________________
૨૫
ના ભાવ
અહી
ચતુરાઇથી ?
પાવન કરતાં અજમેર, જત, વાલી અને પંચતીથી આબુની યાત્રા કરી મારવાડ વટાવી પાલનપુર પધાર્યા ચાતુર્માસ ની ભાવના ન હોવા છતાં પણ લેકેને અત્યંત આગ્રહ દેખી ચોમાસું અહી થયું. અહીંના લોકોમાં બે પક્ષ હતા. આપે કુનેહ અને ચતુરાઇથી સમાધાન કરાવી અને ઉપદેશદ્વારા શ્રી આત્માનંદ ને કેળવણી ફંડની સ્થાપના કરાવી જેમાં વીસ હજારની આવક થઈ અને તેને લાભ લઈ આજે સંખ્યાબંધ ગ્રેજયુએટ અને સેલીસિટરે તૈયાર થયા છે. અહીં વિચક્ષણવિજયજી તથા મિત્રવિજયજી મહારાજની દીક્ષા ઘણી જ ધામધુમથી થઈ. શ્રીમાન નવાબસાહેબ પણુ પધારેલા. અહીં રાધનપુરના આપના જુના મિત્ર શેઠ મોતીલાલ મૂળજી આપને શ્રી શત્રુંજય તીર્થના સંઘમાં સાથે પધારવા વિનંતિ કરવા આવ્યા. આપે પણ શ્રી ગિરિરાજના દર્શનની ઈચ્છા દર્શાવી, કેમકે આપની અને આપના પરિવારની શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ઘણી જ ઉત્કંઠા હતી. ચોમાસું પૂર્ણ કરી ગુજરાતની જૈનપુરી પાટણ શહેરમાં પધાર્યા. લોકોએ ઘણું જ ઉત્સાહથી નગરપ્રવેશ કરાવ્યું. ચોમાસા માટે અસીમ પ્રાર્થના કરી, પરંતુ પાલીતાણા જવાનું હોવાથી સંખેશ્વરજીની યાત્રા કરી રાધનપુર પધાર્યા (સં. ૧૯૬૬)
રાધનપુરની પ્રજામાં આજે અદ્વિતીય ઉત્સાહ એવ આનંદ હતું, કારણ આજથી ત્રેવીસ વર્ષ પહેલાં જે ભાગ્યવાનને સંસારથી મુક્ત કરવા અને દિક્ષારૂપ નૌકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org