________________
૨૪
શારીરિક સ્થિતિ બગડી ગઈ હતી, પણ તેની પરવા ન કરતાં લાહાર પહેાંચ્યા. અહી” શ્રી ગુરૂદેવના વચનાને સત્ય બતાવતા ફૈસલા થયા સાંભળી આપને આનંદ થયા. ત્યાંથી ગુજરાંવાલા પધાર્યાં. અત્રેના શ્રી સ`ઘની સામૈયા સાથે પ્રવેશ કરાવવાની ઈચ્છા હતી, પણુ આપે ના કહી, કારણ કે આ વખતે શ્રી આચાર્ય મહારાજ શ્રી વિજયમલસૂરીશ્વરજી તથા ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજી મહારાજ આદિ વડીલે અહીં બિરાજતા હતા. પરંતુ છેવટે તેઓશ્રીની આજ્ઞાનુસાર સામૈયા સાથે આપને શહેરમાં પ્રવેશ થયે, ચોમાસુ આચાર્ય મહારાજ સાહેબની સાથે જ થયું. આ એક ગુરૂ ભક્તિના અપૂર્વ દાખલા છે.
ચોમાસા બાદ ગુજરાત તરફ વિહાર કર્યાં. દીલ્હી થઈ જયપુર પધાર્યાં. અહીં આપને યુરોપીઅન અમલદારે બ'ગાલી સમજી આપની પાછળ છુપી પેાલીસના માણસાને રાખ્યા. છેવટે તે લેાકાને પણ નિરાશ થવું પડયું અને વધારામાં એલાકા આપશ્રીજીનું વ્યાખ્યાન સાંભળી ધર્મપ્રેમી બન્યા. અહીં જૈન તેમજ જૈનતરીમાં આપશ્રીછતા વ્યાખ્યાનની સારી અસર થઇ. રાજ્યના કેટલાક અમલદારા હંમેશાં વ્યાખ્યાનમાં આવતા. અહીં મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, વિચારવિજયજી, તિલકવિજયજી મહારાની ઘણા ઠાઠમાઠથી દીક્ષા થઈ. દીક્ષા મહાત્સવ ઘણી જ ધામધુમથી થયેા હતેા. અત્રેથી વિહાર કરી ગ્રામાનુગ્રામ * આદર્શજીવન જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org