________________
સુદિ દશમના દિવસે પ્રતિષ્ઠા થઈ. આ પ્રસંગે આપશ્રીજીના ઉપદેશને લાભ વિદ્યાર્થીગણને પણ મળે. પ્રતિષ્ઠા સંબંધી આપશ્રીજીએ મનનીય ભાષણ આપેલ હતું. અત્રેથી પાછા શ્રી ગેડીજીના ઉપાશ્રયમાં પધાર્યા અને શતાછિદફંડની શરૂઆત કરાવી, મુનિશ્રી સમુદ્રવિજયજી તથા વિશુદ્ધવિજયજી મહારાજને અહીં રેકી આપ આસપાસના પરાઓમાં પધાર્યા. ઘાટકોપર, શાંતાક્રુઝ, વીલેપારલે આદિમાં સારો પરોપકાર કર્યો. જેઠ સુદિ આઠમના વીલેપારલે શેઠ કાન્તિલાલ ઈશ્વરદાસના બંગલે સ્વર્ગવાસી શ્રી ગુરૂદેવશ્રી આત્મારામજી મહારાજ સાહેબની જયંતિ ઘણું જ ધામધુમથી આપશ્રીજીની અધ્યક્ષતામાં ઉજવવામાં આવી. મુંબાઈથી હજારો માણાએ લાભ લીધે. સની ભેજન આદિની ભક્તિ શેઠ કાતિલાલભાઈએ કરી હતી. મુંબઈમાં શ્રી દિધમુનિજી તથા સમુદ્રવિજયજીના અધ્યક્ષસ્થાને શ્રી ડીજી મહારાજના ઉપાશ્રયે પણ ધામધૂમથી ઉજવવામાં આવી. કેટલાક દિવસ પરાઓમાં વિચરી અસાડ સુદ ત્રીજના મુંબાઈમાં પધાર્યા અને શ્રી આદીશ્વરજીના દેરાસરમાં ઉપર બિરાજમાન પ્રતિમાજીઓને મૂળ ગભારામાં પ્રવેશ કરાવ્યું.
ચૌમાસામાં શતાબ્દિ ફંડનું કામ સારા પાયા પર શરૂ થયું. એક કમિટિ પણ નીમવામાં આવી જેથી કાર્ય સારૂં દીપી નીકળ્યું. મુંબાઈની જનતાએ આપશ્રીને શતાબ્દિ મહત્સવ મુંબાઈના આંગણે ઉજવવા લાભાલાભના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org