________________
વડેદરે પધાર્યા. નગરપ્રવેશ ઘણું જ ધામધુમથી થયે. અત્રે ગણિવર્ય શ્રી મૂલચંદ મહારાજ સાહેબની જયંતિ આપશ્રીજીની અધ્યક્ષતામાં ઉજવવામાં આવી.શતાબ્દિફંડને સારી મદદ મળી, અને સકલ શ્રી સંઘે શતાબ્દિ વડોદરા ઉજવવા ઘણેજ આગ્રહ કર્યો. આપે ઉચિત જવાબ વાળી વિહાર કર્યો અને મીયાગામ, પાલેજ આદિ થઈ ભરૂચના શ્રી સંઘની વિનંતિને માન્ય કરી ભરૂચ શહેરમાં પધાર્યા, અત્રેના શ્રીમાળી અને લાડવાશ્રીમાળી આપશ્રીના ઉપદેશથી એકત્ર થયા અને સાધર્મિક વાત્સલ્ય સાથે જમ્યા ત્યાંથી વેજલપુર પધાર્યા અને ત્યાંના લાડવાશ્રીમાળી બંધુઓને પરસ્પરનો કલેશ મટાડ્યો. અને આખા શહેરના ભાઈઓ સાથે બેસીને જમ્યા. અહીંથી અંકલેશ્વર થઈ સુરત પધાર્યા. ધામધુમથી વડા ચૌટાના ઉપાશ્રયે સ્થાન લીધું અને નેમુભાઇની વાડી તેમજ સગરામપુરાના આગેવાની વિનંતિથી વ્યાખ્યાન માટે ત્યાં પણ પધાર્યા. શતાબ્દિકુંડમાં સારી રકમ બેંધાણ. અહીંથી નવસારી, બીલીમેરા, વલસાડ થઈ મુંબઈમાં આગમન થયું. અલબેલી નગરી એટલે ધામધુમનું તે કહેવું જ શું? સામૈયામાં આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનીતિસૂરિજીના શિષ્ય પંન્યાસજી મ૦ કલ્યાણવિજયજી આદિ પધાર્યા હતા. એક દિવસ શ્રી ગેડીજીના ઉપાશ્રયે સ્થિરતા કરી. બીજે દિવસે આપશ્રી મહાવીર વિદ્યાલયમાં પધાર્યા અને પ્રતિષ્ઠા સંબંધી વિધિવિધાન આપશ્રીજીની અધ્યક્ષતામાં શરૂ થયાં. ઘણી જ ધામધુમ સાથે મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org