________________
૧
પધારી સાંજના કપડવજ તરફ્ વિહાર કર્યાં. વટાદરા થઈ બારેજા પધાર્યાં. અહીં સુખાઇથી શેઠ રણછેડલાઈ રાયચંદ તથા શ્રીયુત્ માતીચંદ ગિરધરલાલ કાપડીઆ શ્રી મહાવીર વિદ્યાલયના દેરાસરજીની પ્રતિષ્ઠા માટે આપને પધારવા વિનતિ કરવા આવ્યા. આપે મહા સુદિ દસમનુ મુહૂર્ત કાઢયું. આવેલ સજ્જને મુખાઇ ગયા. માદમાં મહેમદાવાદ થઇ કપડવ ́જ પધાર્યાં. અહી વડાદરાથી મુનિરાજ શ્રી હિમ્મતવિજયજી મહારાજ, પંન્યાસજી શ્રી તેમ વિજયજી મહારાજ, શ્રી ઉત્તમવિજયજી મહારાજ, તથા શ્રી ચંદનવિજયજી મહારાજ તેમજ પાટણથી વિદ્વાન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, રમણિકવિજયજી મહારાજ આદિ કેટલાક મુનિમહારાજને આ પ્રસગે પધાર્યો. અમદાવાદથી સાધ્વીજી મહારાજશ્રી દાનશ્રીજી આદિ પણ. પધાર્યાં હતાં. સારા શહેરને વજા-પતાકાઓથી શણગારવામાં આવ્યું હતું. ધામધુમથી નગરપ્રવેશ થયેા. ધીરજ એન આફ્રિ ત્રણ મ્હેતાને આપશ્રીજીના શુભ હસ્તે દીક્ષા આપવામાં આવી અને તેને શ્રીદ્યાનશ્રીજી મહારાજની શિષ્યા બનાવી. શતાબ્દિ ફંડમાં સારી મદદ મળી. શાસનદીપક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી તથા હિમાંશુવિજયજી મહારાજ અને હિમાંશુસાગરજી મહારાજ આદિ આપશ્રીને મળવાને પધાર્યાં, અને આપના અધ્યક્ષસ્થાને શ્રી વિદ્યાવિજયજી મહારાજનાં જાહેર ભાષણેા થયાં. અત્રે આનંદ વર્તાવી વિહાર કરી અનેક ગ્રામેાને પાવન કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org