________________
જ રિ
ચ ચ
છે
:
આ બુકમાં જે સહસ્થને ફેટો જોઈ રહ્યા છે તેમનો પરિચય કરાવે એ અસ્થાને નહીં ગણાય. એમનું શુભ નામ ધર્મમૂર્તિ લાલા ચુનીલાલ દુગડ જૈન અમૃતસર-(પંજાબ છે. આપ સ્વવાસી શ્રી ગુરૂદેવ ન્યાયામ્બેનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર (આત્મારામજી ) મહારાજ અને એઓશ્રીજીના ખાસ પધર જૈનાચાર્ય શ્રીમદ જયવલભસૂરિજી મહારાજના પરમપાસક છે. - પંજાબમાં અગ્રગણ્ય ધર્માત્મા, શ્રદ્ધાળુ, ગુર્ભક્ત, ચુસ્ત જૈન તરિકે પંકાએલા છે. નાની ઉમરમાં જ માતાપિતાને વિયોગ થઈ જવાથી જાતે જ પિતાની બાહોશીથી લક્ષ્મી ઉપાર્જન કરીને હજારે રૂપિયા દાન-પ્રવાહમાં વહેવડાવ્યા છે અને વહેવડાવી રહ્યા છે. શ્રી આત્માનંદ જેન ગુરૂકુલ ગુજરાંવાલા આદિ અનેક સંસ્થાઓને સહાયતા આપી છે. પ્રભુપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, વ્રતપચ્ચખાણુદિ એ એમનું નિત્ય નિયમ છે. - વિશસ્થાનકની ઓળી વિગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરેલી છે અને અત્યારે વૃદ્ધાવસ્થા છતાં તપશ્ચર્યા કરવી છોડી નથી. સં. ૧૯૮૬ માં પુના શહેરમાં પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણય આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રીમદ્વિજયવલ્લભસૂરિજી મહારાજની પાસે ૧૨ વ્રત ઉચર્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org