ સોનામહોરથી આપશ્રીજીને વધાવ્યા. અહીં પણ શ્રી આત્માનંદ જૈન ઔષધાલય અને શ્રી આત્માનંદ જૈન વિદ્યાલય એમ બે સંસ્થાઓની સ્થાપના થઈ. વિહાર દરમ્યાન ખંભાત થઈ વડેદરા પધાર્યા. અહીં શ્રી પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજીનાં દર્શન કરી ખૂબ આનંદ મનાવ્યું. અહીં મહાવીર જયંતિ ઉપર જાહેર વ્યાખ્યાન થયું તેમાં આપે ભગવાન મહાવીરના Page #45 -------------------------------------------------------------------------- ________________ રૂપ ઉપદેશેાના સાર ઘેાડાં વાકયમાં કહી સંભળાયે. ૧ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરી પેાતાના આત્માને નિર્દેળ મનાવા અને ઉચિત કાર્ય કરે. ૨ દુનિયામાં હેય, જ્ઞેય, ઉપાદેય શું શું છે તેને વિચાર કરી અને આત્મશક્તિના વિચાર કરી મુક્તિના માર્ગ તરફ આગળ વધેા. ૩ આત્મામાં વિશ્વાસ રાખા, તમારા ઉદ્ધાર તમારા વિચારે, પુરૂષાર્થ અને ઉદ્યોગ પર નિભર છે. આત્માને અને તેના ગુણાને ઓળખેા. ૪ પ્રમાદ ન કરો, પરલેાકની આશા સિવાય શ્રેયકાય કર્યાં કરીશ. ૫ દ્રશ્ય અને ભાવથી ધર્મીમાગ પર શક્તિ અનુસાર ચાલવાથી મેક્ષ (મુક્તિ) પ્રાપ્ત થઈ શકે છે, માટે ધર્મમાની સહાય જરૂર લેવી જોઈએ. ઉપરોક્ત માખતા ઉપર ખુખ વિવેચન કરી, લેાકામાં ધર્મ ભાવના જાગૃત કરી. અહી` મુ`બઈના કેટલાક આગેવાના આપશ્રીને મુબઈ પધારી મહાવીર વિદ્યાલયની જડ મજબૂત કરવા વિનતિ કરવા આવ્યા. આપશ્રીજીએ પ્રશ્ન કજી મહારાજની સલાહ લીધી અને કહ્યું કે “જો આપ ( પ્રવ`કજી મહારાજ) પધારી તે હું પણુ સાથે આવીશ. ” શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેમની સાથે સુરત, ભરૂચ, ઝગડીઆ તીર્થની ચાત્રા કરતાં શાંતાક્રૂઝ પધાર્યાં. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૬ અહીંથી લેાકાની અસીમ મેદની દેખાતી હતી. ઠેકાણે ઠેકાણે સ્વામિવાત્સલ્ય થતાં. અહીથી જેઠ સુદિ પ સ. ૧૯૭૩ સવારમાં માહમયી નગરીની અંદર પ્રવેશ થયેા. પ્રવેશ સમયે પાંત્રીશ એન્ડ તથા હજારે નરનારીઓના સમુહ એકત્રિત થયા હતા. વિવિધ પ્રકારના જયધ્વનિ વચ્ચે શ્રીગોડીજીના ઉપાશ્રયમાં પધાર્યાં. ચોમાસામાં શ્રી મહાવીર વિદ્યાલયના મકાન માટે એક લાખ રૂપીઆનુ કુંડ થયું તેમજ અન્ય સ્તુત્ય કાર્યાં પણ થયાં. ચોમાસા બાદ પ'જામ તરફ વિહાર કર્યાં. અનેક ગ્રામ નગરાને પાવન કરતાં અને જનતાને ઉપદેશામૃતનું પાન કરાવતાં રસ્તામાં માતર ગામમાં શાંતમૂર્તિ શ્રી હુસવિજયજી મહારાજ સાહેબના મેલાપ થયા. અને મહાત્માએ સાથે સાથે અમદાવાદ પધાર્યાં. શ્રી સ ંઘે સુંદર સ્વાગત કર્યુ. શ્રી હું વિજયજી મહારાજ સાહેબના અત્યાગ્રહથી ચૌમાસુ રાજનગરમાં થયું. આપશ્રીજી ઉજમબાઈની ધર્મશાળામાં અને શ્રી સવિજયજી મહારાજ સાહેમ લુસા વાડાના ઉપાશ્રયે પધાર્યાં. આ વખતે અમદાવાદમાં વ્યાપાર ખુખ તેજીમાં ચાલતા હતા. આપે અહી એક જૈન સસ્થા ખેાલવાને ઉપદેશ કર્યાં. શેઠીઆઓને વાત રૂચી પણ અમલમાં લાવી શકયા નહિ. છેવટે આપે ફરમાવી દીધુ કે ભાદરવા સુદ ચેાથ તમારી છે. પછી તમારાથી કાંઇ બનવાનું નથી. ” લાવીભાવ મન્યુ પણતેમજ. એક મહિના પછી બજાર 66 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૭ એકદમ બેસી ગયા. સાથે કેટલીક પેઢીઓને પણ ભારે નુકશાન થયું. આ વખતે શેઠીઆઓને આપશ્રીજીના વચનની સત્યતાની પરીક્ષા થઈ, પરંતુ સમય વહી ગયા પછી પસ્તાયે શું વળે છે ? અહીં બીકાનેરના શ્રી સંઘને એક પત્ર આપશ્રીજીના ઉપર રાજપૂતાના એવં બીકાનેર પધારવા બાબતને આ જેમાં મારવાડ, રાજપૂતાનામાં અજ્ઞાન તથા અધર્મને ઘણે ચિતાર બતાવેલ હતું. આ પત્રથી આપશ્રીજીના મન ઉપર બહુ ભારે અસર થઈ. આપે ચોમાસું પૂર્ણ થતાં જ વિહાર કર્યો. પાટણ વિગેરે સ્થાનમાં થઈ પાલણપુર પધાર્યા. અહીં શ્રી સમસુંદરસૂરિજી, શ્રી હીરવિજયસૂરિજી એવું શ્રી વિજયાનંદસૂરિજી મહારાજની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી તેમજ શ્રી પાલણપુર જૈન બેકિંગ માટે રૂ. ૨૩૦૦૦) નું ફંડ કરાવ્યું. અહીંથી આબુ, અચળગઢ આદિ તીર્થોની યાત્રા કરી મરૂભૂમિમાં પ્રવેશ કર્યો. પીંડવાડામાં પરસ્પરને કલેશ હવે તેને શાંત કરી, બેડા થઈ વિજાપુર પધારતા હતા. રસ્તામાં લુંટારૂઓની એક ટેળી મળી. લેમાંધ થઈને લુંટારૂઓએ મુનિરાજેને જે કાંઈ હોય તે આપી દેવા કહ્યું અને સાથે એક રજપુત હેતે તેના માથામાં સપ્ત ઘા કર્યો. આથી તે બીચારે તે બેહેશ થઈ જમીન ઉપર પડી ગયે. આપે કહ્યું કે “ભાઈ અમે સાધુલેક છીએ, અમારી પાસે ધનમાલ ન હોય ” પરંતુ તેઓએ એકે વાત ન માની અને સર્વ સાધુઓનાં માત્ર Page #48 -------------------------------------------------------------------------- ________________ ચળપટા સિવાયનાં બધાં કપડાં લઈને નાશી ગયા. આપશ્રીજીને બેહોશ પડેલ રજપુત ઉપર દયા આવી. બીજું કાંઈ સાધન ન હતું. આપે ત્રણમાંથી પાણી તેના માથા ઉપર નાખ્યું. આથી રજપુતને ચેતન આન્યું. આપ તેને સાથે લઈ માત્ર એકેક ચળપટાથી સર્વ સાધુમહારાજ વીજાપુર ગામમાં આવ્યા. લોકોએ ઉપસર્ગની હકીકત પૂછતાં સર્વ વાત વિદિત થઈ. હવાની માફક આ સમાચાર ભારતના કોણે કોણમાં ફેલાઈ ગયા. છેવટે ચેર પકડાયા અને ગયેલે સામાન કેટલેક મળી આવ્યું. આપે ચેરેને છેડાવ્યા અને ઉપદેશ આપી ચેરીના પાપકર્મથી છોડાવ્યા. તેઓ પણ ગુરૂમહારાજને ઉપકાર માનતા સ્વસ્થાને ગયા. અહીંથી વિહાર કરી સાદડી પધાર્યા. આપશ્રીજીએ અહીં સરસ્વતિ મંદિર યાની વિદ્યાલય સ્થાપિત કરવાને ઉપદેશ કર્યો. લેકેએ આપની વાતને માન્ય કરી. એક સાથે સવા લાખ રૂપીઆની ટીપ થઈ. ચોમાસું સાદડીમાં નક્કી થયું. ચૌમાસાને હજુ સમય હોવાથી આપે આજુબાજુના ગામમાં વિહાર કર્યો અને ઘાણેરાવ, નાડુલાઈ આદિ થઈ પીવાદી પધાર્યા. અહીંના પંચમાં પાંચ તડ હતા. આપે સમાધાન માટે ખુબ પરિશ્રમ કર્યો. લેકોએ આપશ્રીજીને લવાદ નીમ્યા. આપે પણ બુદ્ધિમતાથી કેટલાક કુરિવાજો બંધ કરી સૌને અનુકૂળ આવે તે સલે આપે, જેને લોકોએ પણ મંજુર રાખે. અહીંથી બાલી પધાર્યા. અહીં પણ વિદ્યાલય માટે ઉપદેશ કરતાં Page #49 -------------------------------------------------------------------------- ________________ સાઠ હજાર રૂપીઆની ટીપ થઈ. એકંદરે લગભગ ચારેક લાખની ટીપ થઈ ગઈ. ચામાસા માટે સાદડી પધાર્યા. ચોમાસામાં તપશ્ચર્યાદિ વિવિધ પ્રકારનાં ધાર્મિક કાર્યો થયાં અને વિદ્યાલય માટે ગેડવાડની મીટીંગ પણ થઈ. ચૌમાસું પૂર્ણ કરી બાલીના શ્રી સંઘની વિનતિને માન્ય કરી ફરી બાલી પધાર્યા. અહીં આપશ્રીજીની અધ્યક્ષતામાં આપના શિષ્ય શ્રી સેહનવિજયજી મહારાજે વિદ્વાન મુનિરાજ શ્રી લલિતવિજયજી, મ. શ્રી ઉમંગવિજયજી, શ્રી વિદ્યાવિજયજી મહારાજને પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા અને અત્રેના વતની શા. કપુરચંદજી તથા ગુલાબચંદજીને ધામધૂમપૂર્વક દીક્ષા આપી. શ્રી દેવેંદ્રવિજયજી, શ્રીઉપેંદ્રવિજયજી નામ સ્થાપન કરી મુનિશ્રી ઉમંગવિજયજી-શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય બનાવ્યા. તેમજ ઉપધાન તપની માળારાપણને મહોત્સવ છે. આ ત્રણે પ્રસંગ એકત્ર હેવાથી બહાર ગામના હજારે માણસે એકત્રિત થયા. અહીંથી સાદડીમાં શ્રી જેન કોન્ફરન્સનું અધિવેશન હોવાના કારણે આપ પાછા સાદડી પધાર્યા. આપશ્રીજીની હાજરીમાં અધિવેશન ઘણા જ આડંબરપૂર્વક થયું. દેશદેશાંતરથી હજારો લોકે અહીં પધારેલા હતા. આપશ્રીજીએ આ સમયે જે ઉપદેશ આપ્યું હતું તે ઘણે જ અમુલ્ય હતું. આ વખતે એકત્રિત થએલ જૈન સમાજે આપશ્રીજીને આચાર્ય પદથી વિભૂષિત કરવા અનહદ પ્રયત્નો કર્યા પરંતુ આપે સાફ ના કહી. Page #50 -------------------------------------------------------------------------- ________________ શિવગંજ નિવાસી શેઠ ગોમરાજજી ફતેચંદજીએ આપશ્રીજીને શ્રી કેસરી આજીના સંઘમાં સાથે પધારવા વિનંતિ કરી. આપે ઉત્તર આપ્યું કે “જ્યાં સુધી વિદ્યાપ્રચારનું કામ હાથમાં લીધેલું છે તે પુરૂં ન થાય ત્યાં સુધી હું મારવાડ છોડવા નથી ચાહતે.” આથી શેઠે વિદ્યાપ્રચારમાં દશ હજાર રૂપીઆ આપવાની ઉદારતા બતાવી. શિવગંજ પધારી સંઘનું પ્રયાણ કરાવ્યું. જે દિવસે પ્રયાણ થયું તે જ દિવસે રંગુનથી એક તાર સંઘવીજ ઉપર આ કે વેપારમાં ખૂબ નફે થયે છે. શેઠ ગોમરાજજીએ શ્રી ગુરૂમહારાજને અર્જ કરી કે “ આપ ગુરૂદેવના પ્રતાપે પ્રયાણના દિવસે આ શુભ સમાચાર મળ્યા છે માટે આ બધો નફે હું ધર્મકાર્યમાં ખરચીશ.” સંઘ સાથે વિચરતાં શ્રી રાણકપુર તીર્થની યાત્રા કરી દેવસુરી પધાર્યા. અહીંના શ્રાવકે દ્વેષના કારણે કેર્ટમાં લડતા હતા. આપે બન્ને પક્ષને બહુ જ સમજાવ્યા, પરંતુ એકે પક્ષ સમયે નહીં. છેવટે આપે શ્રી સંઘમાં પધારેલ સાધુ–સાદવીઓને ફરમાવ્યું કે દેવસુરી ગામના શ્રાવકોને ત્યાં કેઈએ વહેરવા જવું નહીં. આથી શ્રી સંઘમાં એકદમ સનસનાટી ફેલાઈ ગઈ. અંતે સમાધાની થઈ ત્યારે આપે, સંઘે તેમજ ગામના લોકેએ સાંજના ભેજન કર્યું. અત્રેથી નાળ ચઢવાની શરૂઆત થાય છે. નાળ ચઢીને રાજનગર પધાર્યા. અત્રે પહાડ ઉપર ત્રણ મજલી વિશાલ જૈન મંદિરની યાત્રા કરી અપૂર્વ આનંદ અનુભવ્યું. અત્રેથી શ્રી સંઘની સાથે Page #51 -------------------------------------------------------------------------- ________________ મજલ દરમજલ ઉદયપુર પહોંચ્યા. અહીં આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી સાથે આપની ભેટ થઈ તેથી બન્ને મહાત્માઓને, સંઘને અને ઉદયપુરવાસીઓને ઘણે જ આનંદ થયે. સત્તાવીશ સાધુ અને સિતેર સાર્વીએ સાથે સંઘ શ્રી કેશરી આજી પહોંચે. શ્રી સંઘની સાથે યાત્રા કરી, પરમાનંદ અનુભવ્યો. અત્રે લગભગ આઠેક દિવસની સ્થિરતા દરમ્યાન રથયાત્રાદિ પૂજા-પ્રભાવનાદિશાસનેન્નતિનાં કાર્યો થયાં. અને આપે શ્રી ઋષભદેવ પંચકલ્યાતેણુક પૂજા રચી તેમજ અત્રેજ શ્રી ઋષભદેવ પ્રભુની સમક્ષ ભણાવવામાં આવી અને પાછા સંઘ સાથે ઉદયપુર પધાર્યા. અહીં યતિવર્ય શ્રી અનુપચંદ્રજીની વિનતિથી એક પુરતકાલયની ઉદ્ઘાટન ક્રિયા આપશ્રીજીના કરકમલેથી થઈ. વિહારના સમયે ધર્મશાળા રસ્તામાં આવતી હોવાથી આપશ્રી નેમિસૂરિજીને મળવા માટે પધાર્યા. આપશ્રીજીને વ્યવહાર જોઈ એના મનના ખોટા સંદેહ શાંત થઈ ગયા. સાધુ સંમેલન સંબંધી ખુબ વાર્તાલાપ થયો. બાદમાં વિહાર કરતાં સંઘ સાથે પાછા શિવગંજ પધાર્યા. હજુ મરૂભૂમિનાં જ્ઞાનાવરણીય કર્મો તૂટ્યાં ન હતાં જેના કારણે વિદ્યાલયની સ્થાપનાની વાત ઠંડી પડી ગઈ. આ૫ પાલી તરફ પધાર્યા, બીકાનેર પધારવાને વિચાર હતું, પરંતુ ભાવી બળવાન એ ન્યાયે ગેડવાડના આગેવાને પાલીની આસપાસમાં આપની સેવામાં હાજર થયા અને વિદ્યાલયની સ્થાપના કરવા Page #52 -------------------------------------------------------------------------- ________________ આપને વિનંતિ કરી. આપશ્રીજી પણ લાભાલાભને વિચાર કરી પાછા ખંડાલા ગામે પધાર્યા. અહીં શ્રી આમાનંદ જૈન પાઠશાળાની સ્થાપના કરી જે આજ સુધી ચાલી રહી છે. અને ચોમાસું અત્રે કર્યું સં. ૧૭૬. ચોમાસા બાદ પંન્યાસજી મહારાજ શ્રી લલિતવિજયજી સાદડી પધાર્યા અને શ્રી આત્માનંદ જેની પાઠશાળાની સ્થાપના કરી. પાછળથી શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય વરકાણાના પ્રેસીડેન્ટ શ્રીમાન મુલચંદજી છજમલજીની રૂા. ૧૦૦૦૦) ની સહાયથી મકાન બનવાથી સં. ૧૯૮૨ માં કુમાન્ય શ્રીમાન ગુલાબચંદજી ઠઠ્ઠા સાહેબના હાથે તેનું ઉદ્દઘાટન થયું અને શ્રી આત્માનંદ જૈન વિદ્યાલય નામ રાખ્યું. મુંડારામાં પણ એક લાયબ્રેરી એવં જૈન પાઠશાળાની સ્થાપના થઈ. વિહારના રસ્તામાં પાલી પધારી એક કન્યા પાઠશાળાની સ્થાપના કરી. રસ્તામાં દેરાસર આદિને લોકોને ધર્મોપદેશ કરતાં શ્રી કાપરડા તીર્થમાં પધાર્યા. અત્રે નયા શહેર, અજમેર, પાલી આદિના ઘણું શ્રાવક-શ્રાવિકાઓ લાભ લેવા પધાર્યા. અહીં ધર્મશાળાની અગવડતા હતી. આપે ઉપદેશદ્વારા ધર્મશાળાને પાયે નંખા. નયા શહેર, અજમેરના શ્રી સંઘની વિનંતિને સ્વીકાર કરી નયા શહેર પધારી ત્યાં જૈન પાઠશાળાને પુનરોદ્ધાર કરાવી, અજમેરના શ્રી સંઘને લાભ આપી, ફલેદીની યાત્રા કરી, નાગોર આદિ ગ્રામનગરમાં લેકેને પૂજા વિગેરેના નિયમે કરાવતાં અને ધર્મોપદેશ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૩ આપતાં બીકાનેર પધાર્યા. ઘણા વર્ષની ઈચ્છા આજ ફલિભૂત થતી હોવાથી આજે શ્રીમાન બાબુ સુમેરમલજી સુરાણુને ઉત્સાહ અવર્ણનીય હતે. પ્રવેશસમયે હજારો નરનારીઓને સમુદાય સાથે હતે. શ્રીફળની પ્રભાવના હતી. હંમેશા વ્યાખ્યાનમાં જૈન જૈનેતરની સારી હાજરી રહેતી. પર્યું પણ વિગેરેમાં તપશ્ચર્યા ધર્મોન્નતિ સારા પ્રમાણમાં થઈ. આપે પણ આ ચોમાસામાં પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી પંજાબના કોઈ મોટા શહેરમાં ન પહોંચાય ત્યાં સુધી હમેશાં એકાસણાં કરવાં અને આઠ દ્રવ્યથી વધારે દ્રવ્ય ખાવાના ઉપગમાં ન લેવા ભૂલથી જેટલા વધારે લેવાય તેથી બમણા બીજે દિવસે ત્યાગ કરવા. આવી કડક પ્રતિજ્ઞા કરી. આ વાત લખતાં જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિ મહારાજની વાત યાદ આવે છે કે તેઓએ હમેશાં ખાવા માટે પંદર ક રાખ્યા હતા ત્યારે આપે તે માત્ર આઠ દ્રવ્ય જ રાખ્યા છે. આ પ્રમાણે મનને વશ કરવું ઘણું જ મુશ્કેલ છે. ચોમાસું પૂર્ણ થતાં પંજાબ તરફ વિહાર કર્યો. રસ્તામાં અનેક ધર્મોન્નતિના કાર્યો કરતાં આપે પંજાબની હદમાં પગ મુકો કે ડાબાવલી મંડીમાં અનેક ગામના મળી પંદરસે સદ્દગૃહસ્થો પોતપોતાના ગામમાં સૌથી પહેલાં આપને પધારવાની વિનંતિ કરવા આવ્યા હતા. આપશ્રીજીએ કહ્યું કે “ તમે બધા એક થઈને આવે અને કોઈ પણ ગામના લેકેને દુઃખ ન થાય તે પ્રમાણે મારા વિહારને નિશ્ચય કરા.” છેવટે સૌથી પ્રથમ હુશીઆરપુરમાં Page #54 -------------------------------------------------------------------------- ________________ -આપનું પધારવું થયું. રસ્તામાં ખુઈપુર ગામમાં ગુજરાંવાલાથી વિહાર કરી વયેવૃદ્ધ ચારિત્રવૃદ્ધ મુનિરાજ શ્રી સુમતિવિજયજી મહારાજ, પંન્યાસજી સેહનવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી સમુદ્રવિજયજી, સાગરવિજયજી મહારાજ આદિ આવી મળ્યા, આપશ્રીજીનાં દર્શન કરી કૃતકૃત્ય થયા, ત્યાંથી દેશી આરપુર પધાર્યા. અહીંના સ્વાગતની શેભાને વર્ણવવાને કઈ શક્તિમાન નથી. લગભગ આઠ હજાર માણસ બહાર ગામેથી આપશ્રીજીના દર્શન નિમિત્તે એકત્રિત થયું હતું. કેટલાક દિવસ ઉપદેશામૃતનું પાન કરાવી લુધી આણ પધાર્યા. અહીં આપશ્રીના વ્યાખ્યાનને એટલે બધે જનતા લાભ લેતી હતી કે ઉપાશ્રય વિશાલ હોવા છતાં બહેનેને બેસવાની જગ્યા ન મળવાથી પાસેની દુકાનની ભીંતે તોડવી પડી હતી, અહીં કેટલાક મુસલમાએ માંસ, મદિરા ભક્ષણને ત્યાગ કર્યો હતે. એક બ્રાહમણ જે હમેશાં દારૂમાં જ મસ્ત રહેતા હતે તેણે પણ દારૂને ત્યાગ કર્યો આદિ અનેક ધર્મ કૃત્ય કરાવતાં અંબાલા પધાર્યા. નગરપ્રવેશ ઘણું જ ધામધુમથી થયો. ચોમાસામાં અનેક ધાર્મિક કાર્યો થયાં. ઉપરાંત અત્રે ચાલતી પાઠશાળાને જેન હાઈસ્કુલના રૂપમાં બદલાવી આજે તે જ આત્માનંદ જૈન કોલેજના સ્વરૂપમાં બદલાઈ ગઈ છે. વળી એક પુસ્તકાલયની સ્થાપના કરી. . ચોમાસું અંબાલામાં પૂર્ણ કરી, સામાન પધારી ત્યાંની પ્રતિષ્ઠા કરાવી. બાદ આપશ્રીજી નાજા પધાર્યા. અહીં સ્થાનક Page #55 -------------------------------------------------------------------------- ________________ વાસી ભાઈઓએ આપશ્રીજીને તેમના ઉપાશ્રયમાં ઉતારો આપ્યો. કેટલાંક વ્યાખ્યાને આદિથી જૈન જનેતરોને સારો બોધ કર્યો, જેના ફળસ્વરૂપ કેટલાક માંસાહારી લોકેએ માંસમદિરાને ત્યાગ કર્યો અને આપના ભકત બની ગયા. અત્રેથી વિહાર કરી માલેરકોટલા પધાયાં. નગરપ્રવેશની ધામધુમ સારી હતી. મહાવીર જયંતિ આપશ્રીજીની અધ્યક્ષતામાં ઉજવાઈ. અહીંના કેટલાક મુસલમાન ભાઈઓ આપશ્રીજીના ભક્ત થએલા છે. અત્રેથી વિહાર કરી લુધિઆના થઈ હશીઆરપુર પધાર્યા. ચોમાસું અત્રે થયું. આત્માનંદ જૈન લાયબ્રેરીની સ્થાપના થઈ. અહીં આપે એવી પ્રતિજ્ઞા કરી કે અમુક ધાર્યું કામ પૂર્ણ ન થાય ત્યાં. સુધી ગેળ, ખાંડ આદિની કઈ પણ વસ્તુ ન ખાવી એટલું જ નહી પણ ગેળખાંડને સદંતર ત્યાગ કર્યો હતો તેમજ પ્રથમની પ્રતિજ્ઞાઓ પણ હજુ ચાલુ જ હતી. વળી ચૌદસ પુનમને છઠ્ઠ કર અને બાર તિથી મૌન કરવું આવી ભીષણ પ્રતિજ્ઞા કરી અને વધારામાં પર્યુષણમાં છઠ્ઠ અઠ્ઠમ આદિ તપશ્ચર્યા પણ કરી. અહીં મુંબાઈથી મહાવીર વિદ્યાલયની સહાયતાર્થે આપને વિનતિ કરતા ત્યાંના કાર્યવાહકોને એક પત્ર આપશ્રીજીના ઉપર આવ્યો. પત્ર વાંચી શ્રી પંન્યાસજી મહારાજ( હાલ આચાર્ય મહારાજ શ્રી લલિતવિજયજી)ને આપી કહ્યું કે “જે હિંમત હોય તે જ જવા માટે તૈયાર થાઓ.” તેઓએ પણ સહર્ષ અરજ કરી. “જૈસી ગુરૂદેવકી Page #56 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા હોગી વૈસા કરનેક સેવક તૈયાર હૈ.” બસ હવે પૂછવાનું જ શું હતું? ચૌમાસું પૂર્ણ થતાં જ આપશ્રીજીએ તેઓને આજ્ઞા કરી કે “તમે મુંબઈ જાઓ અને શાસનદેવની કૃપાથી ધાર્યું કામ પૂર્ણ કરે.” ગુરૂમહારાજની આજ્ઞાનુસાર તેઓએ પણ પિતાના શિષ્ય મુનિશ્રી પ્રભાવિજયજીને સાથે લઈ પંજાબથી મુંબઈ માટે પ્રયાણ કર્યું. જાલંધરમાં પંન્યાસજી મહારાજશ્રી સેહનવિજયજી આદિ સાધુઓ પણ જડીયાલા ચૌમાસું કરી અત્રે પધાર્યા તેમને મેળાપ થયે. આ વખતે આ બન્ને ગુરૂભાઈઓને મેળાપ દર્શનીય હતો. અને લાંબા વિહારથી તેઓ મુંબાઈ પહોંચ્યા. અમદાવાદમાં પંન્યાસજી શ્રી ઉમંગવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી અમરવિજયજી મહારાજ તથા શ્રી ચરણવિજયજી મહારાજને મેળાપ થયે અને એઓ તેમની સાથે મુંબઈ પધાર્યા. જનતાએ તેમને સારા સત્કાર કર્યો. તેઓના ઉપદેશ અને અથાગ પરિશ્રમથી શ્રી મહાવીર વિદ્યાલયને મકાન એવં નિભાવ ફંડમાં સારી મદદ મળી અને મકાનનું કામ પૂર્ણ કરાવ્યું. ચોમાસું પૂર્ણ કરી આપ હુશીઆરપુરથી વિહાર કરી જડીઆલા પધાર્યા. અહીંના લોકોમાં આપસમાં વૈમનસ્ય હતું તે આપના ઉપદેશથી શાંતિ ફેલાઈ. બાદમાં અમૃતસર આદિ શહેરોમાં થઈ લાહેર પધાર્યા. ચોમાસું અહીં થયું. આ વખતે શ્રી શત્રુંજય તીર્થ પર યાત્રાળુઓ ઉપર ટેક્સ નાંખવાને તથા નવા કેલકરાને વિચાર ચાલતો હતે. આપ બુદ્ધિમાન હોવાથી તેમાં ભાગ લેવા આપને Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૭ આમંત્રણ કરવામાં આવ્યું, પરંતુ આટલે દૂરથી ત્યાં પહોંચવું અશક્ય હતું જેથી આપ પધારી શક્યા નહીં. આચાર્ય પદવી. ચોમાસા બાદ સં. ૧૯૮૧ ના માગસર સુદ પાંચમના દિવસે લાહોરમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા હતી. આ વખતે શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબશ્રી કાંતિવિજયજી તથા શાંતમૂર્તિ શ્રી હરવિજયજી તથા અન્ય મુનિમંડળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચાર કરી આપશ્રીઅને આચાર્ય પદવી લેવા ભારપૂર્વક લખાણું કર્યું કે જેના માટે પંજાબ ત્રીસ વરસથી ઉત્કંઠિત હતું અને તેની સ્વમદશને સેવતું હતું. - આજે પંજાબના ગામેગામમાં તેમજ શહેરે શહેરમાં આનંદને દિવસ હતો. જે આ સમાચાર થોડા દિવસ પહેલાં મળ્યા હતા તે પંજાબનું ભાગ્યે જ કોઈ માણસ આ સુવર્ણવસર જેવાને ભાગ્યશાળી ન થાય પણું ભાવી બળવાન છે, છતાં પણ દશેક હજાર માણસ લાહોર શહેરમાં એકત્ર થઈ ગયું, જેમાં ગુજરાત, કાઠીઆવાડ, મારવાડ આદિ દેશોના લેકે પણ હતા. બરાબર સૂર્યનારાયણ ઉદયાચળ પર પધારતાં જ સવારના સાડાસાત વાગે શુભ રોગમાં આપશ્રીજીને શ્રી ગુરૂદેવના પટ્ટપર સ્થાપિત કરવામાં આવ્યા યાનિ આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા અને પંન્યાસજી મહારાજ શ્રી સેહનવિજયજી WWW.jainelibrary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબને ઉપાધયાય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા, અને તે જ દિવસે સાડા નવ વાગે શ્રી શાંતિનાથ પ્રભુને આપશ્રીજીના કરકમલોથી ગાદીનશીન કરવામાં આવ્યા. આ વખતના મહોત્સવના ઠાઠમાઠનું વર્ણન આંખે જેનાર પણ સંપૂર્ણતયા કહી શકે નહીં તે બીજાની શક્તિની તે વાત જ શી કરવી ? આ ખુશાલીના અનેક તારો તેમજ પત્રો આપશ્રીજીના ઉપર આવ્યા, જેમાંના શ્રી. પ્રવર્તકજી મહારાજ સાહેબ આદિને પત્ર ઘણું જ બેધદાયક એવું મનનીય હતે. બાદમાં કેને અમૃતપાન કરાવતાં તેમજ અનેક જીને અહિંસા આદિને ઉપદેશ કરતાં ગુજરાંવાલા પધાયાં. કદીએ પણ નહીં થએલું એવું અપૂર્વ સામૈયું થયું. આપશ્રીજીની અમૃતમય વાગધારાથી કેનાં હદય પીગળી ગયાં. અહીં શ્રી આત્માનંદ જૈન ગુરૂકુળની સ્થાપના કરી તેમજ શ્રી આત્માનંદ જેન મહાસભાનું અધિવેશન થયું. ચોમાસું અહીંજ થયું. અત્રે આપશ્રીજીના એક સુગ્ય શિષ્ય ઉપાધ્યાયજી શ્રી સેહનવિજયજી મહારાજને સ્વર્ગ. વાસ થયો, આથી આપના કાર્યમાં મેટી ખેટ પડી. - આ ચોમાસામાં પંન્યાસજી મહારાજ શ્રી લલિતવિજયજી કે જેઓ મુંબઈમાં ચોમાસું રહ્યા હતા તેઓના * આ કાર્યમાં મહૂમ ઉપાધ્યાયજી શ્રી સોહનવિજયજી મ. અને પંન્યાસજી (આચાર્ય ) મહારાજ શ્રી લલિતવિજયજીની સહાય હતી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ઉપદેશથી સદૂગત ઉપાધ્યાયજી મહારાજ શ્રી સહનવિજયજી મહારાજના સ્મરણાર્થે એક પુસ્તકાલય ખેલવા વિચાર ચાલતું હતું તેને કેટલીક સહાય મળી અને ઉપરોક્ત ગુરૂકુળના મકાન માટે પણ તેઓએ પ્રેરણા કરી, જેના ફળસ્વરૂપ મુંબઈના શેઠ વિઠ્ઠલદાસ ઠાકુરદાસ કે જેઓ વૈષ્ણવ ધર્મના અનુયાયી હતા એએએ બત્રીસ હજાર રૂપીઆની ગુરૂકુળને મદદ કરી અને એક લાખ રૂપીઆ પૂરા કરી આપવા પ્રતિજ્ઞા કરી. વળી તેઓએ આપશ્રીજીના પ્રથમ દર્શનની ખુશાલીમાં બીજા પાંચ હજાર રૂપીઆ આપ્યા. શેઠ વિઠ્ઠલદાસભાઇ પૂજા ભણાવવા સારૂ પ્રસિદ્ધ ગવૈયા પ્રાણસુખભાઈને સાથે લઈને આવ્યા હતા. આચાર્ય શ્રી રચિત બ્રહ્મચર્ય વ્રતની પૂજા જાણાવી હતી. એને લાભ સેંકડે જૈનેતર બંધુઓએ પણ લીધે હતો. આ ચોમાસામાં ઉજમણાં વિગેરે શાસનેન્નતિનાં કાર્યો થયાં હતાં. ચોમાસું પૂર્ણ કરી વિહાર કરી, ખાનગાડગરા, લાહોર, અમૃતસર, કસુર, પટ્ટી, ઝંડીયાલા, જાલંધર, નકદર, નારેવાલ, શંકર, લુધીયાના, માલેરકોટલા, નાભા, સમાણ, પટીયાલા, અંબાલા, સાઢૌરા આદિ નગરેના શ્રી સંઘના સત્કારને સ્વીકારતા અને ઉપદેશામૃતનું પાન કરાવતાં શ્રી હસ્તિનાપુર તીર્થની યાત્રા કરી, મેરઠ થઈ બિનેલી પધાર્યા. અત્રે તૈયાર થયેલ દહેરાસરની પ્રતિષ્ઠા જેઠ સુદિ છઠના દિવસે શુભ મુહૂર્તમાં કરાવી. સાથે સાથે અનેક જિનબિંબની અંજનશલાકા Page #60 -------------------------------------------------------------------------- ________________ પણ કરાવી. આ પ્રાંતમાં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રથમ જ થયેલ હાવાથી ઘણું જ સારી ધામધૂમ થઈ. ' આ પ્રસંગે જેઠ સુદિ તીજના દિવસે ઝંડીયાલા(પંજાબ) નિવાસી લાલા ખજાનચીલાલજી લોઢા અને રાધનપુરનિવાસી શેઠ ભેગીલાલભાઈને સમારેહપૂર્વક દીક્ષા આપી, મુનિશ્રી વિશુદ્ધવિજયજી તથા વિકાસવિજયજી નામ થા૫ન કરી પિતાના શિષ્ય તરિકે જાહેર કર્યા. - અત્રેથી વિહાર કરી દીલ્હી શ્રી સંઘની વિનંતિથી દીલ્હી પધારતાં બડેત પધાર્યા. અત્રે આપશ્રીજીના સદુપદેશથી ૩૦-૪૦ ઘરવાળાઓ શ્વેતામ્બર જૈન બન્યા. એને ધર્મમાં સ્થિર કરવા માટે અને આ લોકોની અનહદ ભક્તિ અને આગ્રહભરી વિનંતિને માન્ય કરી બત(મેરઠ)માં ચોમાસું કયું અહીં ઉપાશ્રય ન હોવાથી જગ્યાની બહુ તંગી ભોગવવી પડી. આપશ્રીજીના ઉપદેશથી અહા ઝંડીયાલા ગુરૂ નિવાસી ચતુર્થ વ્રતધારી લાલા ટેકચંદજીના હાથે દેરાસરને પાયે નખાય અને આપની કૃપાદૃષ્ટિના પ્રભાવે શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી મદદ મળી અને મુંબઈથી પણ ૧૫૦૦૦૨૦૦૦૦ હજાર રૂપીઆની મદદ મળી દેરાસરજીનું કામ બાબૂ કીર્તિપ્રસાદજી અને બાબુશ્રીચંદજી સાહેબના અથાગ પરિશ્રમથી પૂરું થયું અને સં. ૧૯૯૫ ના મહા સુદ સાતમના આપશ્રીજીના કરકમલેથી ચાલીસ હજારની માનવમેદની વચ્ચે શ્રી દેવાધિદેવને તખતનશીન કર્યા, Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૧ જેની શોભાને પાર ન હતે. ગેડવાડના આગેવાનેનું એક વિનંતિ–પત્ર ઘારાવ નિવાસી સ્વર્ગસ્થ શેઠ જસરાજજી સીંગીજીની પ્રેરણાથી આવ્યું, જેમાં શ્રી વાકાણુ તીર્થમાં એક મહાવિદ્યાલયની સ્થાપના કરવા આપશ્રીજીને નિમંત્રણ કરવામાં આવ્યું હતું. આપ બહુ દૂર હોવાના કારણે આપશ્રીજીએ આપના સુવિનીત શિષ્ય પંન્યાસ શ્રી લલિતવિજયજી મહારાજ સાહેબ કે જેઓ પાલણપુરમાં હતા તેઓને આજ્ઞા કરી. તેઓ પણ ગુરૂ-આજ્ઞાને માન આપી માગસર વદ દસમ (હિન્દી પિસ વદ દસમ)ના મેળા ઉપર વરકા પધાર્યા અને અહીં એકત્ર થએલ ગેડવાડના પંચને વિદ્યાપ્રચાર માટે ખુબ ઉપદેશ કર્યો. હજુ સ્થાપનાને એક મહિનાનો સમય હતો જેથી તેઓએ આજુબાજુના ગામમાં ફરી કેટલીક રકમ એકઠી કરાવી અને સં. ૧૯૮૩ ના મહા સુદિ પાંચમ (વસંતપંચમી)ના દિવસે શ્રી તપસ્વીજી મહારાજ શ્રી વિકમવિજયજીના પાસે બાળકને જ્ઞાનાભ્યાસ માટે પ્રથમ નવકાર મંત્રને પાઠ અષા તેમજ દેસુરીનિવાસી તપસ્વી શ્રીયુત પૃથ્વીરાજજીના હાથે વિદ્યાલયના મકાનને પાયે નંખા. સં. ૧૯૭૫ ની સાલમાં સાદડીમાં બિરાજમાન થઈ જ્ઞાનપ્રચાર માટે જે સદુપદેશ આપેલ તેનું ફળસ્વરૂપ આ વિદ્યાલય સ્થાપન થયું. આજે જેના ફળસ્વરૂપ ધાર્મિક, ડાકટરી, ઈજીનીઅરીંગ આદિ લાઈમાં કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમજ હાલ Page #62 -------------------------------------------------------------------------- ________________ પર અઢીસો વિઘાથીં જ્ઞાનાભ્યાસ કરી રહ્યા છે. આજે એ મારવાડની આદર્શ સંસ્થા બની છે. ચોમાસા બાદ આપ દિલ્હી પધાર્યા. અહીં આપશ્રીજીની સમક્ષ ગુજરાંવાલા ગુરૂકુળ માટે એક મીટીંગ બેલાવવામાં આવી. વળી મુંબઈના શેઠ વીઠલદાસ ઠાકુરદાસ આપશ્રીજીના દર્શન માટે આવ્યા અને આ સમયે ગુરૂદર્શનની ખુશાલીમાં દશ હજાર રૂપીઆ ગુરૂકુળને ભેટ કર્યા. ગ્રામાનુગ્રામ પાવન કરતાં અલવર પધાર્યા. અહીંના લેકેની વિનંતિથી શ્રી દેરાસરજીની પ્રતિષ્ઠા આદિ ધીમેન્નતિનાં કાર્યો કરાવી, અલવરથી વિહાર કરી જયપુર, અજમેર, નયા શહેર આદિ ગ્રામ-નગરને પાવન કરતાં અને ઉપદેશામૃતનું પાન કરાવતાં બિજેવા પધાર્યા બિજેવા વરકાણુ તીર્થથી એક માઇલ થાય છે. પંન્યાસજી (આચાર્ય મહારાજ શ્રી લલિતવિજયજી મહારાજ, શ્રી પ્રભાવિજયજી, શિવવિજયજી-શિલવિજયજી-વિકમવિજયજી આદિ વરકાણાથી વિહાર કરી લગભગ ૨૦-૨૫ માઈલ દૂર સુધી જઈ બાંતા ગામમાં આપશ્રીજીને મળ્યા હતા. અને આપશ્રીજીની સાથે જ બિજેવા તરફ વિહાર કર્યો, આપશ્રી બિજોવાનગરમાં પ્રવેશ કરી શ્રી સંઘને માંગલિક સંભળાવી. વરકાનું દર્શનાર્થે પધાર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની યાત્રા કરી વિદ્યાલયમાં સીંગીજી શ્રીયુત્ જશરાજજી કે જેઓ ત્યાં બિમાર હતા તેમને દર્શન આપી માંગલિક સંભળાવી પુનઃ બિજેવા પધાર્યા. અત્રે આપશ્રીજીની અધ્યક્ષતામાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પંન્યાસ(આચાર્ય શ્રી લલિતવિજયજી મહારાજે મુનિ શ્રી વિશુદ્ધવિજયજી, વિકાસવિજયજી ને વિક્રમવિજયજીને વડી દીક્ષા આપી. અત્રેના શ્રી સંઘની તેમજ ગેડવાડના શ્રી સંઘની વિનંતિને માન આપી બિજેવા ચૌમાસું કરવા સ્વીકારી વિહાર કર્યો. ખુડીલા, વાલી, રાતા મહાવીર, વિજાપુર, સેવાડી, લુણાવા, લાઠારા, રાણકપુર, સાદડી, ઘારાવ, દેસૂરી સુમેર, વાગેલ, નાડુલાઈ, નાડેલ થઈ પુનઃ ચોમાસું કરવા બિજેવા પધાર્યા. દેસૂરી શ્રી સંઘની વિનંતિથી સમુદ્રવિજયજી તથા સાગરવિજયજી આદિને દેસૂરી અને નાડેલની વિનંતિથી શ્રી પ્રભાવિજયજી આદિને નાડેલ ચોમાસું કરવા મોકલ્યા અને આપે વરકાણુ વિદ્યાલયને પગભર કરવા બિજેવા ગામમાં ચોમાસું કર્યું. ચોમાસામાં ગુજરાત કાઠિયાવાડ, પંજાબ આદિ દેશના લોકો આપશ્રીજીના દર્શનાર્થે આવ્યા. શ્રીજી સાહેબજીના ઉપદેશથી સંસ્થાને સારી મદદ મળી. શ્રી આત્મવલ્લભ જૈન લાયબ્રેરી યુવક મંડળની સ્થાપના થઈ ચોમાસું પૂર્ણ થતાં રાણું સ્ટેશન પધાર્યા. આખી ગડવાડના પંચેએ મળી સંસ્થાની જડ મજબૂત કરવા બીજા ચોમાસાની વિનંતિ કરી. આપશ્રીજીએ શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબ તથા શાંત મુર્તાિશ્રી હંસવિજયજી મહારાજ સાહેબના દર્શનની ઉત્કંઠા દર્શાવી અને કહ્યું કે જે તેઓની આજ્ઞા હશે તે જોઈ લેવાશે. ગેડવાડના પંચને વિદ્યાલયના નિભાવ ફંડ માટે બહાર દેશાવરમાં જવાની પ્રતિજ્ઞા કરાવી અને પંન્યાસજી મહારાજ શ્રી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આત્મા માન લલિતવિજયજીને વરકાણા ચોમાસુ કરવા આજ્ઞા ફરમાવી. અનેક તીર્થાંની યાત્રા કરતાં પાલજીપુર થઈ શ્રી કુમારપાલ મહારાજની રાજધાની અને ગુજરાતની જૈન પુરી પાટણનગરીમાં આપનું પધારવું થયું. નગરજનોએ ઘણા જ ઠાઠમાઠથી સત્કાર કર્યાં. અત્રે પૂજ્યપાદ પ્રવ`કજી મહારાજ સાહેખ શ્રી કાંતિવિજયજી મહારાજ આદિ મુનિવાના મેળાપ થયા. ગુજરાંવાલા(પંજાબ)થી શ્રી નંદ જૈન ગુરૂકુળના વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ તેમજ બીજા આગેવાના અને પાલણપુરના વિદ્યાર્થીએ આવવાથી વિદ્યાર્થી સમેલન થયું. શ્રી સંઘની આગ્રહભરી વિનંતિને આપી ચોમાસુ`. પાટણમાં કરવાની ભાવના પ્રગટ કરી. હજી ચોમાસાને સમય હાવાથી ચારૂપ, કલ્યાણા, મૈત્રાણા થઇ ગઢ પધાર્યાં, ગઢમાં શ્રી નવપદજીની આરાધના કરવામાં આવી. અઠ્ઠાઇમહેસ્રવાદિ કાર્ય થયાં, અત્રેથી ભીલડીઆ તીર્થ આદિની યાત્રા કરી પાલણપુર પધાર્યાં. કેટલાક દિવસ અમૃતપાન કરાવી ચૌમાસા માટે પાછા પાટણ પધાર્યાં. આપે શાંતમૂર્તિ શ્રી હું સવિજયજી મહારાજને તેડવા સારૂ પન્યાસજી શ્રી ઉમંગવિજયજી, તથા મુનિરાજ શ્રી પ્રભાવિજયજી મહારાજને અમદાવાદ માલ્યા હતા. બધા પશુ પાટણ પધાર્યાં. બન્ને મહાત્માઓને નગરપ્રવેશ એક સાથે થયા. સામૈયાની શેાલા અવષ્ણુનીય હતી. ત્રણે મહામાઓનું ચૌમાસુ એક સાથે જ થયું. આ ચોમાસાના આનઃ અકથનીય હતેા. અત્રે જ્ઞાનમંદિર તે Page #65 -------------------------------------------------------------------------- ________________ પષ બનાવવા ઘણે જ જોરદાર ઉપદેશ આપે. ચોમાસું પૂર્ણ થતાં મહેસાણા આદિ શહેરમાં થઈ અમદાવાદ પધાર્યા. આ વખતને નગર–પ્રવેશ અદ્વિતીય હતા. શ્રી સંઘને ઉત્સાહ અજબ હતે. પ્રવેશ-સમયે લગભગ પંદર હજારની માનવમેદની હતી. ઉજમબાઈની ધર્મશાળામાં સ્થિરતા કરી, પરંતુ વ્યાખ્યાન માટે વિશાશ્રીમાલીની વિશાળ વાડીમાં જવું પડતું; કારણ વ્યાખ્યાનમાં લેકની ભારે હાજરી રહેતી હતી. જ્યારથી આ૫ પાનસર પધાર્યા ત્યારથી કેટલાક શેઠીઆઓ અને હજારો નરનારીઓનાં ટેળાં આપશ્રીજીના દર્શન માટે આવતાં હતાં. પાલણપુરથી વિહાર કરી શ્રીસમુદ્રવિજયજી, તથા સાગરવિજયજી મહારાજ પણ આપશ્રીજીને અમદાવાદમાં આવી મળ્યા હતા. * અત્રેથી વિહાર કરી વડેદરા, મીયાગામ, પાલેજ, ઝગડીઆ તીર્થ થઈ કરચલીયા પધાર્યા. અત્રે આપશ્રીજીના સદુપદેશથી શ્રી સંભવનાથ ભગવાનનું દહેરાસર બંધાઈ તૈયાર થઈ ગયેલ હોવાથી અત્રેના આગેવાન શેઠ દુર્લભજી દેવાજ આદિ પાટણ આવી આપશ્રીજીને કરચલીયા પધારી પ્રતિષ્ઠા કરાવવા સારૂ સાદર આગ્રહભરી વિનંતિ કરી ગયા હતા. આપે એમની વિનંતિને માન આપી અત્રે પધારી મહા સુદિ ૧૩ ના શુભ દિવસે ઘણા જ * પાલણપુરના શ્રી સંધના આગ્રહથી પંન્યાસજી શ્રી સુંદરવિજયજી, પંન્યાસજી શ્રી ઉમંગવિજયજી, સમુદ્રવિજયજી મહારાજ ખાદિને પાટણથી ચૌમાસું કરવા મેકલ્યા હતા. Page #66 -------------------------------------------------------------------------- ________________ સમારેહથી પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે પાંચ તીર્થોની રચના કરવામાં આવેલ. આખાયે ગામને જમણુ આપવામાં આવેલ. અત્રેથી વિહાર કરી બુહારી પધાર્યા. અહીં મુંબઇથી ૪૦-૫૦ આગેવાન મુંબઇ પધારવા વિનંતિ કરવા આવ્યા. એઓની આગ્રહભરી વિનંતિ આપે માન્ય રાખી. વિહાર કરી પુનઃ કરચલીયા પધારી, સાતમગામ, આઠમ ગામ થઈ ટંકારીયા પધાર્યા. મુંબઈના શેઠીયાઓની વિનંતિથી અત્રેથી સમુદ્રવિજયજી, ચરણવિજયજી, વિકાસ વિજયજીને પહેલાં મુંબઈ પહોંચી શ્રી મહાવીર જયંતી ત્યાં ઉજવવા ફરમાવ્યું. આપશ્રીજીની આજ્ઞાનુસારે તેઓ મુંબઈ પહોંચ્યા અને જયંતી ઘણું જ સમારોહથી ઉજવી. આપ નવસારી પધાર્યા. અહીંના સંઘમાં કલેશ હિતે તેને દૂર કરી સંપ કરાવ્યું અને રકાએલ ધર્મકાર્યો પાછો શરૂ કરાવ્યાં અને શ્રી દેરાસરજીનું ખાતમુહૂર્ત કરાવ્યું. 1 સુરતના આગેવાની વિનંતિને માન્ય કરી સુરત પધાર્યા. અપૂર્વ સ્વાગત થયું. સર્વે ઉપાશ્રયના આગેવાનોએ ધામધુમ સાથે પોતાના ઉપાશ્રયમાં લઈ જઈ વ્યાખ્યાન કરાવ્યાં. અહીંથી વિહાર કરી અનેક ગ્રામ-નગરમાં થઈ વાપી પધાર્યા. અત્રે ૧૫૦ વર્ષ શ્રી સંઘમાં જે કુસંપ હતો તે આપશ્રીજીના સદુપદેશથી સંપ થયે. અત્રેથી દહેણું થઈ ગેલવડ પધાર્યા. અત્રે વરકાણુથી વિહાર કરી પંન્યાસજી મહારાજશ્રી લલિતવિજયજી મહારાજ શ્રી ઉત્તમવિજયજી મહારાજ સાહેબ આદિ આવી મળ્યા. Page #67 -------------------------------------------------------------------------- ________________ અત્રેથી સર્વે સાથે ભવ્ય સ્વાગતની સાથે મુંબઈમાં પ્રવેશ કર્યો. શ્રી ગોડીજીના ઉપાશ્રયમાં ચોમાસું થયું. પ્રવેશ સમયે પંજાબથી ગુરૂકુળ તેમજ ઘણા આગેવાને આવ્યા હતા. આ ચોમાસામાં શ્રી મહાવીર વિદ્યાલયને ઘણી જ સારી સહાય મળી હતી. ચોમાસું ઉતરે માંડવી ભાતબજારના કરછી વિશા ઓસવાલ બંધુઓની વિનંતિથી ઘણું જ ધામધૂમ સાથે વિશા ઓસવાલની વાડીમાં પધાર્યા જયાં આપશ્રીજીએ પોતાના પ્રશિષ્ય મુનિરાજ શ્રી સમુદ્રવિજયજી, સાગરવિજયજીને ચોમાસા માટે મેકલ્યા હતા. આ સમયે એક કરછી ભાગ્યવાને વિશા ઓસવાળ જૈન બેડિંગને સવાલાખ રૂપી આની બાદશાહી સખાવત જાહેર કરી અને શ્રી મહાવીર વિદ્યાલયને પણ સારી સહાયતા મળી. કરછી ભાઈઓ અંચળગચ્છના હોવા છતાં પણ ધર્મની પ્રભાવના ઘણી જ સારી થઈ તે પ્રશંસાને પાત્ર છે. અહીંથી દક્ષીણ તરફ વિહાર કર્યો. ઘાટકોપર તથા ઠાણ આદિમાં મુંબઈથી હજારો ભાવિક શ્રાવકોએ દર્શનને લાભ લીધે. ઘાટકોપરમાં મુનિશ્રી દાનવિજયજીની વડી દીક્ષા થઈ કાણાથી વિહાર કરી અનેક ગ્રામેને પાવન કરતાં પુના પધાર્યા. પુનામાં સત્તર પાટીએ હતી. બધી પાટીઓ આપશ્રીજીને પિતપોતાના સ્થાનમાં લઈ જવા ચાહતી હતી. જ્યાં સુધી સમાધાની ન થાય ત્યાં સુધી શહેરમાં પ્રવેશ કરવાની આપે સાફ ના પાડી. છેવટે પુનાથી પાંચ માઈલ દૂર ખડકી ગામે આપશ્રીજીના હાથે. Page #68 -------------------------------------------------------------------------- ________________ સમાધાની થઈ અને કેટલાંક વર્ષોથી જે નવકારસીનું જમણુ બંધ થએલું હતું તે ચાલુ થયું. પુના શહેરમાં નગર પ્રવેશ ઘણું જ ધામધૂમથી થયે અને શ્રી સંઘના આગ્રહથી ચોમાસું પણ અત્રે જ થયું. કેલેજોમાં આપે જાહેર ભાષણે આપ્યાં વળી શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરીની સ્થાપના કરી. આપશ્રીજીના ઉપદેશથી સર્વે માન્ય તાવાળા એક સાથે ધર્મક્રિયામાં બેસવા લાગ્યા. શ્રી સંઘની વિનંતિથી અહીં ઉપધાન કરાવ્યાં. માલારોપણના મહોત્સવ પછી વિહાર કરી ઘડગામ, અહમદનગર આદિ થઈ યેવલા પધાર્યા. અહીં મણુંબાઈના તરફથી આપશ્રીના કરકમલોથી સાનંદ પ્રતિષ્ઠા મહોત્સવ થયે. પછી શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનના દર્શનાર્થે પધાર્યા, પચીસ દિવસ થિરતા કરી. અહીં ચારે દિશામાંથી લોકો આપશ્રીનાં દર્શન માટે અને પિતાના ગામમાં પધારવાની વિનંતિ કરવા આવ્યા. અહીં પ્રતિમાજી, અધર છે. પહેલાં આ પ્રતિમાજી નીચેથી ઘોડેસ્વાર નીકળી શકે તેટલા અધર હતા, પરંતુ કાળના મહિમાએ આજે માત્ર અંગલુહાણું નીકળે તેટલા અધર છે. અહીં બાલાપુરનિવાસી શેઠ લાલચંદ ખુશાલચંદે શ્રી નવપદજીની ઓળી કરાવી. શ્રી મહાવીર જયંતી પણ અહીં જ ઉજવાઈ. આ પ્રસંગે યાત્રાળુઓને પડતી અગવડતા દૂર કરવા માટે ધર્મશાળાને ઉપદેશ આપે અને શ્રી સંઘે આપશ્રીજીના વચનને વધાવી લીધું અને તેના ફળસ્વરૂપે આજે Page #69 -------------------------------------------------------------------------- ________________ પહ ધર્મશાળા બની તૈયાર થઈ ગઈ છે. અહીંથી બાલાપુર પધાર્યા. શ્રી સંઘના આગ્રહથી ચોમાસું અહીં નકકી થયું અને આપશ્રીજીના ઉપદેશથી પચાસ હજારના ખર્ચે એકઉપાશ્રય બને. ચોમાસાને હજુ સમય હોવાથી આપ આકોલા પધાર્યા અને શ્રી સંઘની વિનંતિને માન્ય કરી શ્રી દેરાસરજીની પ્રતિષ્ઠા કરાવી. જેઠ સુદિ આઠમના શ્રી આત્મારામજી મહારાજ સાહેબની જયંતિ ઉપર જાહેર વ્યાખ્યાન થયું, જેમાં સરકારી અમલદારે વિગેરેની સારી હાજરી હતી. ચોમાસા માટે બાલાપુર પધાર્યા. આકેલા શ્રી સંઘની વિનંતીથી મુનિશ્રી સમુદ્રવિજયજી, સાગરવિજયજી વિશુદ્ધવિજયજીને આકોલા ચોમાસા માટે આજ્ઞા આપી અહીં તપાગચ્છ અને લોકાગચ્છના શ્રાવકેમાં મતભેદ હતો તેને આપે દૂર કરા. આથી લોંકાગછના શ્રાવકો આપશ્રીજીના વ્યાખ્યાનમાં દરરોજ નિયમિત આવવા લાગ્યા. અહીં સારી ધમેં ઉન્નતિ થઈ. ચૌમાસું આનંદથી સમાપ્ત કરી વિહાર કર્યો. ખામગામ થઈ બરાનપુર પધાર્યા. અત્રેના સંઘમાં કુસંપ હતો તેને દૂર કરાવ્યું અને સંપ કરાવ્યું. તેમજ એક માતા-પુત્રના કલેશને પણ આપે મટાડ્યો. આગળ વિચરતાં માંડવગઢ પધાર્યા. અત્રે શ્રી શાંતિનાથ પ્રભુની યાત્રા કરી આનંદ થશે. શીપોર તેમજ પંજાબના શ્રાવકે આપના દર્શનાર્થે આવ્યા. ઈંદરથી શા. કનૈયાલાલજી રાંકા આદિ ૨૫-૩૦ આગેવાને ઈદોર માટે વિનંતિ કરવા આવ્યા. અત્રેથી ધાર પધાર્યા અત્રે આશપુરના શ્રાવકે Page #70 -------------------------------------------------------------------------- ________________ -ચંપાલાલજી તારાવત, નિહાલચંદજી તારાવત, કચરૂમલજી આદિ આશપુર લઈ જવા માટે આવ્યા. આશપુરના લોકોની લાંબા વખતની વિનંતિને વિચાર કરી તે તરફ વિહાર કર્યો હતો. આ સમાચાર રતલામ પહોંચતાં એક માણસ ચાર મેટરમાં રાતે રાત પેટલાદ આવ્યા અને રતલામ પધારવા ઘણુ અરજ કરી. શ્રીસંઘની વિનંતિને માન આપી, પચીસ માઈલનું ચક્કર ખાઈ રતલામ પધાર્યા. શ્રી સંઘે સરકારી હાથી તથા બેન્ડ વિગેરેથી આપશ્રીજીનું ભાવભીનું સ્વાગત કર્યું. વ્યાખ્યાનમાં શ્રીમાન દિવાન સાહેબ તથા અન્ય અધિકારી વર્ગ તેમજ હજારો નરનારીઓએ લાભ લીધે તેમજ પૂજાઓ પણ ભણાવી. કરમદી, વિપદ યાત્રાર્થે પધાર્યા. હજારે નરનારિઓએ લાભ લીધે સાધર્મિક વાત્સલ્ય થયાં. રતલામથી વિહાર કરી સિલાના, વાંસવાડા આદિ થઈ આશપુર તરફ આગળ વધ્યા. આ શહેરોમાં પણ શ્રી દિવાન સાહેબ તથા અન્ય કર્મચારી વર્ગ તેમજ સંખ્યાબંધ નરનારીઓ વ્યાખ્યાનને લાભ લેતાં. આપના આશપુર પધારવાના સમાચારથી આશપુરના આખાયે ઇલાકાના જનેમાં અજબ ચૈતન્ય આવ્યું. અનેક ગ્રામનગરમાં ઉપદેશામૃતનું પાન કરાવતાં આશપુર પધાર્યા. પાટણથી વિહાર કરી વિદ્વાન મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી, શ્રી પ્રભાવિજયજી, શ્રીરમણીકવિજયજી મહારાજ આદિ આબુ આદિ તીર્થોની યાત્રા કરી -આશપુર આવી મળ્યા. મારવાડથી પંન્યાસજી શ્રી મહેન્દ્ર Page #71 -------------------------------------------------------------------------- ________________ વિમળજી, શ્રી પુણ્યવિમળજી પણ આવી મળ્યા. આ. શુભ મેળાપથી શ્રી સંઘમાં ઘણે જ ઉત્સાહ વધી ગયે. ઘણી જ ધામધુમથી પ્રવેશ થયે વ્યાખ્યાન પૂજા પ્રભાવના આદિમાં અહીંના શ્રી સંઘે ઘણે સારો લાભ લીધે. અત્રેથી વિહાર કરી બંકડા, વડેદરા આદિ આસપાસના ગામોમાં વિચરી ભવ્ય જનને ઉપદેશામૃતનું પાન કરાવતાં શ્રી કેસરીઆનાથજી પધાર્યા સાથે લગભગ ૪૦૦-૫૦૦ શ્રાવક આદિને સમુદાય હતે. લંકેડામાં એક અજબ ઘટના બની હતી. બપોરના સમયે મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજી મહારાજ આહાર-પાણી કરી વિહારની થકાવટ દૂર કરવા જરા વિશ્રામ લેવા સૂતા. હજુ ઊંઘ તે આવી ન હતી તેવામાં અચાનક બારણું અને કમાડ એમના ઉપર આવી પડ્યાં, પણ શ્રી ગુરૂમહારાજના પ્રતાપે બચાવ થઈ ગયે; બીલકુલ વાગ્યું નહીં. આપશ્રીજીનું શ્રી કેસરીઆનાથજી પધારવું સાંભળી કેટલાક પંજાબી, મારવાડી, ગુજરાતી, મેવાડી અહીં દર્શનાથે આવ્યા. શ્રી નવપદજી મહારાજની ઓળી ખૂબ ધુમધામ અને આનંદથી કરી આપશ્રીજી ઉદયપુર પધાર્યા. અહીના મહારાણ સાહેબ શ્રીમાન ભૂપાલસિંહજીની ઉપદેશામૃતની જિજ્ઞાસાને તૃપ્ત કરવા કેટલાક રાજકર્મચારીઓની સાથે ગુલાબ બાગમાં પધાર્યા અને તેઓની જિજ્ઞાસાને પૂર્ણ કરી. ઉપદેશમાં આપે પુણ્ય પાપના વિષય શ્રી મહારાણું સાહેબ ખુદનું દાંત Page #72 -------------------------------------------------------------------------- ________________ આપી તેઓના મન ઉપર સારી અસર પાડી. ત્યાંથી વિહાર કરી રાણકપુર તીર્થની યાત્રા કરી,સાદડી મારવાડ પધાર્યા. આપશ્રીજી વર્ષો પછી સાદડી પધારતા હોવાથી શ્રી સંઘમાં અજબ ઉત્સાહ દેખાતું હતું. આખા શહેરને નવજા-પતાકા અને ઠેકાણે ઠેકાણે દરવાજાઓથી અને બેડથી સુશોભીત કરવામાં આવ્યું હતું. શ્રી સંઘે ચોમાસું સાદડીમાં જ કરવા સાદર વિનંતિ કરી. આપે જેવી ક્ષેત્ર ફરસના કરી વિહાર કર્યો અને વરકાણુતીર્થમાં પધાર્યા. અહીં ઉમેદપુરથી વિહાર કરી પંન્યાસજી ( હાલ આચાર્ય) શ્રી લલિતવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી મિત્રવિજયજી, વસંતવિજયજી, વિક્રમવિજયજી મહારાજ આદિ આપશ્રીજીની સેવામાં પધાર્યા. અત્રેથી વિહાર કરી આપશ્રીજી ઉમેદપુર પધાર્યા અને શ્રી પાર્શ્વનાથ ઉમેદ જૈન બાલાશ્રમની જડને મજબૂત કરી અને ચોમાસા માટે પાછા સાદડી પધાર્યા. ચોમાસામાં આપશ્રીજીના ઉપદેશથી શ્રી આત્માનંદ જૈન વિદ્યાલયનું પુનઃ ઉદ્દઘાટન કરાવ્યું. ન્યાતી નીરા નામને એક વિશાળ અને ભવ્ય ઉપાશ્રય બન્યું. બીજા પણ કેટલાંક સ્તુત્ય કાર્યો થયાં. ફલોધીનિવાસી વૈદ રાજમલજી ચંપાલાલજી આદિ આપશ્રીજીને જેસલમેરના સંઘમાં પધારવાની વિનંતિ કરવા માટે ચારેક વખત આવ્યા. અંતમાં તેમની વિનંતિને સ્વીકાર કરવું પડે. ચોમાસું પૂર્ણ થતાં * મહારાણા સાહેબનું ઉપરનું શરીર ઘણું જ સુંદર છે, પણ નીચેનું અશક્ત હોવાથી સ્વયં ઉડી બેસી શકતા નથી. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૩ શ્રી વરકાણા વિદ્યાલયના મકાનની આપનીંગ સેરીમની કરી આપ પાલી આદિ સ્થાનમાં ઉપકાર કરતાં ોધપુર પધાર્યાં. અહીંના પ્રવેશની શેલા અપૂર્વ હતી. આડાર ઢાકાર સાહેબની હવેલીમાં બિરાજ્યા. આપશ્રીજીના વ્યાખ્યાનેાની શહેરમાં ભારે ધુમ મચી. હજારા મનુષ્યેા તેમજ રાજ્યકમચારીએ આદિની સારી હાજરી રહેતી. અપેારના અનેક વિષય ઉપર ચર્ચાઓ થતી રહેતી અત્રેથી પન્યાસજી (આચાર્ય) મહારાજ શ્રો લલિતવિજયજી પગના કારણે પાછા ઉમેદપુર તરફ પધાર્યાં અને આપ અહીંથી વિહાર કરી આસીયા તીથ પધાર્યાં. અહીં નવા શહેરથી વિહાર કરી પંન્યાસજી મહારાજશ્રી (આચાર્ય)ઉમગવિજયજી આદિ મુનિરાજો આવી મળ્યા. ત્યાંથી લેાધી પધાર્યાં. શ્રી મંગળવિજયજી ગણી તથા સાહિત્યપ્રેમી મુનિરાજ શ્રી જ્ઞાનસુદરજી મહારાજ આદિ ઘણે દૂર સુધી સામે આવ્યા હતા. અત્રે કેટલાક દિવસ શ્રોસંઘને ઉપદેશામૃતનું પાન કરાવીને સંધ સાથે જેસલમેર તરફ પ્રયાણ કર્યું. સઘમાં ત્રણેક હજાર માણસા હતાં, જે પાછળથી વધીને પાંચ હુજારની સંખ્યાએ પહેાંચ્યાં હતાં. આ ભૂમિમાં પાણીના કુવા સા સા હાથ ઊંડા ડાય છે તેમજ કાંટા, કાંકરા, ધૂળ અને લ(ભૂરટ)ને તે હિસાબ જ નથી; પરંતુ સંઘપતિજી શેઠ પાંચુલાલજીએ ઉદાર દિલથી યાત્રાળુઓની ભક્તિ કરી ભારે પૂણ્ય ઉપાર્જન કર્યું છે તે ઘણું જ પ્રશંસનીય છે. સ. ૧૯૯૦. જેસલમેરમાં ત્યાંના મહારાજશ્રીને ઉપદેશામૃતનું પાન કરાવ્યું હતું. આ સંઘમાં Page #74 -------------------------------------------------------------------------- ________________ પચીસેક સાધુઓ અને પચાસેક સાઠવીજી આપશ્રીજીની સાથે હતાં. યાત્રા કરી વાડમેર આદિ થઈ પાછા ફરતાં રસ્તામાં લેખકને લુણાવાના સંઘના આમંત્રણ નિમિત્તે આપશ્રીજીના દર્શનને લાભ થયે. લેખકને આપશ્રીજીને આ પ્રથમ પરિચય થયે. નાકડા પાર્શ્વનાથ જાલેર આદિ તીર્થોની યાત્રા કરતાં આપ ઉમેદપુર પધાર્યા. પંન્યાસજી મહારાજશ્રી લલિતવિજયજી મહારાજ કે જેઓ વરકાથી જોધપુર પધાર્યા હતા તેઓ આપશ્રીજીનું જાહેરમાં આગમન સાંભળી સેવામાં જાહેરમાં હાજર થયા અને શિવગંજ સુધી સાથે જ રહ્યા. પછી આપશ્રીજીની આજ્ઞાનુસાર લુણવાના સંઘમાં જવા મુનિરાજ શ્રી મિત્રવિજયજી, શ્રીસમુદ્રવિજયજી, શ્રીપ્રભાવિજયજી આદિ મુનિરાજેની સાથે લુણવા પધાર્યા. અહીંથી હજાર માણસના સંઘ સાથે શ્રી બામણવાડજી તીર્થમાં આપશ્રીને આવી મળ્યા. ઉમેદપુરમાં આપશ્રીજીની સહાનુભૂતિ અને આપના શિષ્યરત્ન શ્રી લલિતવિજયજી મહારાજ સાહેબના ઉપદેશથી ચાલતા બાલાશ્રમનું આપશ્રીજીએ નિરીક્ષણ કર્યું અને બાળકોને તેમજ અન્ય કર્મચારીઓને એગ્ય ઉપદેશ. આપે. આ સંસ્થાના જન્મને આ વખતે ત્રણ વર્ષ થયાં હતાં. ઉમેદપુરથી શિવગંજ આદિ સ્થાનમાં થઈ આપશ્રીજી શ્રી બામણવાડજી તીર્થમાં પધાર્યા. અહીં આપશ્રીજીની અધ્યક્ષતામાં શ્રી સિદ્ધચક્રજી મહારાજની ઓળીનું આરાધન ઘણું જ ધામધૂમથી થયું અને તેમાં Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫ સુગધરૂપ શ્રી પોરવાલ સ ંમેલન સરવામાં આવ્યુ. અત્રે આ વખતે એકત્રિત થએલ લગભગ પંદર હજારની માનવમેદનીએ.આપશ્રીજીને “ કલિકાલકલ્પતરૂ, અજ્ઞાનતિમિરતરણિ ” તથા ગિરાજ શ્રી વિજયશાંતિસૂરીશ્વરજીને “ ચેાગીન્દ્રચૂડામણિ, રાજરાજેશ્વર ” અને શ્રી પન્યાસજી (હાલ આચા) મહારાજશ્રી લલિતવિજયજીને “ મરૂધરાધારક, પ્રખર શિક્ષાપ્રચારક બિરૂદ અપણુ કર્યાં. અહીંથી આપશ્રીજી અનેક તીથયાત્રાઓ કરતાં પાલણપુર પધાર્યાં. ચોમાસાની અસીમ પ્રાર્થના થઈ. આપે શ્રી પ્રવકજી મહારાજ સાહેબ એવ' શ્રી હુસવિજયજી મહારાજ સાહેબના દર્શનની ઈચ્છા પ્રગટ કરી અને પાટશ્ શહેરમાં પધાર્યાં, શ્રી આત્મારામજી મહારાજની જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી અને શ્રી આત્માનă જન્મ શતાબ્દિ ઉજવવાના વિચાર શ્રી પ્રવત્તકજી મહારાજ તથા શ્રી હુસવિજયજી મહારાજ સાહેબ સાથે કર્યાં. કેટલાક દિવસેાની સ્થિરતા પછી ચૌમાસા માટે પાછા પાલણપુર પધાર્યાં. કેટલાંક સ્તુત્ય કાર્યાં થયાં. શ્રી આત્માન જૈન શતાબ્દી ઉજવવા માટે પ્રેરણા એવ કુંડની શરૂઆત થઈ. અહીંના નવામ સાહેબ આપશ્રીજીના દર્શન માટે ત્રણ-ચાર વખત આવ્યા અને તેઓએ શતાબ્દી પાલનપુરમાં ઉજવવા આગ્રહ કર્યાં. અત્રે ઉપધાન પણ થયાં. ચોમાસુ પૂર્ણ થતાં પાલીતાણા તરફ્ વિહાર કર્યાં. "" Page #76 -------------------------------------------------------------------------- ________________ જગાણા ગામમાં શ્રી હંસવિજયજી મહારાજ સાહેબની તબીઅત નરમ હોવાના સમાચાર સાંભળી પાટણ પધાર્યા અને સુખશાતા પૂછી. બંને મહાત્માઓનાં દર્શન કરી ભેચણી, લીંબડી આદિ થઈ પાલીતાણા પધાર્યા, ને શ્રી સંઘ (મોટી ટોળી)ના આગ્રહથી આપ ગામની ધર્મશાળામાં પધાર્યા. નગરપ્રવેશ ઘણું જ ધામધુમથી થયે. દાદાની યાત્રા કરી અને ત્યાંના દરબાર સાહેબને ઉપદેશામૃતનું પાન કરાવી પાછા ફરતાં રસ્તામાં લાઠીધર ગામમાં અમદાવાદથી શેઠ કસ્તુરભાઈ મણિભાઈ મુનિ સંમેલન અંગે આપશ્રીજીની સલાહ લેવા અને તે પ્રસંગે આપશ્રીજીને પધારવા વિનંતિ કરવા આવ્યા. બાદ બોટાદ, વઢવાણ શહેર, વઢવાણ કેમ્પ પધાર્યા. શ્રી સંઘના તરફથી સુંદર સ્વાગત કરવામાં આવ્યું. આ સ્થાનેમાં સોસાયટી પક્ષ તરફથી ઉપસર્ગો થયા છતાં આપશ્રીજીએ તે આપના હમેશાંના સ્વભાવ પ્રમાણે શાંતિ જ જાળવી અને વિરમગામ, ભેંય આદિ થઇ પુનઃ શેઠ ડાહ્યાભાઈ નગીનદાસના ઉજમણુ માટે પાલણપુર પધાર્યા. આપશ્રીજીની અધ્યક્ષતામાં ખૂબ ઠાઠમાઠથી ઉજમણું થયું. શાંતિનાત્રના દિવસે શ્રી નવાબ સાહેબ ત્યાં પધાર્યા સેનામહોર શ્રી પરમાત્માના ચરણે ભેટ મૂકી અને શાંતિસ્નાત્રમાં ઘણા લાંબા સમય સુધી બેસી ખુબ આનંદ લુંટ્યો. આપશ્રીજીએ પણ શાંતિસ્નાત્રનું મહત્તવ, તેને અથ આદિ ઘણી જ એવી ભાષામાં તેઓને સમજાવ્યું. તે સાંભળી તેઓ પણ ઘણુ જ ખુશી થયા. આ પ્રસંગ ઉપર Page #77 -------------------------------------------------------------------------- ________________ પાટણથી વિદ્વાન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, શ્રી વસંતવિજયજી, શ્રીરમણિકવિજયજી મહારાજ આદિ પધાર્યા હતા, અને સ્વગય ઉપાધ્યાય શ્રીહનવિજયજી મહારાજના શિષ્ય રવિવિજયજી મહારાજ આપશ્રીની સેવામાં હાજર થયા હતા. ઉજમણુની પૂર્ણાહુતી પછી આપે શ્રી મુનિસંમેલનમાં સંમિલિત થવા અમદાવાદ તરફ પ્રયાણ કર્યું અને પાટણ પધાયા. અહીં શ્રી હંસવિજયજી મહારાજ સાહેબની તબીઅત દેખી ચિંતિત થયા અને આપે ફરમાવ્યું કે “આવી સ્થિતિમાં આપને મૂકી મારાથી જઈ શકાય નહીં.” અવસરના જાણકાર શ્રી હંસવિજયજી મહારાજ સાહેબે આપશ્રીને જવાની ભાવપૂર્વક પ્રેરણું કરી, તેથી અને શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબની ઈચ્છાને માન આપી આપે વિહાર કર્યો. પેથાપુર નજદીક રાંધેજા ગામમાં શ્રી હંસવિજયજી મહારાજ સાહેબના સ્વર્ગવાસના દુઃખદ સમાચાર મળ્યા. આપને તેમજ સારા સાધુસમુદાયને બહુ જ દુઃખ થયું. રાત્રિના સમાચાર મળવાથી સવારના દેવવંદનાદિ ક્રિયા કરી અને દેહગામ પધાર્યા. અહીં શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજની પ્રેરણાથી સત્તર સમુદાયના આગેવાન સાધુઓની એક મિટિંગ આપશ્રીજીની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક થઈ અને સાધુસંમેલનની સફળતા ઉપર કેટલાક વિચારો કર્યા. અત્રેથી વિહાર કરી ભેડા પધાર્યા. અહીં શ્રી આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી તથા મુનિરાજ શ્રી માનવિજય, Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તથા સતાવિજયજી મહારાજ આદિને મેલાપ થયે. અહીં પણ સમેલન સમધી કેટલાક વિચારા થયા. અમદાવાદથી નગરશેઠ વિમળભાઇ મયાભાઈ તથા શેઠ. કસ્તુરભાઇ લાલભાઈ આદિ આગેવાન શેઠીઆએ આપશ્રીજીને ઉજમબાઈની ધર્મશાળામાં પધારવા વિનતિ કરવા આવ્યા. અત્રેથી વલાદ થઈ નરાડા પધાર્યાં. અહી` શેઠ સકરાભાઈ લલ્લુભાઈ તરફથી સ્વામીવાત્સલ્ય થયુ. આપ શ્રીજીના પ્રમુખસ્થાનમાં શ્રી વિદ્યાવિજયજી મહારાજનું જાહેર ભાષણ થયું. અહીથી વિહાર કરી ફાગણુ વિદ આજના દિવસે અમદાવાદમાં પ્રવેશ થયે. આ વખતે શ્રી કેસરીઆજી તીથ ના ઝગડા ચાલતા હૈાવાથી આપશ્રીજીની પ્રતિજ્ઞાનુસાર પ્રવેશ મહેાસવ સાદો જ થયા હતા. હારા નરનારીની મેદનીની સાથે આપશ્રીજીના તથા આચાય - વય શ્રીમદ્વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ તથા માચાય શ્રીમદ્ જયસૂરિજી મહારાજ તથા આચાર્ય મહારાજ શ્રી ઋદ્ધિસાગરસૂરિજી આદિના પ્રવેશ પણ આપશ્રીજીની સાથે જ થયા હતા. સવે પોતપેાતાના ઉપાશ્રયે પધાર્યાં અને આપશ્રીજી ઉજમમાઈની ધર્મશાળામાં પધાર્યાં. ત્રીજના દિવસે સંમેલનનું કામકાજ શરૂ થયું અને પાંત્રીશ દિવસ ચાલ્યું. અનેક વિજ્ઞાને સહન કરતાં કંઇક સફળતા મળી. આ સમેલનમાં પણ આપશ્રીજીની સલાહની ખાસ જરૂરત રહેતી અને તેની સફળતાનુ’ ખાસ માન પ આપશ્રીજીને જ ઘટે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૯ અહીંથી આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીવરજીના અને સંઘપતિના આગ્રહથી આપ સેરીસા, પાનસર પધાર્યાં. યાત્રા કરી પાછા અમદાવાદ પધાર્યાં. આ વખતે આપે જૈન કાલેજ માટે ખૂબ ઉપદેશ કર્યાં અને શ્રી આત્માન શતાબ્દિ માટે પણ ઉપદેશ કર્યાં અને શતાબ્દિ કુંડમાં સારી મદદ મળી. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનેમિસૂરિજીના આગ્રહુથી અને ડભાઇ શ્રી સંઘની વિનતિથી આપશ્રીજી વટાદરા થઈ ડભાઈ પધાર્યાં અને શ્રી લેાઢણુ પાર્શ્વનાથ ભગવાનની ખૂબ આનંદની સાથે પ્રતિષ્ઠા કરાવી અને અમદાવાદ શહેરની ચોમાસાની વિનતિને માન્ય કરી અમદાવાદ પધાર્યાં. અત્રે આપના પ્રશિષ્ય મુનિશ્રી સાગરવિજયજી મહારાજ કે જેઓ કેટલાક સમયથી બિમાર હતા તેઓ અશાહે વદ્ધિ ૧૪ ના દિવસે સ્વર્ગવાસ પામ્યા. એએના શ્રેય નિમિત્તે અઠાઈ મહેાત્સવ આદિ ધાર્મિક કાર્યાં થયાં. આ ચોમાસામાં ઘણાં સારાં શાસનન્નતિના કાર્યો થયાં. કપડવંજના ધીરજબેન તથા તેમના સગાસ્નેહી આપશ્રીઅને કપડવંજ પધારી ધીરજબેનને દીક્ષા આપવા વિનતિ કરવા આવ્યા. શેઠ ડાહ્યાભાઈ ધોળશાજીની ધર્મ પત્ની મણીબેનના તરફથી ચોમાસુ` બદલાવવામાં આવ્યું અને મણીબેને નરોડાના સઘ કાઢ્યો. આપ પણ એમની વિનતિને માન આપી નરાડા પધાર્યાં, ખીજે દિવસે અમદાવાદ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧ પધારી સાંજના કપડવજ તરફ્ વિહાર કર્યાં. વટાદરા થઈ બારેજા પધાર્યાં. અહીં સુખાઇથી શેઠ રણછેડલાઈ રાયચંદ તથા શ્રીયુત્ માતીચંદ ગિરધરલાલ કાપડીઆ શ્રી મહાવીર વિદ્યાલયના દેરાસરજીની પ્રતિષ્ઠા માટે આપને પધારવા વિનતિ કરવા આવ્યા. આપે મહા સુદિ દસમનુ મુહૂર્ત કાઢયું. આવેલ સજ્જને મુખાઇ ગયા. માદમાં મહેમદાવાદ થઇ કપડવ ́જ પધાર્યાં. અહી વડાદરાથી મુનિરાજ શ્રી હિમ્મતવિજયજી મહારાજ, પંન્યાસજી શ્રી તેમ વિજયજી મહારાજ, શ્રી ઉત્તમવિજયજી મહારાજ, તથા શ્રી ચંદનવિજયજી મહારાજ તેમજ પાટણથી વિદ્વાન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, રમણિકવિજયજી મહારાજ આદિ કેટલાક મુનિમહારાજને આ પ્રસગે પધાર્યો. અમદાવાદથી સાધ્વીજી મહારાજશ્રી દાનશ્રીજી આદિ પણ. પધાર્યાં હતાં. સારા શહેરને વજા-પતાકાઓથી શણગારવામાં આવ્યું હતું. ધામધુમથી નગરપ્રવેશ થયેા. ધીરજ એન આફ્રિ ત્રણ મ્હેતાને આપશ્રીજીના શુભ હસ્તે દીક્ષા આપવામાં આવી અને તેને શ્રીદ્યાનશ્રીજી મહારાજની શિષ્યા બનાવી. શતાબ્દિ ફંડમાં સારી મદદ મળી. શાસનદીપક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી તથા હિમાંશુવિજયજી મહારાજ અને હિમાંશુસાગરજી મહારાજ આદિ આપશ્રીને મળવાને પધાર્યાં, અને આપના અધ્યક્ષસ્થાને શ્રી વિદ્યાવિજયજી મહારાજનાં જાહેર ભાષણેા થયાં. અત્રે આનંદ વર્તાવી વિહાર કરી અનેક ગ્રામેાને પાવન કરતાં Page #81 -------------------------------------------------------------------------- ________________ વડેદરે પધાર્યા. નગરપ્રવેશ ઘણું જ ધામધુમથી થયે. અત્રે ગણિવર્ય શ્રી મૂલચંદ મહારાજ સાહેબની જયંતિ આપશ્રીજીની અધ્યક્ષતામાં ઉજવવામાં આવી.શતાબ્દિફંડને સારી મદદ મળી, અને સકલ શ્રી સંઘે શતાબ્દિ વડોદરા ઉજવવા ઘણેજ આગ્રહ કર્યો. આપે ઉચિત જવાબ વાળી વિહાર કર્યો અને મીયાગામ, પાલેજ આદિ થઈ ભરૂચના શ્રી સંઘની વિનંતિને માન્ય કરી ભરૂચ શહેરમાં પધાર્યા, અત્રેના શ્રીમાળી અને લાડવાશ્રીમાળી આપશ્રીના ઉપદેશથી એકત્ર થયા અને સાધર્મિક વાત્સલ્ય સાથે જમ્યા ત્યાંથી વેજલપુર પધાર્યા અને ત્યાંના લાડવાશ્રીમાળી બંધુઓને પરસ્પરનો કલેશ મટાડ્યો. અને આખા શહેરના ભાઈઓ સાથે બેસીને જમ્યા. અહીંથી અંકલેશ્વર થઈ સુરત પધાર્યા. ધામધુમથી વડા ચૌટાના ઉપાશ્રયે સ્થાન લીધું અને નેમુભાઇની વાડી તેમજ સગરામપુરાના આગેવાની વિનંતિથી વ્યાખ્યાન માટે ત્યાં પણ પધાર્યા. શતાબ્દિકુંડમાં સારી રકમ બેંધાણ. અહીંથી નવસારી, બીલીમેરા, વલસાડ થઈ મુંબઈમાં આગમન થયું. અલબેલી નગરી એટલે ધામધુમનું તે કહેવું જ શું? સામૈયામાં આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનીતિસૂરિજીના શિષ્ય પંન્યાસજી મ૦ કલ્યાણવિજયજી આદિ પધાર્યા હતા. એક દિવસ શ્રી ગેડીજીના ઉપાશ્રયે સ્થિરતા કરી. બીજે દિવસે આપશ્રી મહાવીર વિદ્યાલયમાં પધાર્યા અને પ્રતિષ્ઠા સંબંધી વિધિવિધાન આપશ્રીજીની અધ્યક્ષતામાં શરૂ થયાં. ઘણી જ ધામધુમ સાથે મહા Page #82 -------------------------------------------------------------------------- ________________ સુદિ દશમના દિવસે પ્રતિષ્ઠા થઈ. આ પ્રસંગે આપશ્રીજીના ઉપદેશને લાભ વિદ્યાર્થીગણને પણ મળે. પ્રતિષ્ઠા સંબંધી આપશ્રીજીએ મનનીય ભાષણ આપેલ હતું. અત્રેથી પાછા શ્રી ગેડીજીના ઉપાશ્રયમાં પધાર્યા અને શતાછિદફંડની શરૂઆત કરાવી, મુનિશ્રી સમુદ્રવિજયજી તથા વિશુદ્ધવિજયજી મહારાજને અહીં રેકી આપ આસપાસના પરાઓમાં પધાર્યા. ઘાટકોપર, શાંતાક્રુઝ, વીલેપારલે આદિમાં સારો પરોપકાર કર્યો. જેઠ સુદિ આઠમના વીલેપારલે શેઠ કાન્તિલાલ ઈશ્વરદાસના બંગલે સ્વર્ગવાસી શ્રી ગુરૂદેવશ્રી આત્મારામજી મહારાજ સાહેબની જયંતિ ઘણું જ ધામધુમથી આપશ્રીજીની અધ્યક્ષતામાં ઉજવવામાં આવી. મુંબાઈથી હજારો માણાએ લાભ લીધે. સની ભેજન આદિની ભક્તિ શેઠ કાતિલાલભાઈએ કરી હતી. મુંબઈમાં શ્રી દિધમુનિજી તથા સમુદ્રવિજયજીના અધ્યક્ષસ્થાને શ્રી ડીજી મહારાજના ઉપાશ્રયે પણ ધામધૂમથી ઉજવવામાં આવી. કેટલાક દિવસ પરાઓમાં વિચરી અસાડ સુદ ત્રીજના મુંબાઈમાં પધાર્યા અને શ્રી આદીશ્વરજીના દેરાસરમાં ઉપર બિરાજમાન પ્રતિમાજીઓને મૂળ ગભારામાં પ્રવેશ કરાવ્યું. ચૌમાસામાં શતાબ્દિ ફંડનું કામ સારા પાયા પર શરૂ થયું. એક કમિટિ પણ નીમવામાં આવી જેથી કાર્ય સારૂં દીપી નીકળ્યું. મુંબાઈની જનતાએ આપશ્રીને શતાબ્દિ મહત્સવ મુંબાઈના આંગણે ઉજવવા લાભાલાભના કારણે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ' ઘણી જ જોરદાર અરજ કરી. આપશ્રીજીએ ઉત્તર આપ્યા કે મારી ભાવના પાટણમાં શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબ શ્રી કાન્તિવિજયજી મહારાજ સાહેબની સમક્ષ ઉજવવાની છે. આપશ્રીજીના નેત્રમાં પાણી નીકળતુ હાવાથી સેવાભાવી જૈન ડૉકટર શ્રીયુત્ શ્રાફે ઘણા જ લાવથી ઉપાશ્રયે આવી આપના નેત્રનુ ઓપરેશન કર્યું" અને સફળતા મેળવી. ચોમાસુ` પૂર્ણ થયે વિહાર કરી અનેક ગ્રામ અને નગરાને દર્શનના લાભ આપતાં સુરત, ઝગડીઆ થઈ સીનેર પધાર્યાં. અહીં શ્રી આત્મારામજી મહારાજના વૃદ્ધ શિષ્ય મુનિરાજ શ્રી અમરવિજયજી મહારાજ સાહેબના ભેટા થયા. તેઓશ્રીની વૃદ્ધાવસ્થા હાવા છતાં પણ ઘણું દૂર આપશ્રીજીની સામે આવ્યા હતા. પરસ્પર ભેટી ઘ@ા જ આનંદ મનાવ્યે. જાહેર ભાષણ આપી તથા શતાબ્દિ કુંડની શરૂઆત કરી ડલાઈ થઈ વડાદરા પધાર્યાં. વડાદરાના સઘ તા એ જ ચાહતા હતા કે એ પુનિત આત્મા શ્રી આત્મારામજી મહારાજની શતાબ્દિ મહોત્સવ ઉજવવાના લાભ અમને જ મળે આથી તેઓએ શતાબ્દિ માટે ઘણુંા જ આગ્રહ કર્યાં પરંતુ આપશ્રીજી વિચારમાં (પાટણ ઉજવવા માટે) મક્કમ હતા શ્રીમત મહારાજા સાહેબે પણ ચેાગ્ય સહાય તેમજ સામાન આપવા અરજ કરી હતી અને વડાદરામાં ઉજવવા કહ્યું હતું, પરંતુ પાટણું ઉજવવાના વિચારે આગળ વિહાર કરી અમદાવાદ પધાર્યા. અહીના શેઠીઆએ પણ અમ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૪ દાવાદમાં ઉજવવા અથાગ પ્રયત્ન કર્યા. આપશ્રીજીની આજ્ઞાથી ભરૂચથી છૂટા પડી મુનિશ્રી સમુદ્રવિજયજી, વિશુદ્ધવિજયજી. આ મેદમાં પ્રતિષ્ઠા કરાવી પાછા અત્રે ( અમદાવાદમાં) આપને આવી મળ્યા. આપશ્રીજી અમદાવાદથી સાબરમતી પધાર્યા, પરંતુ ભાવિ બળવાન છે તે ન્યાયે પાટણના સંઘમાં જે વૈમનસ્ય હતું. તે શાંત ન થયું. આથી આપશ્રીજી પાછા વડેદરે પધાર્યા. આકુતપુરાના ઉપાશ્રયે. કેટલાક દિવસ બિરાજયા. શેઠ પુખરાજજી વાગ્યારના તરફથી ફતેહપુરના દહેરાસરમાં અઠ્ઠાઈ મહત્સવ થશે. પછી શહેરમાં જાની શેરીના ઉપાશ્રયે પધાર્યા અને શ્રી સંઘે શતાબ્દિનું કામકાજ ધમધોકાર ચાલુ કરાવ્યું. પાટણમાં પણ શ્રી પ્રવકજી મહારાજ સાહેબની અધ્યક્ષતામાં ખૂબ આનંદેત્સવોની સાથે પાંચ દિવસ સુધી શતાબ્દિમહોત્સવ મના. વડોદરામાં આપશ્રીજીની અધ્યક્ષતામાં સં. ૧૯૯૨ ( પંજાબી ૧૪ ના ) ચૈત્ર સુદિ ૧ થી ખૂબ જાહેરજલાલી સાથે શતાબ્દિ ઉજવાઈ. આ વખતે ગુજરાત, કાઠિયાવાડ, દક્ષિણ, માલવા, મારવાડ, પંજાબ આદિ દૂર દૂરના સર્વે દેશના મનુષ્યોની હાજરી હતી. તેમાં પણ ગુજરાંવાલાદિ પંજાબી લોકેની ગુરુભક્તિએ તે હદ કરી હતી. બે હજાર પંજાબી નરનારીઓ આવેલ હતાં તેમાં પણ પુરૂષોના ફેંટા ( સાફા ) એક જ રંગના અને સ્ત્રીઓના સાલા (ઓઢણું) એક જ રંગના દેખાતાં હતાં. આ ભવ્ય સમારકની જેટલી પ્રશંસા લખાય તેટલી Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ઓછી જ છે. ગ્રંથગૌરવના કારણે થોડામાં જ સતેષ કર્યો છે. આ પ્રસંગે સેવાભાવી ડોકટર શ્રાફ, ડે. નાનચંદ મેદી, ડે. ટી. એ. શાહને માનપત્ર આપવામાં આવ્યા હતા. માયાગામના શ્રી સંઘની વિનંતિથી મીયાગામ પધાર્યા અત્રે કેટલાક દિવસની સ્થિરતા થઈ, વૈશાખ સુદ ૬ ના દિવસે શુભ મૂહુર્તમાં આપશ્રીજીએ પિતાના વિદ્વાન શિષ્ય રત્ન પંન્યાસજીશ્રી લલિતવિજયજી મહારાજ અને પંન્યાસજીશ્રી કસ્તુરવિજયજી મહારાજને આચાર્યપદથી વિભૂષિત કર્યા. શ્રીસંઘે મહત્સવ કર્યો. શ્રીફળની પ્રભાવના તથા સાધર્મિક વાત્સલ્ય કર્યા. પંન્યાસજીશ્રી ઉમંગવિજયજી મહારાજ વલાદ (અમદાવાદ) અને પંન્યાસજીશ્રી વિદ્યાવિજયજી મહારાજ ગુજરાંવાલા (પંજાબ) હોવાથી તેઓને તાર દ્વારા આચાર્ય પદવી માટે આજ્ઞા ફરમાવી. મીયાગામથી વિહાર કરી સુરવાડા, માનપુરા આદિ થઈ દરાપુરા પધાર્યા. અત્રે શ્રી સંઘની વિનંતીથી અને અમદાવાદના નગરશેઠ વિમલભાઈ મયાભાઈની સંમતિથી શ્રીમાન ગણિ મુકિતવિજય (મૂલચંદ)જી મહારાજના સમુદાયના સ્વગય આચાર્ય શ્રીમદુવિજયકમલસૂરિજી મહારાજના પ્રશિષ્ય પંન્યાસજી મહારાજ શ્રી લાભવિજયજી મહારાજને આચાર્ય પદવી અને એના. શિષ્ય પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી મહારાજને ઉપાધ્યાય પદવીથી અલંકૃત કર્યો. આ પ્રસંગે અમદાવાદથી આવેલા શેઠીયાઓએ આચાર્ય શ્રીમદ્ વિજયલલિતસૂરિજી મહારાજ તથા શ્રીમાન્ વિજયલાભસૂરિજી મહારાજ આદિને અમદા Page #86 -------------------------------------------------------------------------- ________________ વાદ ચોમાસું કરવા આજ્ઞા ફરમાવવા વિનંતિ કરી. આપે એમની વિનંતિને માન્ય કરી ઉક્ત મહાત્માઓને અમદાવાદ ચોમાસું કરવા આજ્ઞા ફરમાવી. અત્રેથી વિહાર કરી વડેદરા શ્રી સંઘની વિનંતિથી ચોમાસું કરવા વડેદરે પધાર્યા. વડોદરામાં ઉપધાન આદિ અનેક ધાર્મિક કાર્યો કરાવ્યાં. જાની શેરીને ઉપાશ્રય જીર્ણ થઈ ગયેલું હતું તેને ઉદ્ધાર કરવા માટે સચેટ ઉપદેશ આપી ટીપ શરૂ કરાવી. આ ચોમાસામાં એક ખાસ ઘટના એ બની કે અત્રે બિરાજેલા સ્થાનકવાસી સાધુઓમાંથી એક સાધુ મહારાજે દેઢ માસના ઉપવાસ કર્યા હતા. લગભગ ૪૦ મા ઉપવાસે એની ભાવના આપના દર્શન કરવાની થઈ. તે ભાવના સ્થાનકવાસી આગેવાન શ્રાવકોએ વ્યાખ્યાનમાં આવી આપશ્રીજીને જણાવી અને એમના ઉપાશ્રયે પધારી દર્શન દેવા વિનંતિ કરી. આપે પણ એઓની વિનંતિને માન આપી એઓના ઉપાશ્રયે (સ્થાનકમાં) પધારી દર્શન આપ્યાં. આ વખતનું દશ્ય ખાસ જોવાલાયક હતું. એમના સાધુ એ આપને સુંદર સત્કાર કર્યો. એકત્રિત થયેલા ભાઈએને આપે સમયેચિત ઉપદેશ આપે. સાનંદ ચોમાસું સમાસ કરી ખંભાતના શ્રી સંઘની વિનંતિને માન આપી આપ ખંભાત પધાર્યા. ખંભાત એટલે જૈનપુરી. અત્રેના જૈનોએ આપનું ભાવભર્યું સ્વાગત કર્યું. નગરપ્રવેશ મહેત્સવની શેભા અપૂર્વ હતી. શું વૃદ્ધો અને શું નવયુવાને Page #87 -------------------------------------------------------------------------- ________________ સૌ કોઈ એકી અવાજે ઉરચારતા હતા કે અમે અમારી ઉમરમાં નગરપ્રવેશની આવી ધામધૂમ પહેલી જ વાર જોઈ છે ! આ શુભ પ્રસંગે એક વિશિષ્ટ વાત એ બની કે આપશ્રીજીની પધારવાની ખુશાલીમાં અત્રે(ખંભાત)ની મ્યુનિનિસીપાલટીએ નગરપ્રવેશના દિવસે આખા શહેરમાં જીવહિંસા બંધ કરાવી, સંખ્યાબંધ પંચેંદ્રિય અને અભયદાન આપી આપનું બહુમાન કર્યું હતું. ખુદ નામદાર નવાબ સાહેબના રસોઈ ઘરમાં પણ એ દિવસે અભક્ષ્ય(માંસ) રંધાયું ન હતું. તેમજ જેટલા દિવસે આ૫ ખંભાતમાં બિરાજે તેટલા દિવસ કોઈ પણ સખસ ઉંદરને પકડી કે મારી શકે નહીં એ સત પ્રબંધ મ્યુનિસીપાલટીએ કર્યો હતે. આપે મંગલાચરણમાં શ્રી સંઘને માંડવીની પિળના જૈન દહેરાસર અને ભેચરાના પાડાને જ્ઞાનભંડારનો જીર્ણોદ્ધાર કરવાને સચોટ ઉપદેશ આપે. અને આ બન્ને કાર્યો આપના શુભ હસ્તે સફળતાપૂર્વક થયાં. શ્રીમાન દિવાન સાહેબની અધ્યક્ષતામાં શ્રી આત્માનંદ શતાબ્દિ મહોત્સવ પણ ઉજવાયે. અત્રે આપને પંજાબ પધારવાની ઉતાવળ હોવાથી કેવળ ચાર દિવસ રોકાવાનું હતું, પણ ભાવી પ્રબલ. આપના પ્રશિષ્ય યુવાન મુનિરાજશ્રી ચરણવિજયજી મહારાજ અચાનક બિમારીમાં સપડાઈ ગયા. બિમારી વધતી ગઈ, ઘણા ઘણા વૈદ્યો–ડેકટરના ઉપચાર કરાવ્યા, યણ શાંતિ ન થઈ જેથી વધુ રોકાવાનું થયું. Page #88 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રીમદ્વિજયલલિતસૂરિજી મહારાજ પંન્યાસજી મહારાજ શ્રી સમુદ્રવિજયજી, મુનિશ્રી પ્રભાવિજયજી આદિ ૬ સાધુઓ અમદાવાદ સાનંદ ચોમાસુ કરી વિચરતાં વિચરતાં અત્રે આપશ્રીજીની સેવામાં આવ્યા. મુનિ શ્રી ચરણવિજયજી મહારાજની તબીઅત વધારે લથડતી જોઈ વડેદરાના ડેકટર પ્રાણસુખલાલભાઈ તથા વૈદ્ય જમનાદાસ ભાઈ આદિની સંમતિથી એઓને લઈને આપ વડે દરે પધાર્યા અને ઉપચાર શરૂ કરાવ્યા. ચૌમાસું નજીક આવતું હોવાથી ખંભાત શ્રી સંઘની અત્યાગ્રહરી વિનંતિથી ચોમાસું ખંભાત કરવાનું હોવાથી આપે મુનિ શ્રી ચરણવિજયજી મહારાજની સાથે આચાર્ય શ્રી વિજયકસ્તુરસૂરિજી મહારાજ તથા સેવાભાવી મુનિવર્ય શ્રી મિત્રવિજયજી, વિશુદ્ધવિજયજી મહારાજને રાખી આપ ચોમાસું કરવા ખંભાત પધાર્યા. અને પંન્યાસજી શ્રી સમુદ્રવિજયજી તથા મુનિશ્રી સત્યવિજયજીને બેરસદના સંઘની અત્યાગ્રહભરી પ્રાર્થનાને માન આપી બેરસદ ચૌમાસુ કરવા મોકલ્યા. વડેદરામાં મુનિશ્રી ચરણવિજયજી મહારાજનો સાથેના મુનિરાજોએ તથા શ્રી સંઘે ઘણી ભક્તિ કરી પણ તુટીની બુટી નથી એ નિયમાનુસાર ૧૯૨ ના ભાદરવા સુદિ ૧ ના દિવસે એ મુનિશ્રી સ્વર્ગસ્થ થયા. વિદ્વાન મુનિશ્રી ચરણવિજ્યજી મહારાજ ની જુવાન સુધારક વિચારના સાધુ હતા. કાર્ય કરવામાં બાહોશ અને Page #89 -------------------------------------------------------------------------- ________________ ખંતીલા હતા. શતાબ્દિ મહોત્સવના કાર્યમાં એમણે સારે ભાગ લીધે હતે. ખંભાતના ચૌમાસામાં જ્ઞાનભંડારનું કાર્ય પૂરું કર્યું. માંડવીની પિળના આપના ઉપદેશથી જીર્ણોદ્ધાર થયેલ દહેરાસરની પ્રતિષ્ઠા કરાવી, તેમજ બીજા પણ ઘણા ધાર્મિક કાર્યો કરાવ્યાં. આપની છત્રછાયામાં આચાર્ય શ્રીમદ્ વિજયલલિતસૂરિજી મહારાજે મુંબઈના સુપ્રસિદ્ધ ડેકટર શ્રોફ પાસે આંખને મતિયે ઉતરાવ્યો. રાધનપુર નિવાસી શેઠ કાંતિલાલ ઈશ્વરદાસ આપશ્રીજીને રાધનપુર પધારી બેડીંગની ઓપનીંગ સેરીમની કરવા વિનંતિ કરવા આવ્યા. આપશ્રીજીના સદુપદેશથી શ્રી આત્માનંદ જૈન કેલેજના ફંડમાં સૌથી પહેલાં કાંતિલાલ શેઠે જ રૂા. ૧૧૦૦૦૦ ની રકમ ભરી શ્રીગણેશ કર્યા. અત્રે એક વાત ખાસ ઉલલેખનીય એ બની કે વૈશાખ મહિનામાં શેઠ મુળચંદ બુલાખીદાસના ઉજમણું ઉપર પધારેલા આચાર્ય વર્ય શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને આપને પરસ્પરને મેળાપ ખંભાતના ઇતિહાસમાં અંકિત રહેશે. ચોમાસામાં એઓશ્રીજીના શિષ્ય આચાર્ય શ્રીમદ્ વિજયલાવણ્યસૂરિજી મહારાજ આદિએ પણ પ્રશંસનીય સંબંધ રાખી પોતાના શ્રી ગુરૂદેવનું અનુકરણ કર્યું હતું. કારતક વદિ પાંચમના દિવસે શુભ મુહૂર્તમાં શેઠ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૦. ભાઈચંદ કશળચંદની પેઢી કે જેઓએ જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરાવી હતી એઓની તરફથી જ શ્રી કષભદેવ ભગવાનની ચરણપાદુકા અને સ્વર્ગવાસી શ્રી ગુરૂદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરિજી (આત્મારામજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી, સાંજરે વિહાર કરી શેઠ દલપતભાઈના બંગલે રહ્યા. - બોરસદથી વિહાર કરી પંન્યાસજી શ્રી સમુદ્રવિજયજી અદિ અને વડોદરાથી મુનિશ્રી વિશુદ્ધવિજયજી મહારાજ આવી મળ્યા. અત્રે સર્વ સાધુસમુદાયની સાથે વિહાર કરી જીત્રા માતર આદિ અનેક ગામોમાં ઉપદેશામૃતનું પાન કરાવતાં અમદાવાદ પધાર્યા. અત્રે ઉજમબાઈની ધર્મશાળા-લુણશાવાડા-કીકાભઠ્ઠની પોળ–શામળાની પોળ-શાહપુર આદિમાં પધારી વ્યાખ્યાન આપ્યાં. શાહપુરમાં ડેકટર ચીમનલાલભાઈએ સજોડે તથા બીજા કેટલાક ભાઈબંનેએ અને કીકાભટ્ટની પિળમાં શેઠ. કુલચંદભાઈ વિગેરેએ ચતુર્થ વ્રત આદિ ઉચ્ચર્યા. અત્રેથી વિહાર કરી, સેરીસા, ભેયણ, શંખેશ્વરજી આદિ તીર્થોની યાત્રા કરતાં રાધનપુર પધાર્યા. પાટણથી મુનિરાજ શ્રી ઉત્તમવિજ્યજી મહારાજ, વિદ્વદર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી વસંતવિજયજી તથા શ્રી રમણિકવિજયજી મહારાજ પણ પધાર્યા. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૧ નગરપ્રવેશ અપૂર્વ હતા, એક તે આપશ્રીજીની દીક્ષા ભૂમિ અને શ્રી સંઘના આપના પ્રતિ અગાધ ભાવ તેમજ શેઠ કાન્તિલાલની ઉદારતા પછી ખામી શુ' રહે ? ઠેકાણે ઠેકાણે ગહૂ લીએ પર સેાના મહેારા મુકાતી. શેઠ કાન્તિલાલે અને એના ધર્મપત્ની શકુન્તલાબેને ગડુલી કરી સેના મહારા મુકી સાચા મેાતીઓથી વધાવ્યા હતા. આપશ્રીજીના નેતૃત્વમાં અઠ્ઠાઇ મહાત્સવ, રથયાત્રા, શાંતિસ્નાત્ર, પ્રભાવના, સાધર્મિક વાત્સલ્ય વિગેરે શેઠ સાહેબના તરફથી ઘણી જ ઉદારતાથી થયાં. દેશદેશાવરાથી પુષ્કળ નરનારીઓ આવ્યાં હતાં. નામદાર શ્રી નવામ સાહેબના શુભ હસ્તે પેાતાના પિતાશ્રીની યાદગારમાં અધાવેલ ડીંગનુ ઉદ્ઘાટન કરાવ્યું. આ અવસરે આપશ્રીજીએ શ્રી નવામ સાહેબને ઉદ્દેશીને કિમતી ઉપદેશ આપ્યા હતા. આ અવસરે દાનવીર શેઠ કાંતિલાલ ઇશ્વરદાસે લગભગ સવાલાખ રૂપીઆ ખર્ચ્યા અને હજી પણ હંમેશાં ઉદારતાથી સખાવતા કરતા જાય છે. શેઠાણી શકુન્તલાબેન પણ ઘણાં જ દિલાવર દિલનાં છે. રાધનપુરથી વિહાર કરી શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબના દર્શનાર્થે પાટણ પધાર્યાં. આ વખતે પહેલાં ચાલતા વિક્ષેપની શાંતિ થઇ ગયેલી હાવાથી સ્વાગતની શેાલા અપૂવ હતી. કેાઈના દિલમાં ભેદભાવ ન હતા. આપશ્રીજીએ જ્ઞાનમદિરના માટે ઉપદેશ કર્યો જેના ૐ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ફળસ્વરૂપ ઝવેરી હેમચંદ મેાહનલાલે શ્રી હેમચંદ્રાચાય જ્ઞાનમંદિર બંધાવવા સારૂ રૂપીઆ એકાવન હજાર આપવા કબૂલ કર્યાં અને એ જ્ઞાનમંદિર બંધાઈ તૈયાર થઈ ગયું અને એની ઉદ્ઘાટનની ક્રિયા પણ સાડખર થઇ ગઇ વયેવૃદ્ધ પ્રવર્તકજી મહારાજશ્રી કાંતિવિજયજી મહુારાજ સાહેબની વર્ષોંની ભાવના સફળ થઈ તે જાણી કેાને આનંદ નહીં થાય ? અહીથી ચારૂપ-મેત્રાણાના સંઘ નીકલ્યા હતા. સાથે ઘણા સાધુ–સાવીએ પણ હતાં, મેત્રાણાથી પાલણપુર પધાર્યાં, અત્રે નામદાર નવાબ સાહેબ આપના દર્શનાર્થે પધાર્યાં હતા. અત્રેથી વિહાર કરી માલણુ પધાર્યાં અને સઘની સાથે કુંભારીઆ આદિ તીર્થાંની યાત્રા કરતાં મારવાડમાં પ્રવેશ કર્યો. ભારજા પધાર્યાં. અત્રે ૧૧ ગામે ના પરસ્પર કુસંપ હતા તે આપશ્રીજીના સદુપદેશથી મટી સપ થયા અને ૧૧ ગામાના મધુએ પરસ્પર પ્રેમની સાંકળમાં બંધાયા. સંપ થયાની ખુશાલીમાં પૂજા અને સાધર્મિક વાત્સલ્યે થયાં. અત્રેથી વિહાર કરી રાહીડા, ધનારી, પીંડવાડા, નાણા, ચામુડેરી આદિશ્રી સંઘેાનુ સ્વાગત સ્વીકારતા અને ઉપદેશામૃતનું પાન કરાવતાં ભાડુન પધાર્યાં. અત્રે સાદડીથી ૪૦-૫૦ આગેવાના અને શિવગ'થી નગરશેઠ આદિ તેમજ સંઘવીજી શ્રી ફતેચંદજી ગેમરાજજી આદિ વિનંતિ કરવા આવ્યા, તેમજ પહેલાં પણ્ આવી ગયા હતા. અત્રેથી, મેડા પધાર્યાં. આપશ્રીજીના આગમનના શુભ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૩ સમાચાર સાંભળી વરકાણા વિદ્યાલયના કાર્યવાહકો કેટલાક વિદ્યાથી ઓને સાથે લઇ આપશ્રીજીને વરકાણાજી પધારવા વિનંતિ કરવા આવ્યા, અને મિોવાના સંઘ પશુ સાથે જ હતા. આપશ્રીને પુજામ જવાની ઉતાવળ હતી, પરંતુ બાળકાના અત્યાગ્રહ ફૈખી શ્રી ગુરૂદેવે વરકાણા તક્ પ્રયાણ કર્યુ. વિજાપુર-સેવાડી-લુડ્ડાવા-લાઠારા-રાણકપુરસાદડી-ખાલી-ખુડાલા થઈ વરકાણાજી પધાર્યાં. અહીં શ્રી ઉમેદ્ય જૈન બાલાશ્રમના વિદ્યાથીએ તથા માસ્તર ગણુ આપશ્રીજીના દેશનાથે આવ્યા. સસ્થાએ એન્ડ આદિથી સંસ્થાના પિતા એવા આપશ્રી ગુરૂદેવજીનું ભવ્ય સ્વાગત કર્યું. બાળકોએ એવં કાય વાહકોએ ચોમાસા માટે અનહદ પ્રાથના કરી, પરંતુ પંજામ પહોંચવાની ઘણી જ તાકીદ હાવાથી ખીજે દિવસે વિહાર કરી, ખિજોવા થઇ, સવાર સાંજ વિહાર કરી ઉમેદપુર પધાર્યાં. રસ્તામાં શ્રી સમેતશિખર તીના મુનીમ આપશ્રીજીને કેટલીક મૂર્તિ એની અજનશલાકા કરાવવા માટે પૂછવા આવેલ. આપશ્રીજીએ તેમને ફાગણ સુદ ત્રીજના દિવસે પ્રતિમાઓ સહિત ઉમેદપુર આવવા ફરમાવ્યું. માલાશ્રમના કા વાહુકાએ એવ' વિદ્યાથીઓએ ઘણુ જ સારૂ સ્વાગત કર્યું. અહી ઉપરાક્ત તેમજ શ્રીજી પણ કેટલીક જિનપ્રતિમાજીની અંજનશલાકા આપશ્રીજીના કરકમલેાથી થઇ. ઉમેપુરમાં ફાગણ સુદિ ૧૦ ના અંજનશલાકા મહેાત્સવ કરાવી હરજી પધાર્યાં. અત્રે ચાગરાજ આચાર્ય શ્રીમદ્વિજયશાંતિસૂરિજી મહુારાજના પરમભક્ત Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૪ એક અગ્રેજ શિષ્ય. આપશ્રીજીના દર્શનાર્થે આવ્યા અને આપની સ્તુતિ કરી, આ ચોમાસુ` મારવાડમાં કરવા આગ્રહશરી વિનંતિ કરી અને શ્રી ચેગીરાજના શુભ સંદેશ સલળાન્યેા. હરજીથી ઉમેદપુર સુધી સાથે રહી તે પેાતાને સ્થાને ગયા. અત્રે શ્રી ગુજરાંવાલાને શ્રીસંઘ જે સમેતશિખરજીની યાત્રાથ ગયેલ તે આપના દર્શન કરવા આવેલ. આપ ફાગણ સુદ ૧૩ ના દિવસે ઉમેદપુરથી વિહાર કરી તખતગઢ પધાર્યાં. અત્રે પંજાબથી ૪૦-૫૦ માણસ દર્શનાથે આવ્યું. તખતગઢના શ્રી સ`ઘે આપને ચોમાસુ` કરવા માટે આગ્રહભરી વિનંતિ કરી. આ. શ્રી વિજયલલિતસૂરિજી મહારાજ અને વિક્રમવિજયજી મહારાજ, પાટણુથી સાથે આવેલ શ્રી કપુરવિજયજી મહારાજ, શ્રી વસંતવિજયજી મહારાજ અને અમદાવાદૃથી ખાસ આપશ્રીજીના દર્શાનાર્થે આવેલ મુનિ શ્રી મિત્રવિજયજી મહારાજ તેમજ પ્રભાવવિજયજી મહારાજ આદિ પાછા ઉમેદપુર પધાર્યાં અને આચાર્યશ્રી આદિ અહીંથી વિહાર કરી પાટી પધાર્યાં. અત્રે પણ ધામધૂમ સારી થઇ. જાહેર ભાષણેા થયાં. અત્રેથી ગ્રામાનુગ્રામ વિચરતાં શેઠ કેશરીચંદજી વડાદરાવાલાની વિનતિથી સેાજત પધાર્યાં. નગર–પ્રવેશ ધામધૂમથી થયા. ઉક્ત શેઠશ્રીએ પેાતાના પિતા હીરાચંદ્રુજી તથા દાદા નવલમલજીના સ્મરણાર્થે અઠ્ઠાઈ મહાત્સવ-રથયાત્રા-સાધર્મિક વાત્સલ્ય આદિ કાર્યાં કર્યાં. અત્રે શ્રીગેડીજી પાર્શ્વનાથજીના દહેરાસરજીના દ્વાર માટે ઉપદેશ આપી ટીપ શરૂ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૫ કરાવી. અત્રેથી વિહાર કરી મહાવીર જયતિ પર બ્યાવર (નવાશહેર) પધાર્યાં. અત્રે આપશ્રીજીની અધ્યક્ષતામાં ત્રણે સપ્રદાયે મળી મહાવીર જયંતિ સમારાહપૂર્વક ઉજવી, રથયાત્રાના વરઘેાડા પણ આડંબર પૂર્વક નીકળ્યે હતેા. અધ્યક્ષસ્થાનેથી આપશ્રીજીનું વ્યાખ્યાન ઘણું જ મહત્ત્વશાળી થયુ. અત્રે કેડીથી આગેવાના કેકડી પધારવા વિનતિ કરવા આવ્યા અને ભારપૂર્વક વિનતિ કરી. અહીંથી સતત વિહાર કરી કાઈપણ ભાગે જુન મહિનાની પંદરમી તારીખ સુધી અંબાલા પહેાંચવું હતું. આથી સવાર સાંજ વિહાર કરી અજમેર, જયપુર, અવર થઈ દિલ્હી પધાર્યાં. અત્રે ઝવેરી લાલા ટીકમચંદ્રજીની વિધવા ભૂરીબાઇએ નવપદજીનું જમણુ' કર્યું. અહીં શ્રી આત્માનંદ જયંતિ ઘણા જ ઠાઠથી ઉજવી, અત્રે મુનિરાજ શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી, ન્યાયવિજયજીને મેળાપ થયે. અડસઠ વર્ષની વૃદ્ધાવસ્થાએ જેઠ મહિનાની કડકડતી ગરમીમાં પત્થર અને ડામરની સડકેા પર વિચરતાં ગુજરાતી સ ૧૯૯૪ ના જેઠ વિદ ૬ ના અંબાલા નજદીક પધાર્યાં. આ એક આપશ્રીજીની વિદ્યા ( જ્ઞાન ) પ્રત્યેની લાગણી અને પ્રેમનું અપૂર્વ ષ્ટાંત છે. જ્યારથી આપશ્રીજીએ દિલ્હીમાં પ્રવેશ કર્યાં ત્યારથી પંજાબી ભક્તોનાં ટોળેટોળાં આપશ્રીજીના દર્શન નિમિત્તે આવવા લાગ્યાં હતાં. ગુજ રાતી જે વિક્ર છ (હિન્દી પંજાબી અસાઢ વદ ૭)ની સવારના હારા નરનારીઓના જયનાદ સાથે અમલા Page #96 -------------------------------------------------------------------------- ________________ e} શહેરમાં આપશ્રીજીના પ્રવેશ મહેાસવ થયેા. આ વખતના સ્વાગતની શાલા અકથનીય હતી. ૫'જામ, ગુજરાત, કાઠીવાડ, માળવા, મારવાડ, દક્ષિણ આદિ આખા ભારતના આગેવાનાની જેમાં હાજરી હતી. તે જ દિવસે સારા મુહુમાં શ્રી આત્માનંદ જૈન કોલેજની ઉદ્દઘાટન ક્રિયા આપશ્રીજીની અધ્યક્ષતામાં અમદાવાદનિવાસી શેઠ કસ્તુરભાઇ લાલભાઈના શુભ સુરતે થઇ. આ વખતના પંજામના ઉત્સાહ અવર્ણનીય એવ અકથનીય હતા. તેમજ દાનવીર શેઠ કાંતિલાલ ઇશ્વરદાસ, દાનવીર શેઠ રતિલાલ વાડીલાલ, શેઠ સેવ'તીલાલ કેારદાસ આદિના શુભ હસ્તે શ્રી આત્માન'દ જૈનલાયબ્રેરી આદિ સંસ્થાઓનુ ઉદ્ઘાટન થયું. જેઠ વિદ નવમી તા. ૨૨-૬-૩૯ના દિવસે દાનવીર શેઠ મેાતિલાલ મૂળજીના સુપુત્ર શેઠ સકરચંદ મેાતીલાલની અધ્યક્ષતામાં આપના દીક્ષા શતાબ્દિ મહાત્સવ ઘણી જ ધામધુમથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે પ'જાખ શ્રી સંઘ તરફથી આપને અભિનદનપત્ર સમર્પણ કરવામાં આવેલ. આને શ્રેય: પન્યાસજી શ્રી સમુદ્રવિજયજીના ભાગે નાખીએ તે અનુચિત ન ગણાય. દાનવીર શેઠ કાંતિલાલ ઇશ્વરદાસના ધર્મપત્ની અખંડ સાભાગ્યવતી શકુંતલાદેવીના શુભ હસ્તે વલ્લભવાટિકાનું ઉદ્ઘાટન થયું. આ શુભ પ્રસંગના હજારા નરનારીઓએ લાભ લીધેા Page #97 -------------------------------------------------------------------------- ________________ 07; હતા. એ ઉપરાંત શ્રી જૈન કારન્સના પિતા સુપ્રસિધ્ધ લેાકમાન્ય શ્રીયુત ગુલાખચજી ઢઢ્ઢા, અમદાવાદનિવાસી શેઠ માહનલાલ મગનલાલ, શેઠ પૂજાભાઈ ભૂલાભાઇ, માહનલાલ વકીલ, અમૃતલાલભાઈ, ડોકટર ચીમનલાલભાઈ, શેઠ સકરાભાઈ લલ્લુભાઈ, ખાબુલાલ મગનલાલ ફ્રાટોગ્રાફર અને વડોદરાનિવાસી ભાઈચંદ્ર ત્રિભાવનદાસ પટવા આદિ અંધુઓએ પણ ઘણા જ ઉત્સાહથી ભાગ લીધેા હતે. આને સવિસ્તાર હેવાલ છાપામાં પ્રકાશિત થઇ ગયેલ છે. ચોમાસુ નજીક આવતું હાવાથી તેમજ અબાલા સંઘની પ્રેમભરી વિનંતિને માન આપી આપે ચોમાસું અબાલા શહેરમાં જ કર્યુ. આચાર્ય શ્રી વિજયવિદ્યાસૂરિજી મહારાજ, શ્રી વિચારવિજયજી મહારાજ, શ્રી ઉપે’દ્રવિજયજી મહારાજ જેએ ગુજરાંવાલાથી વિહાર કરી અત્રે પધારેલા હતા તે પણ સાથે જ હતા, ચોમાસામાં વિવિધ પ્રકારનાં ધાર્મિક કાર્યાં, કાલેજ ક્રૂડ આદિ થયાં. સાધ્વીજી શ્રી લલિતાશ્રીજીની વડી દીક્ષા થઇ. આપશ્રીજીના સદુપદેશામૃતનું પાન કરી, ઘણા હિન્દુ મુસલમાનએ માંસ-મદિરા આદિના ત્યાગ કર્યાં. જગદ્ગુરૂશ્રી વિજયહીરસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્યની જયતિ ઉજવવામાં આવી, જ્ઞાનપંચમીની જાહેર સભામાં બ્રહ્મચારી શ્રીયુત શકરદાસજીએ પેાતાની બધી મિલ્કત શુભ માગે ખર્ચવાના નિર્ણય જાહેર કર્યો. પ્રવત કણી સાધ્વીજી શ્રી દેવશ્રીજી, હેમશ્રીજી, ચિત Page #98 -------------------------------------------------------------------------- ________________ 4 શ્રીજી આદિ ઠા. ૧૧નુ` ચોમાસુ` પણ અત્રે જ થયેલ. શ્રી ગુજરાંવાલાથી ૪૦-૫૦ આગેવાના ગુજરાંવાલા પધારવાની વિનતિ કરવા આવ્યા. ચોમાસું ઉઠતાં જ વિહાર કરી, અખાલા કૅમ્પ પધાર્યાં. અત્રે દિગમ્બરલાઇએએ સારા સત્કાર કર્યાં. જાહેર ભાષણ થયું. હુજારા માણસેાએ લાભ લીધેા. અત્રેથી વિહાર કરી સાઢૌરા પધાર્યાં, માગસર સુદ ૧૦મીની પ્રતિષ્ઠા ઘણી જ ધામધૂમથી કરાવી. સ્થાનકવાસી તથા દિગમ્બર બંધુએ પણ આ કાર્યમાં સમ્મિલિત થયા હતા અને બહારથી પણ તુજારા માણસે આવેલ. અત્રેથી ગ્રામાનુગ્રામ વિચરતાં અડાત પધાર્યાં. અત્રે આપશ્રીજીના સદુપદેશથી નવા જૈન અનેલા અને દહેરાસર પણ બનેલું. દહેરાસરની પ્રતિષ્ઠા માટે અત્રેના ભાઈના આગ્રહ હાવાથી આપે અત્રે પધારી મહા સુદિ સાતમના શુભ દિવસે હુજારા માનવમેદનીની વચે ઘણી જ ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે ખાસ આત્મવલ્લભ નગરની રચના કરવામાં આવી હતી. એમાં પરદેશીચેાને ઉતરવા માટે તંબુઓ નાખવામાં આવેલ. દહેરાસરની પણ ગોઠવણ સુદર કરવામાં આવી, અને સેંકડો દુકાના લાગેલી હતી. બજારાના વિભાગ ખાસ અલાહુદો રાખવામાં આવેલ. મંડપની રચના પણ અહીં જ થઇ હાવાથી વ્યાખ્યાન પૂજાએ વિગેરે ધાર્મિક કાર્યાં પશુ અહીં જ થતાં હતાં. આસપાસના ગામોથી જૈનેતર બધુ પણ હજારાની સંખ્યામાં ઉતરી પડ્યા હતા. સ્થાનકવાસી Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૯ અને દિગમ્બર બંધુઓએ સહુ ભાગ લીધા હતા. એકદરે અત્રેના પ્રતિષ્ઠા મહાત્સવ સાંગેપાંગ સુંદર થયેા. મુસલમાનાની સાથે મસ્જીદના ઝઘડા ઉપસ્થિત થયે તે પશુ આપના પુન્યપ્રતાપે શાંત થયા. આપને નગરપ્રવેશ અપૂર્વ થયા હતા. દીલ્લીથી મુનિરાજ શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી, ન્યાયવિજયજી પધાર્યાં હતા. સાધ્વીજી શ્રી ચિત્તશ્રીજી આદિ જામથી આવેલ, અત્રે પ્રતિષ્ઠા મહોત્સવ કરાવીને વિહાર કરી અનેાલી, ખી વાઈ, સરધના, રારધના, મેરઠ આદિ નગરને પાવન કરતાં, ઉપદેશામૃતનું પાન કરાવતાં શ્રી હસ્તિનાપુર તીનો યાત્રા કરી મુજફ્ફરનગર, દેવમંદ,નાગલ, સહરાનપુર, સરસાવા આદિ થઈ બાલા શહેર પધાર્યાં. ચૈત્રસુતિ ૧ ના દિવસે પૂજ્યપાદ્ ચેાગીરાજ શ્રી બુદ્ધિવિજયજી (બૂટેરાયજી) મહારાજની સ્વર્ગવાસતિથિ અને જૈનાચાર્ય શ્રીમદ્વિજયાનઃસૂરિજી ( આત્મારામજી ) મહારાજની જન્મતિથિ આપની અધ્યક્ષતામાં ઉજવવામાં આવી. સાધ્વીજી શ્રી જિને દ્રશ્રીજી, મહેન્દ્રશ્રીજીને ચૈત્ર વિદ્ર ૧૧ના વડી દીક્ષા આપી સાવીજી શ્રી દેવશ્રીજીના અને પદ્મશ્રીજીના શિષ્યા તરિકે જાહેર કરવામાં આવ્યાં.શીયારપુર, લુધીયાના, સમાણા આદિના સંઘે વિનતિ કરવા આવ્યા. ચત્ર વિદ તેરસે અખાલાથી વિહાર કરી રાજપુરા, અહાદરગઢ પતીયાલા, સમાણા આદિ નગરાનું સ્વાગત સ્વીકારતા અને વ્યજનાને ઉપદેશામૃતનુ કરાવતાં સુનામ પધાર્યાં, અત્રે રાયકાટના ભાઈએ લુખી Page #100 -------------------------------------------------------------------------- ________________ થાના અને માલેરકેટલાના ભાઈઓને સાથે લઈ રાયકોટ પધારવા વિનંતિ કરવા આવ્યા કે જેઓ પહેલાં નાગલ, અંબાલા છાવણ અંબાલા શહેરને રાજપુરા આદિ સ્થળેએ વિનંતિ કરવા આવી ચૂક્યા હતા. આપશ્રીજીએ એમને ધર્મમાં દઢ રહેવા સચોટ ઉપદેશ આપે અને એમની પરીક્ષા પણ કરી જોઈ. એએને ધર્મમાં દઢ જોઈ અને ૩૪ વર્ષ પહેલાં વાવેલ બીજ સફળ થતું જાણી તેમજ રાયકેટના અજેન બંધુઓને વિનંતિપત્ર કે જેમાં લગભગ ૨૦૦ સદ્ગૃહસ્થાની સહીઓ હતી એ તરફ ખ્યાલ કરી આપે રાયકેટ પધારવાની વિનંતિને માન્ય રાખી. આથી રાયકેટની પ્રજામાં ઘણે જ આનંદ ઉત્સવ ફેલાઈ ગયે. આપશ્રીજી સુનામથી વિહાર કરી માલેરકાટલાની વિનંતિથી માલેરકેટલા પધાર્યા. શ્રી સંઘમાં કુસંપ પડેલ હતે તે ત્રણ દિવસની સ્થિરતા દરમ્યાન આપશ્રીજીના સદુપદેશથી શાંત થયે. આપના પ્રતાપે સંઘમાં સંપ થયે, ને આનંદ આનંદ વર્તાઇ ગ. માલેરકોટલાના હિન્દુ મુસલમાના વૈમનસ્યને પણ દૂર કરવા આપે ઉપદેશ આપ્યો જેથી આખા નગરમાં આપશ્રીજીની યશગાથા ગવાવા લાગી, આ વાત શ્રીમાન નવાબસાહેબ બહાદુરના કાને સુધી પહોંચી. આ વાતથી શ્રીમાન્ નવાબસાહેબે ખુશી પ્રગટ કરી આ ચોમાસું માલેરકેટલામાં કરવા શ્રાવકો દ્વારા ઇચ્છા જણાવી. મારકેટલામાં ચાલતી શ્રી આત્માનંદ જૈન હાઈકુલ ફંડના અભાવે બંધ થવા આવી હતી પણ આપ Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીજીના સદુપદેશથી માસિક રૂ. ૧૫૦) નું ફંડ થઈ જવાથી તે પગભર થઈ. અત્રેથી વિહાર કરી અહમદગઢની મંડી પધાર્યા. સ્વાગત માટે લુધીયાનાથી જૈન સ્કુલ બેન્ડ વિગેરે આવેલ અને અંબાલાથી વિહાર કરી પન્યાસજી સમુદ્રવિજયજી, સત્યવિજયજી આચાર્યશ્રીજીને અત્રે જ આવી મલ્યા. અત્રેથી પખેવાલ આદિ થઈ રાયકોટ પધાર્યા. રાયકેટ અત્રેના નવા બનેલા શ્રી સંઘની તેમજ નગરના પ્રેમી હિન્દુ-મુસલમાન ભાઈઓની આગ્રહભરી વિનંતિને માન આપી જેઠ સુદિ ૬ તા. ૨૪-૬-૩૯ બુધવારના શુભ દિવસે ઘણી જ ધામધૂમથી નગરપ્રવેશ થયે. આચાર્યશ્રીજીના સ્વાગત માટે ગુજ રાંવાલા-લાહોર-અમૃતસર-પટ્ટી--જીરા-જડીયાલા-કસૂર–જાલંધર- હુશીયારપુર-ખાનગાડેગરા-લુધીયાના–અંબાલા–સાઢૌરા – પતીયાલા--સમાણામાલેરકોટલા-નારેવાલ, વિગેરે નગરોથી હજારો નરનારિઓ આવી પહોંચ્યાં હતાં. આચાર્યશ્રીજી, પંન્યાસ સમુદ્રવિજયજી, મુનિશ્રી શિવ વિજયજી, વિશુદ્ધવિજયજી, વીરવિજયજી, સત્યવિજયજી, આદિ શિષ્યપ્રશિષ્ય મુનિમંડળની સાથે નગર બહાર શ્રી આર્યગુરૂકુલમાં બિરાજી, બહારથી આવેલા ગુજરાવાલા, નારેવાલ, હુશીયારપુર, લુધીયાના, અંબાલા, સમાણુ, માલેરકેટલા આદિની ભજન મંડલિયા તથા નવયુવક મંડલ વિગેરેને ભાવભીનું સ્વાગત સ્વીકારી, અહીંથી શરૂ થતા સામૈયાની. Page #102 -------------------------------------------------------------------------- ________________ સાથે સમારેહપૂર્વક હજારે મનુષ્યની સાથે નગર ભણી પધારવા લાગ્યા. શ્રી આત્માનંદ જૈન સ્કુલ એન્ડ લુધીયાના, શ્રી આત્માનંદ જૈન સ્કુલ બેન્ડ માલેરકેટલા, શ્રી આત્માનંદ જૈન ગુરૂકુલ (પંજાબ) ગુજરાંવાલા અને બે બેન્ડ બીજા રાયકેટના-એમ પાંચ બેન્ડ વાજાઓ તેમજ નગારા નિશાન વિગેરે પિતપોતાની મધુર દવનિથી આનંદિત કરી રહ્યા - હતા. લુધીયાનાને ઈંદ્રવજ અને માલેરકેટલા સિંહ અને હાથીને રથ અપૂર્વ શેભા દઈ રહ્યો હતે. પૂર્વોક્ત ભજન મંડલીએ સુરીલા મનોહર ભજનોથી જનતાના મનને આકર્ષિત કરી ધીરે ધીરે ચાલી રહી હતી. રથમાં બિરાજમાન પ્રભુના દર્શન કરી અને રથની આગલ હસ્તિ ગતિએ ધીમે ધીમે ચાલતા શ્રી ગુરૂદેવના ચરણમાં નમસ્કાર કરી જનતા પિતાના અહોભાગ્ય માની રહી હતી. ૩૪ વર્ષ પહેલાં અત્રે આચાર્ય મહારાજ પધાર્યા હતા તે વખતને પ્રેમ જાહેર કરી હર્ષિત થઈ રહી હતી. જ્યાં જુઓ ત્યાં માનવસાગર ઉછળતો દેખાઈ રહ્યો હતો. મુખ્ય મુખ્ય બજારમાં થઈ, નવીન સ્થાપન થયેલ દેરાસરના દર્શન કરી, ખાસ તૈયાર કરાવવામાં આવેલ મંડપમાં પધારી, મધુર વિનિથી માંગલિક સંભળાવ્યું બપોરે આચાર્ય મહારાજે કિમતી બંધ આપે અને વિવિધ ભજને થયાં. સાતમના દિવસે આચાર્ય મહારાજે ઘણું જ મનહર મનનીય આચરણીય વ્યાખ્યાન આપતાં લાલા નથુશાહજી, લાલા કપૂરચંદજી, લાલા ગંડામલજી, લાલા નવરાતામલજી ચાંદન Page #103 -------------------------------------------------------------------------- ________________ મલજી, લાલા વિલાયતીરામજી આદિ અત્રેના શ્રા સ ને ઉદ્દેશીને પૂરમાવ્યું કે જુઓ તમારે આ હાથી બાંધવાને છે, એને જ ખાવાનું આપવું પડશે, રાજને ખર્ચ નિભાવવું પડશે, તમે સ્થાનકવાસી પંથને છોડીને શ્વેતામ્બર બન્યા છે તે ઔરત દૌલત–ને માટે નહીં પણ આત્મ કલ્યાણને માટે, ધર્મમાં દૃઢ રહેવું એ તમારૂં કર્તવ્ય છે ઈત્યાદિ ફરમાવી દેહરાસર માટે સૂચના કરી કે હાલ અહી કામચલાઉ દહેરાસરની સ્થાપના કરવામાં આવી છે, પણ દેહરાસર બંધાવ્યા વિના છૂટકે નથી માટે આજે જ એનું મંડાણ થવું જોઇયેતે એકલા રાયકેટ શ્રી સંઘનું કામ નથી પણ સકલ પંજાબ શ્રી સંઘનું કામ છે. આચાર્યશ્રીજીની આ મનહર ઉપદેશને વધાવી લઈને પંજાબ શ્રી સંઘે તે જ વખતે પંડની શરૂઆત કરી અને આગળના કાર્ય માટે એક કમિટી કાયમ કરવામાં આવી. આ શુભ કાર્યમાં કેટલાક અજેન બંધુઓએ પણ ભાગ લીધે જેમાં મુખ્યતા લાલા હંસરાજ સંચર ક્ષત્રિયની પ્રથમથી જ હતી અને છે. આપે શ્રી મંદિરના ફંડમાં એક સો ને એકની રકમ આપી પોતાની ઉદારતા અને ભાવના પ્રગટ કરી છે. વળી એવી જ રીતે પોતે આર્યસમાજી હોવા છતાં દરેકે દરેક કાર્યમાં પ્રેમપૂર્વક ભાગ લાલા રામપ્રસાદ ક્ષત્રિયે લાભ લીધે જાણ પંજાબ શ્રી સંઘે એમને અભિનંદન આપ્યું, અને ખાસ ઉલ્લેખનીય વાત એ બની કે શ્રી આર્ય સમાજના સેક્રેટરી શ્રીયુત Page #104 -------------------------------------------------------------------------- ________________ લાલા તિલકરામજીએ પોતાના પ્રેમ અને સદ્ભાવ પ્રગટ કરી યથાશક્તિ મદદ કરવા ભાવના દર્શાવી. આથી આચાર્ય મહારાજે પ્રસન્નતા પ્રગટ કરી જેને પ્રભાવ પડતાં ગુજરાંવાળા નિવાસી લાલા પ્યારેલાલ બરડે પિતાના તરફથી ૫૧) રૂપીયાની સેક્રેટરી સાહેબના નામથી જાહેર કરી ખુશી બતાવી. તેને માન આપી ઉપસ્થિત જનતાએ જયનાદ કર્યો. જેઠ સુદિ આઠમના દિવસે સ્વર્ગવાસી શ્રી ગુરૂદેવની જયંતિ આચાર્ય મહારાજની અધ્યક્ષતામાં સમારોહપૂર્વક ઉજવવામાં આવી. બપોરે પૂજા ભણાવવામાં આવી અને મેદાની પ્રભાવના થઈ. આને લાજ લુધીયાના નિવાસી લાલા બખ્તાવરસિંગજી કેદારનાથે લીધું હતું. સ્વર્ગવાસી શ્રી ગુરૂદેવ ન્યાયાનિધિ જૈનાચાર્ય શ્રી મદ્વિવિજ્યાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજને સ્વર્ગવાસ થયે આજે ૪૩ વર્ષ પૂરાં થઈ ૪૪ ની શરૂઆત થાય છે. અત્રેના શ્રી સંઘે અને નાગરવાસીઓએ ચાતુર્માસ અત્રે કરવા આચાર્ય મહારાજને સાદર ભારપૂર્વક વિનંતિ કરી. લાશનું કારણ જાણી નવા બનેલા બંધુએ ધર્મમાં દઢ રહે અને જિનશાસનની શોભા વધે એટલા માટે ઘણું શહેરાની વિનંતિ હોવા છતાં પણ આપને એમની વિનંતિને સ્વીકાર કરે પડ. આ અપૂર્વ પ્રસંગ રાયકેટના ઈતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાઈ રહેશે. Page #105 -------------------------------------------------------------------------- ________________ દરરોજ વ્યાખ્યાનમાં સર્વે કેમના બંધુએ ઉપસ્થિત થઈ ભાવપૂર્વક રસ લઈ રહ્યા છે. બપોરે તેમજ રાતના પણ ઘણુ બંધુઓ ઉપસ્થિત થઈ જ્ઞાનગોષ્ઠી કરી પિતાની શંકાઓનું સમાધાન કરી આનંદિત થઈ રહ્યા છે. અંતમાં શ્રી સ્વર્ગવાસી શ્રી ગુરૂદેવ તેમજ શાસનદેવની સુકૃપાથી અને આપશ્રીજીના ચારિત્ર-જ્ઞાન-બલથી દરેક કાર્યમાં આપને સફળતા મળે અને દીર્ધાયુ થઈ પૃવીતલમાં વિચરી જિનશાસનને વિજય ડંકે વગડાવો એવી શુભ ભાવનાની સાથે અહીં જ વિરમું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ આ સમાસ Page #106 -------------------------------------------------------------------------- ________________ Page #107 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ સ્તુતિ સત્ પથ બતાનેવાલે, ગુરૂવર (વલ્લભ) ચિરજી. ઈચ્છાબાઈકે સુત સુહેકર, દીપચંદકે નંદ અનુપમ; જગત તરાનેવાલે, ગુરૂવર ચિરંજીવો. ૧ નગર બડેદા જન્મ લીયા હૈ, આતમ ગુરૂસે વ્રત લિયા હે; રાધનપુર શુભ ઠામ, ગુરૂવર ચિરંજીવે. ૨ ભક્તો ને જબ પૂછા ગુરૂએ, ગુરૂવર કહતે મધુરે સ્વરસે; વલ્લભ કરેગા હાય, વલભ ચિરંજીવ. ૩ ગુરૂ આજ્ઞાકે શીર ચઢાકર, પંજાબમેં ગુરૂકુલ ખેલાકર; લિયા ગુજરકા માર્ગ, ગુરૂવર ચિરંજીવો. ૪ સ્થાનકકા તબ જોર ચલાથા, ગુરૂવરને જા રેક દિયા થા; દિખાયા' મારગ સત્ય, વલ્લભ ચિરંજી. ૫ મેહમયી કે પાવન કરતે, વિદ્યાલયકા ઉપદેશ કરતે; મહાવીર વિદ્યાલય થાય, ગુરૂવર ચિરંજી. ૬ મરૂધર મેં જબ આપ પધારે જ્ઞાનમંદિરકા જોર લગાવે; પાર્શ્વ વિદ્યાલય હેય, વલ્લભ ચિરંજીવે. ૭. બાલાશ્રમ ઉમેદ ખુલાયા, અંબાલા કોલેજ કડલાયા; દે કરકે સહકાર, ગુરૂવર ચિરંજી. આજ આનંદ હમારે હદયે, ગુરૂદન પાયે હમ પુજે, આજ સ સબ કાજ, વલ્લભ ચિરંજી. ૯ ઓગસ ચેરાણું વરસે, મહા વદ બારસ શુભ દિવસે; પાયે દર્શન ધન્ય, ગુરૂવર ચિરંજી. ૧૦ ગુરૂ પસાયે ઉદ્યમ કિના, આજ જનમ સફલા મિં કિના; ગુરૂવર “જીવન” પ્રાણ, વલભ ચિરંજી. ૧૧ – ગુરુજી ચિરજી – Page #108 -------------------------------------------------------------------------- ________________ INE JILLAI[E PIIIMA Ser]NDINITI IIIIIALSLEELE LIMIAILE/DIALENNIUM | DISNETITUEnl>DNISTS BASSO] IISCA દાનવીરાને દાન દેવા માટે શુભ સ્થાન ILLUSQUE Damiani manan POTUCATULMELCLCLLURMEL VATION LEMIUIZAHU મારવાડ જેવા અજ્ઞાન અને પછાત દેશમાં પૂજ્યપાશ્રી ચરિત્રનાયકના ઉપદેશથી અને અથાગ પરિશ્રમથી પર નીચેની બે સંસ્થાઓ કાર્ય કરી રહેલ છે તેને 2 પોતાના દાનના પ્રવાહથી નવપલ્લવિત કરશે. 1 શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય-વરકાણા પેસ્ટ-સ્ટેશન રાણી (મારવાડ.) 2 શ્રી પાર્શ્વનાથ ઉમેદ જૈન બાલાશ્રમ ઉમેદપુર, પોસ્ટ ઉમેદપુર, - વાયા એરણપુરા રોડ (મારવાડ) ઉપરોકત સંસ્થાઓના ખાસ ઉદ્દેશ એ છે કે આપણા જૈન જાતિભાઈ વ્યવહારિક કેળવણીની સાથે ધામિકના ઉચ્ચ સંસ્કાર મેળવે અને અનેક વીરચંદ રાઘવજી | તૈયાર થઈ દુનિયામાં જૈનત્વને દીપાવે અને સ્વચ્છ- ન દતા આદિ દુગુણાથી દૂર રહે તેમજ સદાચારી બની શકે પ્રભુ મહાવીરના ઝંડાને ફરકાવે. KI[E PIZZZZZZHLEE l) ERITUTI) BUTTOMETIMICALIFORNITE |