________________
૨૩
ઘણું જ પ્રયત્ન કરી રહ્યા છે. આ વખતે તમારી હાજરીની ખાસ જરૂરત છે. અમને વિશ્વાસ છે કે તમારા આવવાથી આપણને વિજય મળશે અને શ્રી ગુરૂદેવને પશુ યશ વધશે, માટે ગમે તે ભેગે ગુરૂમહારાજના વાકયેને ધક્કો ન લાગે માટે લાંબા વિચારે છેડી દઈ તુરત આ તરફ પ્રયાણ કરશે.” ઈત્યાદિ સમાચાર વાંચી જેઠ મહીનાની સખ્ત ગરમી છતાં ચાર માઈલને વિહાર કરવાનું હતું ધર્મ અને શ્રી ગુરૂદેવના નામ માટે આપે અને આપના શિષ્યરત્ન સેહનવિજયજીએ તત્કાલ વિહાર કર્યો. સપ્ત ગરમીમાં વીસ વીસ અને પચીશ પચીશ માઈલેના વિહાર કરી રહ્યા હતા. રસ્તામાં આપની તેમજ સાથેના મુનિરાજોની
* આ મહાત્માને સ્વર્ગવાસ સં. ૧૯૮૨ના કારતક વદ ૧૪ના દિવસે ગુજરાંવાલા (પંજાબ)માં થઈ ગયે.
આપણા ચરિત્રનાયકના શિષ્યોમાં શ્રી સોહનવિજયજી મહારાજ નિર્ભય અને સ્પષ્ટ વકતા તેમજ ઉત્સાહી સાધુ હતા.
એના ઉપદેશથી પંજાબમાં ઘણું સુધારાઓ થયા હતા. કસાઈઓ તથા મુસલમાનને માંસાહાર છેડાવ્યો હતે. ઘણું સ્થળોથી એમને માનપત્રો મળ્યાં હતાં.
શ્રી સોહનવિજયજી મહારાજ ચરિત્રનાયકના પૂર્ણ કૃપાપાત્ર અને પંન્યાસ તથા ઉપાધ્યાય પદથી વિભૂષિત થયા હતા. એઓશ્રીનું સંપૂર્ણ જીવન ચરિત્ર વાંચવાની ઇચ્છાવાળા બંધુઓએ શ્રી આત્માનંદ જૈન મહાસભા (પંજાબ) અંબાલા શહેરનું છપાએલ શ્રી આદર્શપાધ્યાય નામનું પુસ્તક વાંચવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org