________________
પચીસેક સાધુઓ અને પચાસેક સાઠવીજી આપશ્રીજીની સાથે હતાં. યાત્રા કરી વાડમેર આદિ થઈ પાછા ફરતાં રસ્તામાં લેખકને લુણાવાના સંઘના આમંત્રણ નિમિત્તે આપશ્રીજીના દર્શનને લાભ થયે. લેખકને આપશ્રીજીને આ પ્રથમ પરિચય થયે. નાકડા પાર્શ્વનાથ જાલેર આદિ તીર્થોની યાત્રા કરતાં આપ ઉમેદપુર પધાર્યા. પંન્યાસજી મહારાજશ્રી લલિતવિજયજી મહારાજ કે જેઓ વરકાથી જોધપુર પધાર્યા હતા તેઓ આપશ્રીજીનું જાહેરમાં આગમન સાંભળી સેવામાં જાહેરમાં હાજર થયા અને શિવગંજ સુધી સાથે જ રહ્યા. પછી આપશ્રીજીની આજ્ઞાનુસાર લુણવાના સંઘમાં જવા મુનિરાજ શ્રી મિત્રવિજયજી, શ્રીસમુદ્રવિજયજી, શ્રીપ્રભાવિજયજી આદિ મુનિરાજેની સાથે લુણવા પધાર્યા. અહીંથી હજાર માણસના સંઘ સાથે શ્રી બામણવાડજી તીર્થમાં આપશ્રીને આવી મળ્યા.
ઉમેદપુરમાં આપશ્રીજીની સહાનુભૂતિ અને આપના શિષ્યરત્ન શ્રી લલિતવિજયજી મહારાજ સાહેબના ઉપદેશથી ચાલતા બાલાશ્રમનું આપશ્રીજીએ નિરીક્ષણ કર્યું અને બાળકોને તેમજ અન્ય કર્મચારીઓને એગ્ય ઉપદેશ. આપે. આ સંસ્થાના જન્મને આ વખતે ત્રણ વર્ષ થયાં હતાં. ઉમેદપુરથી શિવગંજ આદિ સ્થાનમાં થઈ આપશ્રીજી શ્રી બામણવાડજી તીર્થમાં પધાર્યા. અહીં આપશ્રીજીની અધ્યક્ષતામાં શ્રી સિદ્ધચક્રજી મહારાજની ઓળીનું આરાધન ઘણું જ ધામધૂમથી થયું અને તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org