________________
લઈ આપ શ્રી ગુરૂમહારાજ પાસે જ્ઞાનાભ્યાસ કરવા અમદાવાદ રેકાયા અને ખીમચંદભાઈ વડેદરા ગયા. ચોમાસામાં અમદાવાદના કેટલાક શેઠીઆઓએ આપની અનેક પ્રકારે પરીક્ષાઓ કરી હતી.
ચોમાસું પૂર્ણ થતાં આચાર્ય મહારાજ સાહેબે પાલીતાણા તરફ પ્રયાણ કર્યું. ખીમચંદભાઈ આપને વડેદરા લઈ ગયા. આપનું મન તે ગુરૂચરણેને જ ચાહતું હતું. - હવે ખીમચંદભાઈએ વિચાર્યું કે મનુષ્ય મનુષ્યના મનને કયાં સુધી રોકી શકે તેમ છે, માટે છગનને સ્નેહની સાંકળમાં ફસાવું તો સહેજે કામ સુધરી જશે અને છગનનું મન દીક્ષા ઉપરથી ફરી જઈ સંસારમાં ગુંથાશે. આમ વિચારી એક જોશી મહારાજને બોલાવી અંગ લક્ષણેનું ધ્યાન કરાવ્યું. જેશીજી મહારાજ પણ આપનાં શારીરિક લક્ષણે જોઈને વિચારમાં પડી ગયા અને ખીમચંદ ભાઈને ખાનગીમાં કીધું કે “આ બાળક તે ભાગ્યવાન જીવ છે, અને તે સંસારમાં ફસે તેમ લાગતું નથી. ?
આપને હવે આ સંસાર કારાગ્રહ સમાન ભાસતે. આપ હંમેશાં વિચારતા હતા કે મનુષ્યને પિતાની નાની સરખી જિંદગીમાં કાંઈક આત્મસાધન કરવું જોઈએ જેથી ભાવમાં સુખની પ્રાપ્તિ થાય. છેવટે એવા નિશ્ચય ઉપર આવ્યા કે ભાઈને સાચી મનેદશા દેખાડ્યા સિવાય રજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org